- રિયુઝ કોર્નર થીમ ગાંધીબાગમાં બનાવી
- વેસ્ટમાંથી બેસ્ટ ટાયર બનાવી ગાંધીબાગમાં મૂક્યા
- સફાઈ કર્મચારીઓની અનોખી પહેલ
વલસાડ : ધરમપુર પાલિકાના સફાઈ કર્મચારીઓએ જુના વાહનોના ટાયર અને માટલાનો કલાત્મક રીતે ઉપયોગ કરી રિ-યુઝ કોર્નરની થીમ આધારીત વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે.
સ્વચ્છતા સર્વેક્ષણ-2020/21અંતર્ગત ઇનોવેશન પ્રવૃત્તિના ભાગરૂપે પાલિકા વાહનોના જુના નાના-મોટા ટાયરોને રંગરોગાન અને વારલી પેઇન્ટ તથા દોરી, નટ-બોલ્ટનો ઉપયોગ કરી સુંદર બેઠક અને પ્લાન્ટના સથવારે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે.
ગાંધીબાગ ખાતે ઇનોવેટિવ બનેલી ચીજો મુકાઈ
સફાઈ કર્મચારીઓએ બનાવેલી વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિઓને શહેરની મધ્યમાં સ્થિત ગાંધીબાગમાં મુલાકાતીઓ માટે મુકવામાં આવી છે. આ અંગે ધરમપુર નગરપાલિકાના સીઇઓ મિલનભાઈ પલસાણાએ જણાવ્યું કે, પાલિકાના જુના વાહનોમાંથી નીકળેલા અને ટાયરો પડ્યા હતા અને આ પડેલા કાર્યોનો ઇનોવેટિવ આઇડિયા દ્વારા ઉપયોગ કરી કલાત્મક રંગરોગાન કરીને તેને ગાંધીબાગ ખાતે મુકવામાં આવ્યા છે. એટલે કે, લોકોને એક જ મેસેજ છે કે, કોઈપણ જૂની વસ્તુઓને બહાર ફેંકી દેતા પહેલા એક વાર યુઝ કરી તેને કલાત્મક રીતે ઉપયોગમાં લઇ શકાય છે. આમ ધરમપુર નગરપાલિકાએ અન્ય પાલિકાઓને પણ એક મહત્વનો દાખલો બેસાડયો છે.