- દમણથી પુરપાટ ઝડપે આવતી મોંઘીદાટ કારમાં દારૂ લઇ જવાતો હતો
- POLICEએ હાઇવે ઉપર કાર અટકાવવા ઈશારો કરવા છતાં કાર ચાલક કાર હંકારી ભાગી છુટ્યો હતો
- LCB પોલીસ કર્મચારીઓએ દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો
વલસાડઃ પારડી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વલસાડ LCBની ટીમને મળેલી પૂર્વ બાતમીના આધારે દમણથી એક કાર દારૂ ભરીને સુરત તરફ જવાની હતી. જેને અનુલક્ષીને LCB દ્વારા પારડી નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલી શ્રીનાથ હોટલ પાસે વાહન ચેકિંગ અને વોચ રાખવામાં આવી હતી. જે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને દંડો ઊંચો કરી સાઈડમાં ઊભા રાખવા માટે ઇશારો કર્યો હતો, પરંતુ કારચાલકે કાર ઊભી ન રાખી પુરપાટ ઝડપે હંકારી મુકી હતી.
આ પણ વાંચોઃ વલસાડ LCBએ ભરૂચના પોલીસ જવાનને 226 બોટલ દારૂ સાથે ઝડપી પાડ્યો, બે આરોપી વોન્ટેડ
LCBના કર્મચારીની ટીમ દ્વારા ભાગી છૂટેલા કારચાલકને પકડવા ફિલ્મી ઢબે પીછો
બાતમી વાળી કારના ચાલકે ઈશારો કરવા છતાં કાર ઊભી ન રાખતા પૂરપાટ ઝડપે પસાર થઈ ગયો હતો. જેને પકડવા માટે LCBની ટીમના સભ્યોએ પણ દારૂ ભરેલી કારની પાછળ પુરપાટ ઝડપે ગાડી હંકારી હતી અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આગળ ચાલતી કાર દમણી ઝાપા ઓવરબ્રિજ નીચેથી પારડી પરિયા રોડ ઉપર વળાંક લઇ આગળ વધી રહી હતી. જેની પાછળ LCBની કાર પણ પુરપાટ ઝડપે દોડતા કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને દારૂ ભરેલી કાર રોડની નીચે ઉતારી ઝાડ સાથે અથડાવી દીધી હતી અને કાર ચાલક કાર મૂકીને ફરાર થયો હતો.
આ પણ વાંચોઃ પારડી પોલીસે એમ્બ્યુલન્સમાં લઇ જવાતો 12,000નો દારૂ સારણ રોડથી ઝડપ્યો
POLICEને કારમાંથી 985 દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો
પારડીના ભેંસલાપાળા નજીક હોન્ડા CVR કાર નંબર GJ 05 CN 9199 વૃક્ષ સાથે અથડાઇ હતી. જેથી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની તપાસ કરતા કારની અંદરથી વિવિધ બોક્સમાં મુકેલા ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની બોટલો નંગ 985 જેની અંદાજિત કિંમત 1,90,400 તેમજ એક મોબાઇલ ફોન અને કારની કિંમત 6 લાખ રૂપિયા મળી કુલ 6,90,900નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે, જ્યારે માલ ભરાવનાર પાર્થ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.