ETV Bharat / state

વલસાડની પ્લાયવુડ કંપનીમાં લાગી આગ, 4થી 5 કરોડનું નુકસાન થયુ હોવાની સંભાવના - Fire at plywood company

વલસાડ જિલ્લાના ભિલાડ અને તલવાડા વિસ્તારમાં ટાઈમેક્સ ડોર અને ટાઈમેક્સ પ્લાયવુડ નામે પ્લાય બનાવતી પ્લાયવુડ કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ પર કાબૂ મેળવવા ઉમરગામ, સરીગામ, વાપીથી ફાયર ફાયટરોને બોલાવવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

Fire at plywood company
પ્લાયવુડ કંપનીમાં આગ
author img

By

Published : Jun 1, 2020, 6:13 PM IST

વલસાડઃ લોકડાઉન અને કોરોના વાઈરસા ફેલાવાની વચ્ચે આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. શનિવારે રાત્રે 9:45 કલાકની આસપાસ તલવાડાની લક્કી પ્લાય એન્ડ લેમીનેટ્સ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.

પ્લાયવુડ કંપનીમાં લાગી આગ

આ આગમાં અંદાજિત 4.5થી 5 કરોડ રૂપિયાની પ્લાય બળીને ખાખ થઈ હતી. જેને લઈને સોમવારે પોલીસ, ફોરેન્સિક એક્સપર્ટ, ઈન્સ્યોરન્સની ટીમે આગના સાચા તારણ તેમજ થયેલા નુકસાનની આકરણી કાઢવા સ્થળ પર તપાસ કરી હતી.

Fire at plywood company
લક્કી પ્લાય એન્ડ લેમીનેટ્સ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

કંપનીમાં આગ લાગવાનું કારણ શોધવા ભિલાડ પોલીસ મથક દ્વારા ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી હતી. આ ટીમે પ્લાયના બળેલા ટુકડાઓના સેમ્પલ લઈ આગમાં ક્યાં પ્રકારનું ચોક્કસ મટિરિયલ બળી ચૂક્યું છે, તે અંગે તપાસ હાથ ધરી છે. આગને કારણે અંદાજિત 4.5થી 5 કરોડનું નુકસાન થયું હોવાનુ અનુમાન કંપની સંચાલકોએ લગાવ્યું છે. ઈન્સ્યોરન્સ કંપનીની ટીમે પણ કંપનીમાં આવી સ્થળ તપાસ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.