ETV Bharat / state

વલસાડ: ગ્રાહક સુરક્ષા કોર્ટમાં મેડિકલ ઈન્શ્યોરન્સના વધી રહ્યાં છે કેસ - Medical Insurance

વલસાડ: આજે સમગ્ર દેશ ગ્રાહક દિવસની ઉજવણી કરી રહ્યું છે. વલસાડ જિલ્લામાં વર્ષ દરમિયાન 200થી વધુ કેસ ગ્રાહક ફરિયાદોના નોંધાયા છે. ગ્રાહક સુરક્ષાના પડતર કેસનો 90 દિવસમાં નિકાલ કરવાનો હોય છે, પરંતુ અન્ય કેસનું ભારણ હોવાને કારણે 6 માસ સુધી પણ પડતર કેસનો નિકાલ આવતો નથી. ગ્રાહક માટે સંતોષની વાત એ છે કે, 100માંથી 80 કેસમાં નિર્ણય ગ્રાહક તરફી આવે છે.

Valsad Dist
ગ્રાહક ભવન
author img

By

Published : Dec 24, 2019, 8:03 PM IST

દેશ આજે ગ્રાહક દિવસની ઉજવણી કરી રહ્યો છે. ગ્રાહકોને વિવિધ કેસમાં તેમના હક્ક અપાવનાર વલસાડ જિલ્લાની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં વર્ષ દરમિયાન 300 જેટલા કેસ નોંધાયા છે. જેમાં મોટાભાગના કેસ મેડિકલ ઈન્શ્યોરન્સ કંપની સામેના છે. મહત્વનું છે કે, ગ્રાહકો તેમના મૂળભૂત હક્કો અંગે જાગૃત નહીં હોવાને કારણે ગ્રાહકે વીમા કંપનીમાં પૈસા ભર્યા હોવા છતાં ક્લેઈમ આપવા સમયે વીમા કંપની આનાકાની કરે છે. આવી કંપનીઓ સામે ગ્રાહક દ્વારા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરાતા મોટાભાગના કેસમાં ગ્રાહક તરફી ચુકાદો આવે છે અને ગ્રાહકને વળતર આપવા કોર્ટ તરફથી હુકમ કરવામાં આવે છે.

સુરક્ષા કોર્ટમાં મેડિકલ ઈન્શ્યોરન્સના વધી રહેલા કેસ

આ ઘટના અંગે માહિતી આપતા એડવોકેટ દેવાંગ આચાર્યએ જણાવ્યું કે, વલસાડ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં આ વર્ષે 300 જેટલા કેસ નોંધાયા છે. જેમાં દર મહિને 20થી 25 કેસનો નિકાલ કરવામાં આવે છે. મહત્વનું છે કે, ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગ્રાહકની ફરિયાદનો 90 દિવસમાં નિકાલ કરવાનો હોય છે. પરંતુ વલસાડ જિલ્લામાં વધી રહેલા કેસના ભરાવાને કારણે કેસનો નિકાલ થતાં 6 મહિના જેટલો સમય લાગી જાય છે. હાલ વલસાડ જિલ્લામાં 200 જેટલા કેસ પડતર હોવાનું ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું.

Intro:આજે સમગ્ર દેશ ગ્રાહક દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ સમગ્ર વર્ષ દરમ્યાન 200 થી વધુ કેસો નોધાય છે 90 દિવસ માં કેસનો નિકાલ કરવાનો હોય છે પરંતુ અન્ય કેસો નું ભારણ હોવાથી કેસ 6 માસ સુધી ચાલે છે જોકે 100 માંથી 80 ટકા કેસો માં ગ્રાહકો તરફી નિર્ણયો આવતા હોવાનું પણ ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું

Body:સમગ્ર દેશ આજે ગ્રાહક દિવસ ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગ્રાહકોના ને વિવિધ કેસો માં હક્ક અપાવનાર ગ્રાહક સુરક્ષા કોર્ટ વલસાડ માં પણ સમગ્ર વર્ષ દરમ્યાન 200 થી 300 જેટલા કેસો નોંધાય છે અને એમાં મોટા ભાગના કેસો તો મેડિકલ ઇન્સ્યોરન્સ કમ્પની સામે જ ગ્રાહકો નોંધાવે છે અને એમાં એમને કેસ નિકાલ થતા વળતર પણ મળે છે મહત્વ નું છે ગ્રહકો તેમના મૂળભૂત હક્કો બાબતે જાગૃત ના હોવા થી અનેક વીમા કંપનીઓ પૈસા ભરેલા હોવા છતાં પણ ક્લેમ આપવા સમયે આનાકાની કરતી હોય છે પરંતુ આવી કંપની ઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટ માં ફરિયાદ આવતા મોટા ભાગના કેસોમાં કંપની ઓ વળતર આપવા નો હુકમ કોર્ટ તરફ થી થતો હોય છે
સમગ્ર બાબત ની માહિતી આપતા એડવોકેટ દેવાંગ આચાર્ય એ જણાવ્યું કે વલસાડ ગ્રાહક સુરક્ષા કોર્ટ માં 200 થી 300 કેસો નોંધાય છે જેમાં દર માસે 20 થી 25 કેસો નો નિકાલ કરવામાં આવે છે વલસાડ જિલ્લામાં કાર ડીલર, સ્કૂટર ડીલર ,તેમજ મશીનરી ની ખરીદી કરી હોય તો રીફન્ડ મેળવવા માટે તેમજ ઇન્સ્યોરન્સ કંપની સામે ક્લેઈમ માટે ના કેસો આવે છે

Conclusion:મહત્વ નું છે કે ગ્રાહક સુરક્ષા કોર્ટ માં પણ ગ્રાહક ફરિયાદ કરે કે 90 દિવસ માં તેની ફરિયાદ નો નિકાલ કરવાનો હોય છે પરંતુ વલસાડ જિલ્લામાં કેસના ભારણ ને કારણે આવા કેસો 6 માસે નિકાલ થતા હોય છે અને હાલ વલસાડ જિલ્લામાં અંદાજિત 200 કેસો પેન્ડિંગ હાલત માં હોવાનું ધારાશાસ્ત્રી એ જણાવ્યું હતું

બાઈટ _01 દેવાંગ આચાર્ય (ધારાશાસ્ત્રી)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.