વલસાડ ધરમપુર રોડ ઉપર આવેલી RTO કચેરી ખાતે આજે હજારો વાહન ચાલકોની જનમેદની ઉમટી પડી હતી. લાયસન્સ, RC બુક માટે લાંબી કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા. તો કેટલાક તો કોમ્યુટર પરીક્ષામાં સમજણ ન પડતા મુંઝવણમાં જોવા મળ્યા હતા.
બીજી તરફ અનેક એવા પણ વાહન ચાલકો હતા જેમના નંબર પ્લેટ કે PUC ન હોય એ તમામ RTO કચેરી ઉપર ધક્કા ખાતા જોવા મળ્યા હતા. સાથે સાથે દંડની રકમ ભરવાની બારી ઉપર પણ કેટલાક લોકો જોવા મળ્યા હતા. વલસાડ જિલ્લામાં RTO કચેરીએ દંડની રકમ લેવા સવારે 11 થી માત્ર 2 વાગ્યા સુધી જ દંડ સ્વીકરવામાં આવતો હોવાનું બહાર સાઈન બોર્ડ લગાવવામાં આવ્યું હતુ. જેને કારણે હવે પછી અહીં દંડ ભરવા આવનાર અનેક લોકો મુશ્કેલીમાં મુકાશે એ વાત ચોક્કસ છે.