ETV Bharat / state

Valsad Crime : ઘાતકી ઘા કરી હત્યા કરાયેલી મહિલાની ઘરમાંથી લાશ મળી, રહસ્ય ઘૂંટાયું - વલસાડ પોલીસ

કપરાડા તાલુકાના લીખવડ ગામે રહેતી મહિલાની ઘરમાં જ ગળે તીક્ષ્ણ ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટના અંગે વલસાડ પોલીસને જાણ થતાં જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યા કોણે કરી અને કેમ કરી તે રહસ્ય ઘૂંટાયું છે.

Valsad Crime : ઘાતકી ઘા કરી હત્યા કરાયેલી મહિલાની ઘરમાંથી લાશ મળી, રહસ્ય ઘૂંટાયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 10, 2024, 8:19 PM IST

ઘરમાં જ તીક્ષ્ણ ઘા ઝીંકી હત્યા

વલસાડ : વલસાડ જિલ્લાના કપરાડાના લીખવડ ગામે 50 વર્ષીય મહિલા નનીબેન ધાકલભાઈ લાખણ જે પોતાની પુત્રીના પૌત્રો નાના બાળકોને લઈ ઘરની પાછળ આવેલ જુના ઘરમાં રાત્રે ઊંઘી ગઈ હતી જે બાદ આજે સવારે તેની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. હત્યા કોણે કરી અને કેમ કરી તે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. સવારે ઘરઆંગણે રમી રહેલ બાળકોએ નની બેન બહાર ન આવતા લોહી જોઈ અન્ય મહિલાને જાણ કરી હતી. સ્થાનિક મહિલા ઘરમાં જોવા આવતા નનીબેનની લાશ પડેલી હોઈ ગભરાઈ ગયેલી સ્થાનિક મહિલાએ સરપંચને જાણ કરતા પોલીસને જાણ કરાઈ હતી.

બાળકોએ જાણ કરી : નાનીબેન તેમની પૌત્રીના ત્રણ બાળકોને જોડે રાખી દેખરેખ કરવાનું કામ કરતા હતા. સવારમાં તમામ લોકો મજૂરી કામ કરવા નીકળી જતા હોય તેઓ ઘરે રહી બાળકોને રાખતા હતાં. મંગળવારે રાત્રે નનીબેન રાત્રે બાળકો સાથે ઊંઘી ગયા બાદ બુધવારે સવારે ઉઠ્યા નહીં. બાળકો સવારે રમતા રમતા ઘર આંગણેથી પસાર થઈ રહેલી એક મહિલાને કહ્યું કે નાનીના મોઢામાંથી લોહી નીકળે છે. ત્યારે નનીબેનનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં ઘરમાં પડ્યો હતો.

વલસાડ પોલીસ દોડતી થઈ : 51 વર્ષીય મહિલાને ગળે તીક્ષણ હથિયાર વડે ઘા કરી હત્યા કરાયેલી લાશ લીખવાડ ગામે મળી આવતા પોલીસે સમગ્ર બાબતને ગંભીરતાથી લીધી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચ કપરાડા પોલીસ એમ જ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

51 વર્ષીય મહિલા ઘરના તમામ લોકો મજૂરી કામે જતા બાળકોને રાખતા હતાં. ગઈ કાલે રાત્રે ઊંઘી ગયા બાદ આજે સવારે તેમના જ ઘરમાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરી મોત નિપજાવેલી હાલતમાં લાશ મળી છે. હાલ પ્રાથમિક તપાસ પોલીસે શરૂ કરી છે... કરણરાજ વાઘેલા ( ડીએસપી વલસાડ )

ઘટનાની જાણ પતિને બપોરે 12 વાગ્યે થઈ : સામાન્ય રીતે ઊંડાણના ગામોમાં લોકો મજૂરી કામ રોજમદાર તરીકે કામ કરવા માટે ઘરથી વહેલી પરોઢિયે 4 વાગ્યેની આસપાસ ઘરથી નીકળી જતા હોય છે. મૃતક નનીબેનના પતિ પણ વલસાડ કામ અર્થે નીકળી ગયા હતા. સમગ્ર બાબતની જાણકારી તેમને પોલીસ ઘરે પહોંચી અને સરપંચ ઘરે પહોંચી હત્યા થઈ હોવાની ખાતરી થયા બાદ જ કરાતા તેઓ ઘરે પહોંચ્યા હતાં.

પિકઅપવાનમાં હોસ્પિટલ લઈ જવાયો મૃતદેહ : કપરાડા તાલુકાનું લીખવાડ ગામ બે ડુંગરોની વચ્ચે નીચે તળેટીમાં આવેલું છે. એટલે કે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે ત્યાં આગળ મોટા વાહનો પણ પહોંચી શકતા નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં હત્યા કરાયેલી મહિલાની લાશનો કબજો લઈ પોલીસે તેને પીએમ માટે મોકલવા માટે ભારે જે મત ઉઠાવી પડી હતી. મૃતક મહિલાની લાશને પીએમ માટે લઈ જવા માટે મહેન્દ્રા બોલેરો પીકઅપમાં મહિલાની લાશ લઈ કપરાડા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવાની ફરજ પડી હતી. અહીં ડુંગરોની વચ્ચે આવેલા ગામને કારણે ઘાટ અને વળાંકવાળા રસ્તાઓ હોવાને લઈને મોટા વાહનો તળેટી સુધી ઉતરી શકે તેમ ન હોય ખાનગી પિક અપ વાહનમાં મૃતકની લાશને લઈ જવાઈ હતી. હાલ તો આ હત્યાએ સમગ્ર કપરાડા પંથકમાં ભારે ચકચાર લગાવી છે તેમ જ આ હત્યાનું કારણ શું છે તે જાણવા માટે લોકોમાં ભારે કુતુહલ અને ચર્ચાનો વિષય બન્યો છે.

  1. Rajkot Crime : રાજકોટમાં વ્યાજખોરો દ્વારા 23 વર્ષના યુવાનની હત્યા કરાઇ
  2. Jamnagar Crime : પતિએ પત્નીની હત્યા કરીને બાદમાં પોતે પણ આપઘાત કરી લીધો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.