ETV Bharat / state

Valsad News : ધરમપુરમાં આદિવાસી સમૂહ લગ્નમાં સંતાનો બન્યા લગ્નના સાક્ષી, આદિવાસી સંસ્કૃતિની વિલક્ષણતા - 97 આદિવાસી યુગલોએ પારંપરિક લગ્નવિધિ કરી

આદિવાસી સંસ્કૃતિની વિલક્ષણતાનો સુંદર પ્રસંગ વલસાડ જિલ્લાના નડગધરીમાં જોવા મળ્યો હતો. અહીં યોજાયેલા સમૂહ લગ્નમાં 97 આદિવાસી યુગલોએ પારંપરિક લગ્નવિધિ કરીને લગ્ન કર્યાં હતાં. જેમાં મોટાભાગના યુગલોના ટીનેજર સંતાનો પણ હોંશેહોંશે શામેલ થયેલા જોવા મળ્યાં હતાં.

Valsad News : ધરમપુરમાં આદિવાસી સમૂહ લગ્નમાં સંતાનો બન્યા લગ્નના સાક્ષી, આદિવાસી સંસ્કૃતિની વિલક્ષણતા

author img

By

Published : Mar 16, 2023, 6:42 PM IST

મોટાભાગના યુગલોના ટીનેજર સંતાનો પણ હોંશેહોંશે શામેલ થયેલા જોવા મળ્યાં

વલસાડ : ધરમપુર તાલુકાના મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા ગામ નડગધરી ખાતે આદિવાસી સમૂહ લગ્નનું આયોજન થયું હતું. જેમાં લગ્નગ્રંથિથી જોડાનાર યુગલોના સંતાનો પોતાના માતા પિતાના લગ્નના સાક્ષી બન્યા હતાં. લગ્નના માયરામાં સંતાનો સાથે યુગલો લગ્ન કરવા બેઠા હતાં. અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી સમાજ માટે સમૂહ લગ્ન એટલે ઓછા ખર્ચે લગ્ન કરવા માટેની એક ઉત્તમ તક માનવામાં આવે છે. કારણ કે લાખોનો ખર્ચ કરતા સમૂહ લગ્નમાં ઓછા ખર્ચે લગ્ન સંપન્ન થઈ જતા હોય છે જેને લઈ 97 જેટલા આદિવાસી યુગલો સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો.

આદિવાસી સમાજમાં ચાંલ્લાવિધિ બાદથી યુગલો સાથે રહી શકે છે, સગવડ થયે લગ્ન કરે છે

આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે લિવ ઇનમાં રહે છે યુગલ આદિવાસી સમાજમાં આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે વર્તમાન સમયમાં પણ ચાંદલો વિધિ(એન્ગેજમેન્ટ) થયા બાદ બંને પરિવારની સંમતિ મળતા પતિપત્ની તરીકે જોડે રહે છે અને એમને સંતાનો પણ થઈ જાય છે. પરંતુ જ્યાં સુધી તેઓની આર્થિક સ્થિતિ પગભર ન થાય ત્યાં સુધી તેઓ પારંપરિકપણે લગ્નગ્રંથિથી જોડાતાં નથી.

હદર ચડાવાની વિધિ ન થઇ હોય તો પોતાના સંતાનોના લગ્ન કરી શકતા નથી

એક યુગલ સામાન્ય લગ્ન કરે તો 3 લાખ રૂપિયા સુધીનો અંદાજિત ખર્ચ જો આદિવાસી સમાજમાં એક યુગલ ઘર આંગણે લગ્ન કરે તો અંદાજિત રૂપિયા 3 લાખ કરતા પણ વધુ ખર્ચ થાય છે. સામાન્ય રીતે મજૂરી કે ખેતી કરનાર આદિવાસી યુગલ માટે 3 લાખ એકત્ર કરવા એટલે 20 વર્ષ પણ ઓછા પડે છે. ત્યારે સમૂહ લગ્નમાં નજીવી રકમ ભરીને તેઓ વૈદિક લગ્ન કરી લે છે. એટલું જ નહીં સરકારની કુંવરવાઈનું મામેરું જેવી યોજનાનો લાભ પણ આ યુગલોને સમૂહ લગ્નમાં મળવા પાત્ર થાય છે.

