વલસાડઃ વાપી ડિવિઝનમાં DySP વીરભદ્રસિંહ જાડેજાએ કાયદો વ્યવસ્થામાં અદભૂત કામગીરી કરી હોવાથી આ કામગીરીની સરાહના રૂપે 15 ઑગસ્ટના દિવસે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લામાં DySP તરીકે ફરજ બજાવતા વી. એમ. જાડેજાને આ મેડલ મળતા પોલીસ વિભાગમાં ઉત્સાહ છવાયો છે. આ ઉપરાંત રાજપૂત સમાજમાં પણ ખુશીની લહેર છવાઇ હતી.
આ અંતર્ગત રવિવારે વાપીમાં શ્રી રાજરાજેશ્વરી વિદ્યામંદિરના મહારાણા પ્રભાતદેવજી સીસોદીયા મેમોરિયલ હોલ ખાતે વાપી રાજપૂત સેવા સંઘ અને આશાપુરા ટ્રસ્ટ મંદિર પરિવાર દ્વારા DySP વિરભદ્રસિંહ જાડેજાના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમાજના અગ્રણી હિંમતસિંહજી જાડેજા, વલસાડ કલેક્ટર, સ્વામિનારાયણ સંસ્થાના કપિલ સ્વામી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં ગુજરાત પોલીસનો પરિચય, રાષ્ટ્રપતિ મેડલના ઇતિહાસની ઝલક આપી વી. એમ. જાડેજાનું સમાજના અગ્રણીઓ, સંસ્થાઓએ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.