હાલ માં જ રેલવે પ્રધાન દ્વારા પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર નવા રીનોવેટ કરેલા વલસાડ રેલવે સ્ટેશનના ફોટો સ્વચ્છતા બાબતનો ઉલ્લેખ કરી મુકવામાં આવ્યા હતા, એ વલસાડ રેલવે સ્ટેશન સ્વચ્છતા મિશનના રેન્કિંગમાં સ્થાન પામી શકે એમ છે. કારણ કે દેશના 720 રેલવે સ્ટેશનોમાં વલસાડને પણ સામેલ કરવામાં આવ્યું છે અને આ દરેક સ્ટેશનો ઉપર હાલ થર્ડ પાર્ટી સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જે સર્વેમાં સ્ટેશનના દરેક સ્થળે સ્વચ્છતા ઉર્જા બચતના સાધનો ,સહિત સ્ટેશનના પ્લેટફોર્મ ,શૌચાલય સર્વે કરી નોંધ કરી હતી. સ્વચ્છતા અને સ્ટેશન ઉપર સાફ સફાઈ કરનાર કર્મચારીઓ સાથે પણ સર્વે કરવા માટે આવેલા કર્મચારીઓએ વાતચીત કરી કચરો ક્યારે કેવીરીતે ઉઠાવવામાં આવે છે અને તેનો નાશ કેવી રીતે કરવામાં આવે છે. તે તમામ પ્રકારની જાણકારી મેળવી હતી. પબ્લિક ફીડબેક બ્યુટીફીકેશન ,ગ્રીન કવર તેમજ એડિશનલ ફિચર જેવા કે પ્લાસ્ટિકની બોટલો માટે ક્રશર વગેરેની તમામ જાણકારી મેળવી હતી.
સર્વે માટે દિલ્હી અને ગાંધીનગરથી આવેલા અધિકારીઓએ જણાવ્યું કે પુરા ભારતમાં 720 જેટલા સ્ટેશનો સ્વચ્છતા રેન્કિંગ માટે સામેલ કરવામાં આવ્યા છે. જેમાં તમામ ઉપર હાલ સર્વે ચાલી રહ્યો છે અને ઓક્ટોબરમાં સર્વે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યા બાદ કોઈ એક સ્ટેશનને રેન્કિંગ આપવામાં આવશે. જોકે વલસાડ આવેલા સર્વે અધિકારીઓએ વલસાડમાં સ્વચ્છતા બાબતે કોઈ પણ પ્રકારની ખામી ન હોવાની વાત જણાવી જેના પરથી સ્ટેશન સંચાલકો અને વલસાડવાસીઓ માટે એક આશા બંધાઈ છે કે સ્વચ્છતા રેન્કિંગમાં વલસાડ સ્ટેશન સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શકે છે.