વલસાડ: રેલવે કોર્ટ મેજીસ્ટ્રેટ સોનીની રાહબરી હેઠળ મેજીસ્ટ્રેટ સ્કોવોર્ડની ટીમના સિટીઆઈ જેક પરમાર, જાગૃતિ ચાંપનેરી અને ટીમના સભ્યોએ વલસાડ રેલવે સ્ટેશન ઉપર ખાણી-પીણીના સ્ટોલ પર છાપો મારી તપાસ હાથ ધરી હતી. સ્ટેશન પર અને પેટ્રોલ પંપ પર ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરનાર લોકો પાસે લાઇસન્સ મેડિકલ સર્ટિફિકેટ ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આ ઉપરાંત વિવિધ સ્ટોલ પર ગંદકીની સાથે વાસી અને સડી ગયેલો ખોરાક પણ મળી આવ્યો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટની ટીમે આવા તમામ સ્ટોલ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી સાતથી આઠ જેટલા સ્ટોલ દ્વારા લોકો પાસેથી 50 હજાર જેટલો જંગી દંડ વસૂલ્યો હતો.
નોંધનીય છે કે, વલસાડ સ્ટેશન ઉપર મેજિસ્ટ્રેટ મેજીસ્ટ્રેટ સ્કોડની ટીમ દ્વારા અચાનક તપાસ કરી સ્થળ દંડ વસૂલવામાં આવતા ગ્રાહકોને વાસી ખોરાક પર આવનારા સ્ટોલ ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.