ETV Bharat / state

અનલોક 2.0: વલસાડ ST ડેપોની 406 ટ્રિપ શરૂ

વૈશ્વિક મહામારી કોરોનામાં સરકારે અનલો 2.0ની શરૂઆત કરી છે, ત્યારે કેટલાક નિયમોને આધીન થોડી છૂટછાટો આપવામાં આવી છે. જેમાં ST વિભાગ પણ બાકાત રહ્યું નથી. ગત કેટલાક સમયથી ST વિભાગમાં પણ કેટલાક નિયમો અનુસાર સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ST બસો દોડાવવામાં આવતી હતી, પરંતુ હવે એક જુલાઈથી નવા નિયમો અનુસાર સવારે 5 વાગ્યાથી લઈને સાંજે 9 વાગ્યા સુધી ST બસો દોડાવવામાં આવે છે.

ETV BHARAT
અનલોક 2.0: વલસાડ ST ડેપોની 406 ટ્રિપ શરૂ
author img

By

Published : Jul 2, 2020, 7:03 PM IST

Updated : Jul 3, 2020, 12:28 AM IST

વલસાડઃ જિલ્લામાં 1 જુલાઈથી 406 જેટલી ST બસની ટ્રિપ શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ધરમપુર-વલસાડ માટે દોડતી ઇન્ટરસિટી બસ સેવા શરૂ થતાં આવન-જાવન માટે લોકોને ખૂબ ઉપયોગી બની રહેશે.

વલસાડ ST ડેપોની 406 ટ્રિપ શરૂ

  • અનલોક 1.0માં 80 બસ શરૂ રાખવામાં આવી હતી
  • અનલોક 2.0માં 206 બસ શરૂ કરવામાં આવી
  • મહારાષ્ટ્ર જતી બસ હાલ બંધ રાખવામાં આવી
  • અનલોક 2.0માં બસના સમયમાં કરાયો વધારો
  • એક્સપ્રેસ બસો રાત્રી દરમિયાન પણ દોડાવવામાં આવશે

વલસાડ જિલ્લામાં લોકડાઉન દરમિયાન તમામ ST બસોના રૂટ બંધ હતા. જો કે, અનલોક 1.0 શરૂ થયા બાદ કેટલીક છૂટછાટ સાથે માત્ર 80 જેટલી બસો દોડાવવામાં આવતી હતી. આ બસોને સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ 1 જુલાઈથી નવા નિયમો સાથે ST બસો હવે સવારે 5 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી દોડશે. એટલે કે, અગાઉ જે 80 ચાલતી હતી તેના સ્થાને હવે ટ્રિપોમાં વધારો કરીને 206 જેટલી કરવામાં આવી છે.

અનલોક 2.0: વલસાડ ST ડેપોની 406 ટ્રિપ શરૂ

આ અંગે વલસાડ ST ડેપોના મેનેજર જોષીએ જણાવ્યું કે, હવેથી એક્સપ્રેસ બસોને રાત્રી દરમિયાન પણ દોડાવવામાં આવશે. આ ઉપરાંત વલસાડ ડેપોથી ધરમપુર ડેપો સુધી દોડાવવામાં આવતી ઇન્ટરસિટી બસ સવારે 5 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ જોઈને મહારાષ્ટ્ર જતી બસોને હાલમાં બંધ રાખવામાં આવી છે.

Last Updated : Jul 3, 2020, 12:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.