વલસાડ : જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ ગ્રામીણ કક્ષાએ આજે વડ સાવિત્રી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે વહેલી સવારથી જ અનેક સ્થળોએ આવેલા વડના ઝાડ નીચે મહિલાઓએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ વડ સાવિત્રી પૂનમની ઉજવણી કરી અને પોતાના પતિદેવ માટે લાંબા આયુષ્યની મંગલ કામના કરી હતી.
વલસાડ જિલ્લાના દરેક તાલુકામાં તેમજ અનેક ગ્રામીણ કક્ષાએ વિવિધ દેવાલયોની બહાર આવેલા વડના ઝાડ નીચે આજે શુક્રવારે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઇને વડ સાવિત્રી પૂનમની ઉજવણી કરી હતી.