વલસાડ : વડાપ્રધાન મોદીએ નવસારીથી હાલમાં પ્રારંભ કરાવેલા 586 કરોડની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનામાં 75 મીટરની ઉંચાઈથી દમણગંગા નદી માંથી પાણી લઈને વાવરગામના સબ સ્ટેશન સુધી 1837 ફૂટની ઊંચાઈ સુધી પાણી પહોંચતું કરવામાં આવ્યું છે. આ કાર્ય માટે 7 સ્થળે પંપીંગ સ્ટેશન અને અન્ય સ્થળે ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરાયો છે. અહીનું રોજિંદા 4.5 લાખ લોકો માટે દૈનિક 7 કરોડ 50 લાખ લિટર પાણી આપવા નદીનું પાણી રોલર કોસ્ટરની માફક ક્યારેક એક ડુંગરથી 200 મીટર નીચે તો ક્યારે નીચેથી 200 મીટર ઉંચે ચડે છે. ડુંગરાળ વિસ્તારમાં પાણી પહોંચાડવું અશક્ય હતું, પણ ટેકનોલોજી દ્વારા વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજકેટ સાકાર થતો જોવા મળે છે.
હેવી ઇલેક્ટ્રીક મોટરો મુકાઈ - અસ્ટોલ જૂથ પાણી પુરવઠા (Astol Water Supply) યોજનામાં પાણી નદીમાંથી ખેંચીને ઉપર સુધી લઈ જવા હેવી ઇલેક્ટ્રીક મોટરો મુકાઈ છે. ટીસકરી જંગલ ગામેથી દમણ ગંગાનદી (Damanganga River) ઉપર ઇન્ટેકવેલ બનાવીને સમગ્ર યોજના માટે પાણી ઉપાડવામાં આવે છે. જે માટે 200 કિલો વોટ અને 70 હોર્ષપાવરની હેવી 6 મોટરો મુકાઈ છે. જેમાં 3 કાર્યરત અને 3 સ્ટેન્ડબાય રખાય છે. જેના દ્વારા નદી માંથી લેવામાં આવેલું 7.50 કરોડ લીટર પાણી ધરમપુરના 50 ગામો અને કપરાડાના 124 ગામોમાં પહોંચતું કર્યું છે.
200 મીટર ઊંચાઈએ પાણી આપવાનું સપનું - કપરાડામાં અસ્ટોલ પાણી પુરવઠા યોજનામાં (Astol Water Supply Scheme) સૌથી વધુ ઊંચાઈ 200 મોટર એટલે કે 1850 ફૂટ 600 માળની બિલ્ડીંગ જેટલી ઊંચાઈ સુધી પાણી પહોંચતુ કરવા માટે 7 જગ્યા ઉપર હેવી ઇલેક્ટ્રીક મોટર મૂકીને પાણીને પંપિંગ કરીને પહોંચતુ કરવામાં આવ્યું છે. જે માટે ડુંગરોને કોતરીને પાણીની પાઈપલાઈન નાખવામાં આવી છે. આ ઉપરાંત નદીના ઇન્ટેક વેલથી લઈને છે કે મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલા ગામમાં એટલે કે નદીથી લઈને 70 કિલોમીટર દૂર સુધીની પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. જેને પગલે નદીનું પાણી 70 કિમી દૂર સુધી પહોંચતું કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થયું છે.
પાણીનું બેહદ પ્રેશર - કપરાડાના ટીસકરી જંગલ ગામે દમણગંગા નદીમાંથી 7.50 કરોડ લિટર પાણી લઈ 7 અલગ અલગ સ્થળે સંપ હાઉસમાં પહોચતુ કરવા પંપિંગ મશીન દ્વારા હેવી પ્રેશર વડે પાણી પહોંચતું કરાય છે. જ્યારે ઊંચાઈ ઉપર બનાવેલા સંપ હાઉસમાં પ્રેશરથી પાણી પહોંચતા કર્યા બાદ ઊંચાઈ ઉપરથી ગ્રેવીટી ફોર્સ (ગુરુત્વાકર્ષણ બળ)ના ઉપયોગથી પાણી છોડવામાં આવતા કેટલાક ગામોમાં કોઈપણ પ્રકારના પંપિંગ વગર પાણી ગ્રેવીટી પ્રેશરથી ઊંચાઈએથી નીચે ગામોમાં ઉતરીને પહોંચે છે. જોકે ગ્રેવીટીને આધારે છોડવામાં આવેલું પાણી એટલી હદે પ્રેશર હોય છે કે સામાન્ય પંપિંગ પ્રેશર કરતા પણ વધુ હોય છે.
