વલસાડઃ વૈશ્વિક મહામારી કોરોનાને લઈને કાયદાકીય ફરજ બજાવતા પોલીસ કર્મીઓ, ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ તેમ જ પત્રકારો માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં મેસેજ પેઈન્ટ કરી આ તમામ લોકોની કામગીરીને બિરદાવવામાં આવી છે.
વૈશ્વિક મહામારી કોરોનાને લઈને સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. તેવામાં લોકડાઉનમાં કાયદાકીય ફરજ બજાવતા પોલીસ કર્મીઓ તેમજ તમામનો જીવ બચાવવા માટે પોતાની જિંદગી હાથમાં લઇને સારવાર કરતા ડૉક્ટરો પેરામેડિકલ સ્ટાફ તેમજ સમાજ સમક્ષ સમાચારો પહોંચાડતા પત્રકારો માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોડ પર મેસેજ પ્રિન્ટ કરવામાં આવ્યા છે અને આ મેસેજ થકી આ તમામ લોકોની કામગીરીને બિરદાવી છે.
વલસાડ શહેરના ટાવર રોડ પર આવેલા પોલીસ સ્ટેશન નજીક ઝંડા ચોક પાસે કોરોના વાઇરસ માટે we selute corona worries જેવા મેસેજ પેઇન્ટ કરવામાં આવ્યા છે અને તમામની કામગીરીને સલામ કરાઈ રહી છે.
ABVP દ્વારા વલસાડ શહેરના ટાવર રોડ, SP ઓફીસ ચાર રસ્તા, સર્કિટ હાઉસ, તિથલ રોડ, નિરા કેન્દ્ર, તિથલ રોડ, સહિતના વિસ્તારોમાં કોરોના વાઇરસને સેલ્યુડ કરતા મેસેજો દોરાવવામાં આવી રહ્યા છે. ABVPના વલસાડના સૂત્રોએ જણાવ્યું હતું.