આ કાર્યક્રમ વલસાડ જિલ્લા સાંસદ કે.સી પટેલ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકી હાજરી આપી હતી. આ પ્રસંગે ડોક્ટર કેસે પટેલે જણાવ્યું કે ,આ એમ્બ્યુલન્સ સિવિલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.
આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે, સાંસદ ફંડમાંથી અનેક શૈક્ષણિક કે રોડ રસ્તાના કામો થતા હોય છે. પરંતુ આરોગ્ય લક્ષી કામો પણ હોવા જોઈએ અને જેને અનુલક્ષીને જિલ્લા સાંસદના ફંડમાંથી 18 લાખના ખર્ચે અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.