- પ્રોજેક્ટનો ઉદ્દેશ રોડ ક્રોસ કરતા રાહદારીઓ સાથે થતા અકસ્માતને રોકવો
- 65 કિલોમીટર મુંબઈ-અમદાવાદ હાઈવે વલસાડ જિલ્લાને અડીને આવેલો છે
- ઈન્ડસ્ટ્રીઝ હોવાથી આ હાઇવે ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર બન્યો છે
- પોલીસે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ ટીમ સાથે મળી 28 જેટલા અકસ્માત ઝોન ઓળખ્યા
વલસાડઃ જિલ્લામાંથી નેશનલ હાઈવે નંબર 48 મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પસાર થાય છે, જે અંદાજિત 5 કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. નજીકમાં વાપી વલસાડ ઉમરગામ જેવી જીઆઈડીસીમાં આવેલી છે, જેના કારણે આ હાઈવેને ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર તરીકે દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન વાહનોથી ધમધમતા રહે છે અને હાઈવે ક્રોસ કરવા જનારા અનેક રાહદારીઓ અકસ્માતમાં મોતને ભેટતા હોય છે. જિલ્લામાં અત્યાર સુધીમાં આવા અનેક અકસ્માતોમાં અનેક રાહદારીઓએ પોતાના જીવ ગુમાવ્યાં છે.
![65 કિલોમીટર મુંબઈ-અમદાવાદ હાઈવે વલસાડ જિલ્લાને અડીને આવેલો છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10738423_paylot_a_gj10047.jpg)
અકસ્માતોની સંખ્યા બાબતે તપાસ કરતા પોલીસ ચોપડે ગયા વર્ષમાં 193 જેટલા અકસ્માતો નોંધાયા છે, જેમાં 143 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે આ તમામ અકસ્માતોમાં 147 જેટલા લોકોએ ગંભીર ઈજાઓ સહન કરવાનો વારો આવ્યો છે. આમ, જિલ્લામાં એક વર્ષમાં 193 જેટલા નાના-મોટા અકસ્માતો નોંધાયા છે.
![ઈન્ડસ્ટ્રીઝ હોવાથી આ હાઇવે ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર બન્યો છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10738423_paylot_c_gj10047.jpg)
જિલ્લામાં વધી રહેલા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે જિલ્લા પોલીસ દ્વારા ગવર્મેન્ટ ટીમ એન્જિનિયરિંગ સાથે મળીને હાઈવે અને તેની આસપાસના વિસ્તારમાં સતત અકસ્માતોની સંખ્યા જ્યાં વધુ બનતી હોય એવા 28 જેટલા સ્થળો શોધી કાઢવામાં આવ્યા છે અને આ 28 સ્થળ ઉપર વિશેષ તકેદારી રાખવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે
![પોલીસે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ ટીમ સાથે મળી 28 જેટલા અકસ્માત ઝોન ઓળખ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10738423_paylot_b_gj10047.jpg)
જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપરથી રાહદારીઓના અકસ્માતો તેમજ અન્ય વાહન અકસ્માતો રોકવા માટે પોલીસ દ્વારા વિશેષ પાયલોટ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે અને જે માટે લેન ડિસિપ્લિન, ઓવર સ્પીડ વાહનચાલકોને શોધી કાઢી તેમની સામે કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા વિશેષ કેમેરાઓ હાઇવે ઉપર વિવિધ જગ્યાઓ પર મુકવામાં આવનાર છે અને આ કેમેરાઓ એ એનટીઆર એટલે કે વાહનોની સ્પીડ તેમજ લેન્ડ ડિસિપ્લિન આ બંનેની તકેદારી રાખશે જેથી કરીને કોઈ વાહન વધારે સ્પીડ થી પસાર થતું હોય તેવા ને પણ ઓળખી જશે અને આ પાયલોટ પ્રોજેક્ટ માટે વિશેષ ડેમો હાલમાં જ બગવાડા ખાતે અમલમાં મૂકવામાં આવ્યો હતો
વિવિધ ક્રોસિંગ અને પીએસ્ટ્રીયન સ્થળે વિશેષ તકેદારી રાખવા સૂચન
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાએ આ સમગ્ર બાબતે જણાવ્યું હતું કે, અકસ્માતોની સંખ્યા રોકવા જ્યાંથી વધારે રાહદારીઓ પસાર થતા હોય એવી જગ્યા ઉપર ઓવરબ્રિજ બનાવવા નેશનલ હાઈવે ઓથોરિટીને પોલીસે લેખિતમાં જાણ કરી છે. સાથે સાથે અકસ્માતો એટલે સર્જાય છે કે કેટલાક રાહદારીઓ રેલિંગ કૂદીને રોડ ક્રોસ કરતા હોય છે તો કેટલીક જગ્યાઓ પર ઓછી લાઇટિંગ હોવાને કારણે રાહદારીઓ વાહન ચાલકોને દેખા દેતા નથી અને જેના કારણે અકસ્માતો સર્જાય છે. આ તમામ બાબતોને ધ્યાને લઈ પોલીસ દ્વારા કેટલીક જગ્યા ઉપર લાઈટિંગ વ્યવસ્થા ઊભી કરાઈ છે તો જે રેલિંગ નીચી છે તેને ઊંચી કરી દેવાશે, જેથી એક નિશ્ચિત સ્થળેથી રાહદારીઓ પસાર થઈ શકે.
હાઈ ડેફિનેશન કેમેરાનો પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂકાશે
આમ વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લેન્ડ ડિસિપ્લિન જાળવવા તેમ જ ઓવર સ્પીડ રોકવા માટે હાઈ ડેફિનેશન કેમેરાનો પાયલટ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવશે. આ માટેનો ડેમો થોડા દિવસ પૂર્વે જ યોજવામાં આવ્યો હતો, જેથી હાઇવે ઉપર રાહદારીઓ પર થતા અકસ્માતો રોકી શકાય.