વલસાડ શહેર માટે મહત્વનું કહી શકાય એવું છીપવાડ પાસેનું રેલ્વે ગરનાળું રેલવે કોરીડોરની કામગીરીને લઇને હાલ 20 તારીખથી 75 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
આ ગરનાળાની કામગીરી હાલ જોરશોરથી ચાલી રહી છે. રવિવારના રોજ વહેલી સવારે 10 વાગ્યાની આસપાસ ગરનાળા ઉપર કામ કરી રહેલા મજૂરો સંજય અને સંદીપ લોખંડના સળિયાનો ફેન્સીંગ ફીટ કરી રહ્યાં હતાં. અચાનક જ એક તરફનો લોખંડના સળિયાનો ફેન્સીંગનો ભાગ તેમની ઉપર આવી પડતાં તેઓને માથાના તેમજ હાથના ભાગે ઇજાઓ થઇ હતી. જેમને સારવાર માટે તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, આ ઘટના રેલવે તંત્ર કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાંકને ક્યાંક કોઈ બેદરકારી થતી હોય એવું છતી કરી રહ્યી છે. તેમજ સુરક્ષાત્મક રીતે આ તમામ કામગીરી કરવામાં આવે તો ઝડપથી છીપવાડનું ગરનાળું ફરીથી ખુલ્લું મૂકી શકાય એમ છે.