વલસાડ જિલ્લામાં સૌથી ગંભીર પર્યાવરણને લગતો પ્રશ્ન હોય તો તે કાર્બન ડાયોક્સાઇડનો છે. જેમાં હવે ઉદ્યોગોમાં જ કાર્બન બ્લેકનું નિર્માણ માનવીના આરોગ્યની બરબાદી સમાન બની રહ્યું છે. એક તરફ ઉદ્યોગોના કારણે ભીલાડ-સરીગામ GIDC તરફ 24 કલાકમાં 68429 વાહનોનું આવાગમન થતું હોવાનો ચોકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ત્યારે, બીજી તરફ કાર્બનના કારણે આ વિસ્તારમાં દમ, અસ્થમા, ટીબી, ચામડીના રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેમાં આગામી દિવસોમાં નવા સ્થપાનાર પ્લાન્ટથી આ વિસ્તારના લોકોનું આરોગ્ય મોટા પાયે જોખમાશે.
સરીગામના કોલસા આધારિત પ્લાન્ટથી થતી અસરો અંગે જાણો તબીબોનું શુ કહેવું - કોલસા
વલસાડ: સરીગામ GIDCમાં આવેલ JBF કંપનીમાં આગામી દિવસોમાં કોલસા આધારિત 9.9 મેગાવોટ કેપ્ટિવ પાવર જનરેશન પ્લાન્ટ માટે 10મી સપ્ટેમ્બરે લોક સુનાવણી યોજાવાની છે. ત્યારે, આ પ્રકારના કોલસા આધારિત પ્લાન્ટ આરોગ્ય માટે ગંભીર સમાન હોવાનું તબીબોનું માનવું છે. તબીબોના મતે દમ, અસ્થમા, ચામડીના રોગ જેવી ગંભીર બીમારીઓ આ પ્રકારના કાર્બન પ્રોજેકટથી થાય છે. અને એ સાથે પર્યાવરણનું પણ નખ્ખોદ વળી જશે.

વલસાડ જિલ્લામાં સૌથી ગંભીર પર્યાવરણને લગતો પ્રશ્ન હોય તો તે કાર્બન ડાયોક્સાઇડનો છે. જેમાં હવે ઉદ્યોગોમાં જ કાર્બન બ્લેકનું નિર્માણ માનવીના આરોગ્યની બરબાદી સમાન બની રહ્યું છે. એક તરફ ઉદ્યોગોના કારણે ભીલાડ-સરીગામ GIDC તરફ 24 કલાકમાં 68429 વાહનોનું આવાગમન થતું હોવાનો ચોકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ત્યારે, બીજી તરફ કાર્બનના કારણે આ વિસ્તારમાં દમ, અસ્થમા, ટીબી, ચામડીના રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેમાં આગામી દિવસોમાં નવા સ્થપાનાર પ્લાન્ટથી આ વિસ્તારના લોકોનું આરોગ્ય મોટા પાયે જોખમાશે.
વલસાડ :- સરીગામ GIDCમાં આવેલ JBF કંપનીમાં આગામી દિવસોમાં કોલસા આધારિત 9.9 મેગાવોટ કેપ્ટિવ પાવર જનરેશન પ્લાન્ટ માટે 10મી સપ્ટેમ્બરે લોક સુનાવણી યોજાવાની છે. ત્યારે, આ પ્રકારના કોલ આધારિત પ્લાન્ટ આરોગ્ય માટે ગંભીર ખતરા સમાન હોવાનું તબીબોનું માનવું છે. તબીબોના મતે દમ, અસ્થમા, ચામડીના રોગ જેવી ગંભીર બીમારીઓ આ પ્રકારના કાર્બન પ્રોજેકટથી થાય છે. અને એ સાથે પર્યાવરણનું પણ નખ્ખોદ વળી જશે.
Body:વલસાડ જિલ્લામાં સૌથી ગંભીર પર્યાવરણને લગતો પ્રશ્ન હોય તો તે કાર્બન ડાયોક્સાઇડનો છે. જેમાં હવે ઉદ્યોગોમાં જ કાર્બન બ્લેકનું નિર્માણ માનવીના આરોગ્યની બરબાદી સમાન બની રહ્યું છે. એક તરફ ઉદ્યોગોના કારણે ભીલાડ-સરીગામ GIDC તરફ 24 કલાકમાં 68429 વાહનોનું આવાગમન થતું હોવાનો ચોકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ત્યારે, બીજી તરફ કાર્બનના કારણે આ વિસ્તારમાં દમ, અસ્થમા, ટીબી, ચામડીના રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેમાં આગામી દિવસોમાં નવા સ્થપાનાર પ્લાન્ટથી આ વિસ્તારના લોકોનું આરોગ્ય મોટા પાયે જોખમાશે.
