ETV Bharat / state

નિસર્ગ વાવાઝોડાની અસરને પહોંચી વળવા SDRFની ટીમ તિથલમાં તૈનાત કરાઇ - NCRTની ટીમ

નિસર્ગ વાવાઝોડાના પગલે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર એર્લટ થયું છે. દરિયા કિનારે રહેતા 33 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે-સાથે NDRFની એક ટીમ પણ હાલ વલસાડ પહોંચી ચૂકી છે. રાહત અને બચાવ કાર્ય માટે SDRF વડોદરાની 9 ટીમના 19 લોકો વલસાડ તિથિલ ખાતે તૈનાત કરવામાં આવ્યા છે.

SDRFની ટીમ તિથલમાં તૈનાત
SDRFની ટીમ તિથલમાં તૈનાત
author img

By

Published : Jun 3, 2020, 4:04 PM IST

વલસાડઃ નિસર્ગ વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર એર્લટ છે. હાલમાં વલસાડ જિલ્લામાંથી દરિયા કિનારે રહેતા 33 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચાર જેટલી NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, તો સાથે જ NCRTની એક ટીમ પણ હાલ વલસાડ પહોંચી ચૂકી છે. રાહત અને બચાવ કાર્ય માટે SDRF વડોદરા 9 ટીમના 19 લોકો વલસાડ તિથિલ ખાતે તૈનાત કરવામાં આવ્યા છે.

નિસર્ગ વાવાઝોડાની અસરને પોહચી વળવા SDRFની ટીમ તિથલમાં તૈનાત કરાઇ

અરબી સમુદ્રમાં ધીરે-ધીરે આગળ વધી રહેલું અને મુંબઈ તરફ જઈ રહેલું નિસર્ગ વાવાઝોડું બપોરના સમયે મહારાષ્ટ્રના દરિયાકિનારે અથડાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને જેને પગલે વલસાડ જિલ્લાને પણ નહિવત અસર થાય એવી શક્યતાઓ છે.

જો કે, પવનની તેજ ગતિને કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બની છે અને દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા ગામોમાં કાચા મકાનમાં રહેતા 33 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે-સાથે NDRFની ચાર જેટલી ટીમો વલસાડ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. તો SBRSની એક ટીમ પણ વલસાડ જિલ્લામાં પહોંચી છે.

આ ટીમ આજે વલસાડના તિથલ દરિયા કિનારે પહોંચી હતી. તેમજ SDRF વડોદરાની 9 ટીમના 19 સભ્યોને વલસાડ તિથલ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે તૈનાત કરવામાં આવી છે. જેમના દ્વારા રાહત અને બચાવ કાર્ય થઇ શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.