ETV Bharat / state

જનતા વચ્ચે સુમેળ સાધવા દાદરાનગર હવેલી પોલીસનો નવો પ્રયાસ, લોન્ચ કરી ઈ ફિડબેક એપ

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ પોલીસે (Dadra Nagar Haveli police) E પ્રતિપુષ્ટી E ફીડબેક સિસ્ટમ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. હવે કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ગયા પછી તેની સાથે કેવું વર્તન થયું. તેની ફરિયાદ કેટલી વારમાં સાંભળવામાં આવી સહિતના તમામ પ્રકારના અનુભવો આ એપ્લિકેશનના માધ્યમથી (Dadra Nagar Haveli police E Feedback Application) જણાવી શકશે. તો અન્ય શું વિશેષતા છે આ એપ્લિકેશનની જાણીએ આ અહેવાલમાં.

જનતા વચ્ચે સુમેળ સાધવા દાદરાનગર હવેલી પોલીસનો નવો પ્રયાસ, લોન્ચ કરી ઈ ફિડબેક એપ્લિકેશન

author img

By

Published : Nov 25, 2022, 2:46 PM IST

દમણ દાદરા નગર હવેલી અને દમણ દિવ પોલીસે એક અનોખી એપ લોન્ચ કરી છે. સાથે જ પોલીસ (Dadra Nagar Haveli police) અને જનતા વચ્ચે સુમેળ સાધવાનો પ્રયત્ન કરાયો છે. હવે પ્રદેશના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગયા બાદ તમારી સાથે કેવું વર્તન કરાયું, તમારી વાત કે ફરિયાદ સાંભળવા માટે કેટલો સમય લીધો. પોલીસ સ્ટેશનમાં તમારો અનુભવ કેવો રહ્યો વગેરેને તમે મોબાઇલની એક એપ દ્વારા રજૂ કરી શકશો. આ માટે સંઘપ્રદેશ DNH અને દમણ-દીવ પોલીસે ઈ ફીડબેક નામની એક એપ લોન્ચ (Dadra Nagar Haveli police E Feedback Application) કરી છે.

DIGPએ કર્યું લોન્ચિંગ DNH & DD પોલીસ વિભાગે DNH & DD અને લક્ષદ્વીપના UTના પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વ હેઠળ પોલીસ (Dadra Nagar Haveli police) અને જનતા વચ્ચેના ઈન્ટરફેસને સુધારવા માટે આ પ્રયાસ કર્યો છે. આ માટે ઈ પ્રિતપુષ્ટિ ઈ ફિડબેક્સ સિસ્ટમનું લોન્ચિંગ દાદરાનગર હવેલી દમણ દીવના DIGP મિલિન્દ મહાદેઓ ડુમ્બેરેના હસ્તે કરવામાં આવ્યું હતું.

લોકો પોતાના અનુભવો આ એપ્લિકેશનના માધ્યમથી જણાવી શકશે

દિલ્હી-ચંદીગઢ લાગુ સિસ્ટમ હવે દમણમાં દાદરા નગર હવેલી દમણ દીવ પોલીસની (Dadra Nagar Haveli police) આ ઈ Feedback એટલે કે ‘ઈ પ્રતિપુષ્ટિ’ સિસ્ટમ ને નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન દ્વારા દિલ્હી અને ચંદીગઢમાં લાગુ કરાયેલી સિસ્ટમ મુજબ બનાવવામાં (Dadra Nagar Haveli police E Feedback Application) આવી છે.

નાગરિકો તેમના અભિપ્રાય આપી શકશે NeGDએ દાદરા નગર હવેલી અને દમણ દીવ પોલીસને (Dadra Nagar Haveli police) આ ‘ઈ ફિડબેક’ એટલે કે ‘ઈ પ્રતિપુષ્ટિ’ સિસ્ટમને કસ્ટમાઇઝ કરી પ્રદાન કરી છે. આ અંગે SDPO સિદ્ધાર્થ જૈને જણાવ્યું હતું કે, આ સિસ્ટમના માધ્યમથી નાગરિક DNH & DDના UTના પોલીસ સ્ટેશન અથવા પોલીસ આઉટ પોસ્ટની મુલાકાત લઈને પ્રતિસાદ આપી શકે છે. આ સિસ્ટમથી નાગરિકોએ અથવા ફરિયાદીઓએ પોલીસ સ્ટેશન અથવા ચોકી પર આવી બારકોડ સ્કેન કરવાનું રહેશે. આ સિસ્ટમ થકી જે નાગરિકો પોતાની ફરિયાદ માટે પોલીસ સ્ટેશનમાં ગયા, ત્યાં હાજર પોલીસ સ્ટાફનું વર્તન કેવું હતું અને નાગરિકો તેમની ફરિયાદ પર લેવાયેલી કાર્યવાહીથી સંતુષ્ટ છે કે, નહીં તેનો અભિપ્રાય જણાવી શકશે.

સિસ્ટમની વિશિષ્ટ વિશેષતાઓ સંપૂર્ણપણે પેપરલેસ છે ત્યારબાદ તેમના મોબાઈલ પર પ્રશ્નાવલી દેખાશે, જેને તેમણે ભરવાની રહેશે. નાગરિકો તેમનો પ્રતિસાદ શેર કરી શકે છે અને પોલીસ સ્ટેશન અથવા ચોકીની મુલાકાત દરમિયાન તેમના અનુભવને પણ રેટ કરી શકે છે. ઈ ફીડબેક સિસ્ટમનો ફાયદો એ છે કે પ્રતિભાવ ડેટાબેઝનો ઉપયોગ પોલીસ-જાહેર ઇન્ટરફેસમાં સુધારણા માટે વિશ્લેષણ કરવા અને સુધારાત્મક પગલાં લેવા માટે કરશે. ફીડબેક સિસ્ટમની (Dadra Nagar Haveli police E Feedback Application) વિશિષ્ટ વિશેષતાઓ સંપૂર્ણપણે પેપરલેસ છે.

સેલવાસ દમણના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે દમણ SP અમિત શર્મા, પોલીસ હેડ ક્વોર્ટરના SP પીયૂષ ફુલઝેલે, ટ્રાફિક વિભાગના SP અનુજ કુમાર, DYSP રજનીકાન્ત અવધિયા, SDPO સિદ્ધાર્થ જૈન સહીત વરીષ્ઠ પોલીસ અધિકારીઓ અને અન્ય પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.