વલસાડઃ દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તેને ધ્યાનમાં રાખીને શનિવારે વલસાડ DYSP મનોજસિંહ ચાવડા તથા સીટી PI એચ.જે ભટ્ટની અધ્યક્ષતામાં વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં મુસ્લિમ સમાજના આગેવનો તથા તાજીયા કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. ચાલુ વર્ષે કોવિડ-19ની મહામારીને ધ્યાનમાં રાખીને તમામ ધાર્મિક તહેવારો અને ઉત્સવોની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
![શાંતિ સમિતિની બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8606002_131_8606002_1598704252817.png)
જેને ધ્યાનમાં લઈને વલસાડ સીટી પોલીસ મથકે તાજીયા ઝુલુસ મોહરમને લઈને મુસ્લિમ આગેવાનો અને તાજીયા આયોજકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે તાજીયા જુલુસ જાહેર રસ્તાઓ પર ન કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તાજીયા પોતાના ઘરે ઠંડા પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને ઘરે બનાવવામાં આવેલા તાજીયાના દર્શન તથા તાજીયા ઉપર ચાદરો તથા ફૂલ ચઢાવા આવતા લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટનું પાલન કરવા કહેવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને તાજીયા કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.