ETV Bharat / state

વલસાડ રેલવે પોલીસે ટ્રેનમાં થતી ચોરીને અટકાવવા 6 ટીમ બનાવી

author img

By

Published : Nov 20, 2019, 9:48 PM IST

વલસાડ: તાલુકામાં ડુંગરી પાસે એક્સપ્રેસ ટ્રેનમાં લૂંટનું પ્રમાણ વધી રહ્યું છે. મંગળવાર રાત્રે એક આંગડીયા પેઢીનો યુવક સુરત તરફ મુસાફરી કરી રહ્યો હતો. જે દરમિયાન 5 લૂંટારુઓ તેને માર મારી તેની પાસેથી થેલો ઝુંટવી ફરાર થઈ ગયા હતાં. આ ઘટનાની ફરિયાદ વલસાડ રેલવે પોલીસમાં નોંધવામાં આવી હતી. ત્યારબાદ રેલવે પોલીસ સતર્ક થઈ છે અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે.

ટ્રેનમાં થતી ચોરીને અટકાવવા વલસાડ રેલવે પોલીસે 6 ટીમો બનાવી

વલસાડ મંગળવાર સાંજે કચ્છ એક્સપ્રેસ ટ્રેન નંબર 22955ના બીજા કોચમાં MST કાંતિલાલ આંગળીયા પેઢીમાં કામ કરતાં પ્રવિણસિંહ રાજપૂત સુરત તરફ મુસાફરી કરી રહ્યાં હતા. તેમની પાસે આંગડીયા પેઢીના કાગળો, સોના-ચાંદી અને રોકડ રૂપિયા મળી કુલ 50થી 60 લાખનો મુદ્દામાલ હતો.

ટ્રેન જ્યારે ડુંગરી બાલાજી કંપનીથી પસાર થતાં ધીમી પડી તે દરમિયાન ટ્રેનમાં ઉભેલાં 5 પૈકી એક વ્યક્તિએ તમંચો તાકી પ્રવિણ પાસેથી થેલો ઝૂંટવી લીધો હતો. થેલો પાછો મેળવવા માટે તેની અને લૂંટારુ વચ્ચે ખેંચતાણ થઈ હતી. જેમાં પ્રવિણસિંહને માથાના ગંભીર ઈજા થઈ હતી.

વલસાડ રેલવે પોલીસે ટ્રેનમાં થતી ચોરીને અટકાવવા 6 ટીમ બનાવી

પ્રવિણસિંહ રાજપૂત (ફરિયાદી)એ આ ઘટનાની જાણ વલસાડ રેલવે પોલીસને કરી હતી. જે બાદ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. સાથે પોલીસે ચોરને દબોચવા માટે 6 ટીમો બનાવી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ LCB ટીમ અને વલસાડ ડી સ્ટાફ ટીમો તપાસમાં જોતરાઈ છે.

મળતી માહિતી પ્રમાણે, પોલીસે એક્સપર્ટનો સંપર્ક કરીને એક્સપર્ટ આ પાંચેય લૂંટારુઓના સ્કેચ બનાવી તપાસ હાથ ધરી છે.

Intro:વલસાડ ના ડુંગરી નજીકમાં ગઈ કાલે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત માટે મુસાફરી કરી રહેલા આંગળીયા પેઢીના એક યુવકને 5 જેટલા લૂંટારુઓ એ માર મારી થેલો ઝુંટ્વી લઈ ડુંગરી રેલવે સ્ટેશન નજીક ટ્રેન ઉભી રહેતા અંધકાર માં રવાના થઈ ગયા હતા એ સમગ્ર બાબતે ભોગ બનનાર એ વલસાડ રેલવે પોલીસ માં ફરિયાદ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ઘટના ની ગંભીરતા જોતા આજે રેલવે એસ પી વડોદરા થી દોડી આવ્યા હતા અને 6 જેટલી ટીમની વિશેષ રચના કરી તાપસ નો ધમધમાટ શરૂ કર્યો છે

Body:વલસાડ થી ગઈ કાલે સાંજે કચ્છ એકસપ્રેસ ટ્રેન નંબર 22955 માં એન્જીન થી બીજા કોચ એમ એસ ટી અમૃતલાલ કાંતિલાલ આંગળીયા પેઢીમાં કામ કરતા પ્રવિણસિંહ પ્રતાપસિંહ રાજપુત સુરત તરફ આંગળીયા પેઢીના કાગળો સોના ચાંદી અને રોકડ રૂપિયા મળી 50 થી 60 લાખ નો મુદ્દામાલ લઇ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે 5 જેટલા ઈસમો તેમની સામે ઊભા હતા ડુંગરી બાલાજી કંપની પસાર થતા ટ્રેન જેવી ધીરી પડી કે તુરંત જ પાંચ પૈકી એકે પ્રવીણસિંહ પાસે થેલો ઝુંટવી લેવા પ્રયાસ કર્યો હતો જેમાં ખેંચતાણ થતા લૂંટારું એ પ્રવિણસિંહ ને માથાના ભાગે કોઈ હથિયાર વડે મુકો મારતા ઇજા પોહચી હતી જોકે પ્રવીણસિંહ ની સાથે અન્ય એક પેઢીનો યુવાન પ્રતિકાર કરવા ઉભો થયો હતો ત્યારે અન્ય એક લૂંટારું એ તમંચો તાકી દીધો અને થેલો હાથ માં થી ઝુંટ્વી લઈ ઉભેલી ટ્રેન ના થી ઉતરી ને પૂર્વ તરફ ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના ને પગલે સનસનાટી ફેલાઈ હતી સમગ્ર બાબતે આજે ફરિયાદી એ વલસાડ રેલવે પોલીસ મથક માં ફરિયાદ કરતા મોડી રાત થી પોલીસ કાફલો ઘટના સ્થળે હતો
તો સમગ્ર ઘટના ની ગંભીતર જોતા રેલવે એસ પી નિલેશ ઝાંઝમેરા વડોદરા થી વલસાડ આવી ઘટના સ્થળે પોહચી નિરીક્ષણ કર્યું તેમજ ડુંગરી રેલવે સ્ટેશને પણ પોહચ્યા હતા સમગ્ર ઘટના બાબતે રેલવે પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે જે માટે 6 ટિમ બનાવવામાં આવી છે જેમાં સુરત નવસારી વલસાડ ભરૂચ એલ સી બી ટિમ,વલસાડ ડી સ્ટાફ ટિમો તપાસ માં જોતરાઈ છે
પ્રાથમિક તપાસ માં એક વાત ફલિત થઈ હતી કે લૂંટારું દ્વારા ટ્રેન રોકવા માટે સિક્કો મૂકી સિગ્નલ ફેલ કરવામાં આવ્યો હતો જેથી ટ્રેન ડુંગરી સ્ટેશન પેહલા ઉભી રહી શકે

Conclusion:પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ કેટલાક એક્સપર્ટ નો સંપર્ક કરી આ પાંચે લૂંટારુઓ ના સ્કેચ પણ પોલીસ બનાવવા ની કામગીરી શરૂ કરી છે એ પણ જારી કરી દેવામાં આવશે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.