એક યુગલ પોતાના બે સંતાન સાથે પીઠી રસમમાં જોવા મળ્યું નડગધરી ગામે આયોજિત લગ્નમાં 40 ટકા એવા યુગલો હતા કે જેઓ પોતાના સંતાનોની સાક્ષીએ લગ્નના મંડપમાં જોવા મળ્યા હતા. જેમાં કિરણ મોતીરામ કાંતોળિયા અને મેરીબહેન લગ્નમાં પીઠી મુહરતમાં પોતાના બે સંતાનો સાથે અંકિત ઉ.વ 14 અને તેજલ ઉ.વ.16 સાથે જોવા મળ્યા હતા. બંને સંતાનો પણ પિતાના અને માતાને લગ્ન કરતા જોવા માટે ઉત્સાહિત હતાં.

આ પણ વાંચો Marriage In Tribal Society: પ્રાચીન પરંપરા પ્રમાણે આદિવાસી સમાજમાં થાય છે લગ્ન, દરેક વિધિનું હોય છે ખાસ મહત્વ

માતાપિતા અને પુત્રીએ એકજ મંડપ નીચે કર્યા લગ્ન આ લગ્નમાં લાલજીભાઈ જાનુંભાઈ ચૌધરી જેઓ 55 વર્ષના હતા તેઓ તેમની પત્ની સુરાબેન સાથે લગ્ન કરવા માટે વિધિમાં બેસેલા જોવા મળ્યાં. બાજુમાં જ તેમની 25 વર્ષની દીકરી ઇલાબહેન પણ સમૂહ લગ્નમાં લગ્ન કરતા જોવા મળી હતી. એટલે કે 55 વર્ષના પિતાએ લગ્ન કર્યા એમની સાથે પુત્રી પણ લગ્ન કરવા બેસેલી જોવા મળી હતી.

હળદર લગાવ્યા વિના પિતા પોતાના સંતાનના લગ્ન કરાવી શકતા નથી આદિવાસી સમાજમાં મુખ્ય રિવાજ છે કે જ્યાં સુધી પિતાને હળદર ના લગાવાઈ હોય-પીઠી ન ચોળાઇ હોય તો (વૈદિક રીતે લગ્ન ન કર્યા હોય)એવા પિતા તેમના સંતાનના લગ્ન વિધિમાં બેસી શકતા નથી. એટલે પિતામાતાએ ફરજિયાતપણે હળદર લગાવી વૈદિક રીતિ મુજબ લગ્ન કરવા પડે છે. તો જ તેઓ સંતાનોના લગ્ન કરવા સમાજમાં સક્ષમ ગણાય છે.

આ પણ વાંચો Marriage Season: યુવાને આદિવાસી પરંપરા મુજબ લગ્ન કર્યા, બળદગાડામાં બેસી દુલ્હન લેવા પહોંચ્યા વરરાજા

12000 લોકો માટે સમૂહ લગ્નમાં ભોજન બનાવાયું 97 યુગલોના લગ્ન હોવાથી વર અને કન્યા બંને પક્ષના લોકો લગ્નમાં મહાલવા માટે આવ્યાં હતો. ત્યારે દરેક પરિવારજનો અને સ્વજનોને ભોજન માટે વિશેષ વ્યવસ્થા આયોજકો તરફથી કરવામાં આવી હતી. ગામના અગ્રણી દિનેશભાઇએ જણાવ્યું કે લોકોના ભોજનને પહોંચી વળવા માટે 7 જેટલા મોટા ગંજ ચઢાવવામાં આવ્યા હતા. જેમાં 1400 કિલો ચોખા રાંધવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આમ 97 યુગલોના અનોખા સમૂહ લગ્નમાં તેમના સંતાનો પણ લગ્નના સાક્ષી બન્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.