વાપીઃ નવસારી જિલ્લાના ચીખલીમાં ફસાયેલા મધ્યપ્રદેશના લોકોને મદદ પહોંચાડવા મધ્યપ્રદેશના ધારાસભ્ય રાજેન્દ્ર શુક્લાએ ટ્વીટ કર્યુ હતું. જેથી વલસાડ ભાજપ IT સેલે લોકડાઉનમાં ફાંસાયેલા લોકોને જરૂરી મદદ પહોંચાડી છે.
રાજેન્દ્ર શુક્લાએ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના IT સેલના સહ ઇન્ચાર્જ અને વલસાડ જિલ્લાના યુવા મોરચાના સભ્ય અભી ભંડારીએ અંગત મિત્ર સાથે વાત કરી મધ્ય પ્રદેશના યુવાનો ફસાયેલા હતા. તે ગામે પહોંચી તેઓને અનાજની કીટ આપી ખરા સમયે મદદ કરી હતો.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના રાજેન્દ્ર શુક્લાએ આ માટે ગુજરાતના જીતુ વાઘાણી, વલસાડ જિલ્લા સાંસદ અને રાજ્યપ્રધાન રમણલાલ પાટકરને પણ ટ્વીટ કરી અપીલ કરી હતી. જે આધારે વલસાડ IT સેલે નવસારીમાં ચીખલીના ગામમાં ફસાયેલા લોકોને મદદ કરી હતી.