આ પણ વાંચો : વરસાદના મારે લાખોના માલ પર પાણી ફરી વળ્યું, જામજોધપુર યાર્ડમાં વ્હેતી મગફળીના દ્રશ્યો
પાણી ક્યાંથી ક્યાં કેવી રીતે પહોંચે છે - ટીસકરી જંગલ દમણગંગા નદી માંથી પાણી લઈ પંપિંગ દ્વારા વાડી ગામે તે બાદ એકલેરા અને ત્યાંથી પેઢરદેવી વાડીથી બામણવેલ મોટી પલસણ, નિલોશી, કરજુન, કોલવેરા, મોટીપલ્સનથી દભાડી, શીલધા, બામનવેલથી સુલીયા ભાથેરી ધરણમાળ જેવા ગામોમાં (Water in Valsad Hilly Area) પાણી પહોંચતું કરવામાં આવે છે.
હેવી પાઈપ - મળતી માહીતી મુજબ અસ્ટોલ જૂથ યોજનામાં સૌથી વધુ પડકારજનક સ્થિતિ હોય તો એન્જીનયરો માટે ધરમપુર સુધી પાઇપલાઇન (Water pipeline in Gujarat) લઈ જવા 500 મીટરના લેવલથી ગ્રેવીટી દ્વારા છોડવામાં આવતું પાણી 120 મીટર નીચે છોડતા 40 કેજી જેટલું પાણીનું હેવી પ્રેશર પાઇપો ઉપર આવતું હોય છે. પરંતુ સહજ રીતે બે વાર નદી પાર કરીને 500 મીટરથી ગ્રેવીટી દ્વારા નીચે ઉતરતું પાણીમાં આવતુ પ્રેશર અટકાવવા માટે હેવી પાઇપો નાખવામાં આવ્યા છે. જે ડુંગરથી ઉતરતું પાણી 500 મીટર ઊંચાઈથી છોડવામાં આવે છે.
આ પણ વાંચો : મોદી સરકારના શાસનમાં દેશમાં ઔદ્યોગિક વૃદ્ધિ થઈ, કોરોનામાં 4 ટ્રિલિયન ડોલરના ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી: કનુ દેસાઈ
ક્યાં ગામમાં કેટલા ફળીયાને પાણી મળશે - બામણવેલ ક્લસ્ટરમાં 46 ગામોના 256 ફળિયાને પાણી મળશે, પેઢરદેવી ક્લસ્ટરમાં 13 ગામોના 150 ફળીયા, દભાડી ક્લસ્ટરમાં 26 ગામોના 185 ફળીયા, સિંગાર માળ ક્લસ્ટરના 4 ગામો 14 ફળીયા, સામારસિંગી ક્લસ્ટરના 25 ગામો 101 ફળીયા, તણછીયા ક્લસ્ટરના 21 ગામોના 147 ફળીયા, ઉમલી ક્લસ્ટરના 9 ગામોના 61 ફળીયા, વારણા ક્લસ્ટરમાં 15 ગામોમાં 130 ફળીયાને તેમજ જોગવેલ ક્લસ્ટરમાં 15 ગામોના 158 ફળિયાને પાણીનો (Water problem in Valsad) લાભ અપાયો છે.
યોજનાના મુખ્ય ઘટક - ઇન્ટેક સ્ટ્રક્ચર (એક નંગ પાઇપ ફાઉન્ડેશન આધારિત) રો વોટર ટાંકા 28 નંગ, ફિલ્ટર પ્લાન્ટ 2 નંગ, શુદ્ધ પાણીના ટાંકા 28 નંગ, ઊંચી ટાંકી 6 નંગ, પંપિંગ મશીન 105 નંગ, રાઇઝિંગ મેઈન અને કેસ પ્રેસિવ ગ્રેવીટી પાઇપલાઇન 81 કિમિ, ગ્રેવીટી દ્વારા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક 855 કિમિ, ગ્રામ્ય સ્તરે ભૂગર્ભ ટાંકી 1202 નંગ બનાવવામાં આવ્યા છે. આમ, જમીન લેવલથી 614 મીટરની ઊંચાઈ સુધી પાણી પહોંચાડવા માટેનું એન્જિનિયરિંગ કાર્યના વખાણ કર્યા છે. હાલ લોકોને અનેક સ્થળે પાણી પહોંચતું થતા ભર ઉનાળે લોકોને પાણી મળતા રાહતનો અનુભવ કર્યો છે.