આ અંગે ભિલાડ CHC હોસ્પિટલના M D ફિઝિશયન અને સુપ્રીટેન્ડન્ટ ડૉ. સુભાષ પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગોમાં ઉત્પન્ન થતો કાર્બન માનવશરીર પર ખુબજ ગંભીર અસર કરે છે. કારખાનામાં જે કોલસો હોય છે તેના રજકણો શરીરમાં ગયા બાદ ફેફસાને સંકોચી નાખે છે. જેને કારણે દમ-અસ્થમા-ટીબી જેવી બીમારીઓનો ભોગ ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ બની રહ્યા છે. તો, તે ઉપરાંત ચીમનીમાંથી નીકળતો ધુમાડો દૂર દૂર સુધી જતો હોય તે વિસ્તારના રહેવાસીઓને પણ બીમારીમાં પટકે છે. તો, GIDC માં આવાગમન કરતા ટ્રેક જેવા ભારે વાહનોને કારણે પણ ઊડતી ધૂળની રજકણોથી પણ શરીર પર માઠી અસર પડે છે. વાળ ખરવા સહિત અનેક ગંભીર બીમારીઓનો ભોગ બનાવે છે.
અસહ્ય પ્રદૂષણનો અને ટ્રાફિકનો સામનો કરતા ભિલાડ-સરીગામ અને અન્ય ગામલોકો માટે હવે સરીગામ GIDC માં એક્સપાંશન થનારા નવા પ્રોજેકટ ગંભીર ખતરાની ઘંટડી સમાન છે. જે અંગે લોકોમાં પણ વિરોધનો સુર ઉઠ્યો છે. સરીગામ GIDCમાં લાગેલી ઔદ્યોગિકરણની હોડમાં સરીગામની JBF ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોલસા આધારિત 9.9 મેગાવોટ કેપ્ટિવ પાવર જનરેશન પ્લાન્ટ સ્થાપિત કરવા અને એકમના વિસ્તરણ કરવા માટે 10મી સપ્ટેમ્બરે લોક સુનાવણી છે. સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં JBF-મદુરા સહિતની અનેક કંપનીઓના એક્સપાંશન અને નવી સ્થાપિત થનાર કંપનીઓને કારણે ડસ્ટ પોલ્યુશન, એર પોલ્યુશન, સાઉન્ડ પોલ્યુશન પણ વધી રહ્યું છે. જે અંગે સરીગામના માજી સરપંચ, ભિલાડના જાગૃત નાગરિકોએ વિરોધ નોંધાવ્યો છે.
Conclusion: સરીગામ GIDC માં 2012થી સ્થાપિત JBF ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાના કોલસા આધારિત પાવર જનરેશન પ્લાન્ટની 8.7 મેગાવોટની ક્ષમતા સામે 1.2 મેગા વોટના વધારા સાથે કુલ 9.9 MW કેપ્ટિવ પાવર જનરેશન ની મંજૂરી GPCB પાસે માંગી છે. જે અંગે GPCB-CPCB માં સુપરત કરેલ રિપોર્ટ મુજબ હાલ આ એકમમાં 49500 TPM (ટન પ્રતિ મહિનો) પોલીએસ્ટર ચિપ્સ અને ગ્રેડનું નિર્માણ કરવામાં આવે છે. જેના ઉત્પાદન અંતે વધુ 1.2 મેગાવોટ નું ડ્યુલ ફાયર્ડ પાવર એન્જીન સ્થાપી કુલ 9.9 મેગાવોટનું ઉત્પાદન કરશે. બળતણ તરીકે આ પ્લાન્ટમાં રોજના 15000 SCM નેચરલ ગેસ, ઇન્ડિયન કોલ 323 ટન પ્રતિદિન, 1000 KLD આસપાસ પાણી જેમાંથી 161 KLD ગંદુ વેસ્ટ પાણી ETP મારફતે દરિયામાં છોડવામાં આવશે. 75 ટન દૈનિક ફ્લાઈ એશ ઉત્પન્ન થશે. આ રોજિંદા પ્રદુષણ ઉપરાંત વાર્ષિક 310 ટન ETP નો અન્ય કચરો ઉત્પન્ન થશે. ટૂંકમાં જો આ પ્રકારના ઔદ્યોગિક એકમોની ભરમાર સરીગામ GIDCમાં અવિરત રહેશે તો, માનવીઓ, પશુપક્ષીઓ, દરિયાઈ જીવસૃષ્ટિએ ગંભીર બીમારીઓના ભોગ બની રિબાઈ રિબાઈને મરવું પડશે. ત્યારે, કંપનીના વિરોધમાં ઉઠેલો સુર કેવું જનઆંદોલન ઉભું કરે છે તે તો 10 મી સપ્ટેમ્બરે જ જાણવા મળશે.
bite :; ડૉ. સુભાષ પટેલ, MD ફિઝિશયન, સુપ્રીટેન્ડન્ટ, CHC ભિલાડ