- સ્વ. મોહનભાઈ ડેલકરને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો
- લોકોએ મીણબત્તી પ્રજ્વલિત કરી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી
- તેમના સમર્થકો અને અનેક અગ્રણીઓ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી
વલસાડ: સુખાલામાં આવેલા સાંઇધામ પરિસરમાં સંઘ પ્રદેશના સાંસદ મોહનભાઇ ડેલકરને શ્રદ્ધાંજલિ આપવાનો એક વિશેષ કાર્યક્રમ તેમના શાળા પ્રકાશભાઈ પટેલે આયોજિત કર્યો હતો. જેમાં તેમના સમર્થકો ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગીય મોહનભાઈ ડેલકરની આત્માને શાંતિ મળે તે માટે બે મિનીટનું મૌન પાડી મીણબત્તી પ્રજ્વલિત કરીને શ્રદ્ધાંજલિ અપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અનેક અગ્રણીઓએ તેમના વિચારો રજૂ કર્યા હતા.
ડેલકર ક્યારેય આત્મહત્યાનું પગલું ભરી શકે નહીં-અગ્રણીઓ
22 ફેબ્રુઆરીના રોજ મુંબઈની એક હોટલમાં આત્મહત્યા કરેલી લાશ મોહનભાઈ ડેલકરની મળી આવી હતી જોકે તેમણે આ પગલું ભર્યું તે અંગે હજુ પણ અનેક સવાલો ઠેરના ઠેર છે ત્યારે આદિવાસી સમાજના હક્ક અને અધિકાર માટે સતત અવાજ ઉઠાવનાર આ નેતા ક્યારે પણ આત્મહત્યા જેવું નબળું પગલું ભરી શકે નહીં. તેઓ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ જણાવી રહ્યા હતા. લોકો માનવા તૈયાર નથી કે મોહનભાઈ જેવા નેતા આત્મહત્યા કરી શકે.
આદિવાસી સમાજએ એક વિરલ રાજકીય નેતા અને અગ્રણી ગુમાવ્યા છે
શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અનેક સમર્થકો અને અગ્રણીઓએ મોહનભાઈ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે માત્ર સંઘપ્રદેશ જ નહીં પરંતુ ગુજરાતના પણ અનેક યુવા અને રોજગારી આપવા માટે તેમણે ભલામણ કરી હતી, તો સાથે-સાથે સમાજના ઉત્થાન માટે પણ તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેતા હતા. અચાનક તેમના આ પગલાને કારણે આદિવાસી સમાજએ એક મહત્ત્વનો વિરલ રાજકીય નેતા અને સમાજનો અગ્રણી ગુમાવ્યો છે. જેમની ખોટ સદા આદિવાસી સમાજને રહેશે પરંતુ તેમના સિદ્ધાંત અને તેમના વિચારો આજે પણ સમાજમાં મોજુદ છે. યુવાનોએ તેમના વિચારો અને સિદ્ધાંતો સાથે આગળ વધવું જોઈએ.