ETV Bharat / state

NHAI સરકાર સાથે મળીને ટોલટેક્સના નામે કરી રહી છે કરોડોનું કૌભાંડ, ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો આકરો વિરોધ - AIMT દિલ્હી એસોસિએશનની કોર કમિટી

વાપીમાં આવેલા બગવાડા ટોલ નાકા (Bagwada Toll Plaza) પર સરકાર અને NHAI (Illegal Toll tax Collection by NHAI) દ્વારા લૂંટ ચલાવાતી હોવાનો મામલો સામે આવ્યો છે. અહીં વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટર્સ પાસેથી 500 કરોડ રૂપિયા વસૂલવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ માટે ટ્રાન્સપોર્ટ એસોસિએશને વિરોધ પણ નોંધાવ્યો હતો.

NHAI સરકાર સાથે મળીને ટોલટેક્સના નામે કરી રહી છે કરોડોનું કૌભાંડ, ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો આકરો વિરોધ

author img

By

Published : Dec 23, 2022, 4:47 PM IST

સરકાર સજાગ બની ટ્રાન્સપોર્ટરોના કરોડો રૂપિયા બચાવવામાં મદદ કરે

વાપી દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મુદત પૂરી થનારા ટોલ પ્લાઝા પર છેલ્લા 1 વર્ષથી સરકાર અને નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (national highways authority of india) દ્વારા 40 ટકા ટોલ લેવાને બદલે 100 ટકા ટોલટેક્સ લેવામાં આવે છે. આ સાથે જ ટ્રાન્સપોર્ટર્સ અને વાહનચાલકો પાસેથી 500 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવતી હોવાનો આક્ષેપ બગવાડા ટોલનાકા (Bagwada Toll Plaza) પર કરવામાં આવ્યો છે.

ચક્કાજામ કરવા આપી ચીમકી આ અંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે ને સાથે જ બગવાડા ટોલ નાકા પર અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ 21 દિવસમાં 40 ટકા ટોલથી (Toll tax Collection by NHAI) વધુ રકમ વસૂલવામાં આવશે તો ચક્કાજામ સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી આપી છે.

ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો વિરોધ વાપીમાં બગવાડા ટોલ પ્લાઝા (Bagwada Toll Plaza) ખાતે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (All India Motor Transport Congress) નવી દિલ્હી અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન (Vapi Transport Association), અખિલ ભારતીય ટ્રાન્સપોર્ટ એસોસિએશન (All India Transport Association સહિત મહારાષ્ટ્ર, દક્ષિણના રાજ્યના ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો, સભ્યોએ એકત્ર થઈ આવેદનપત્ર આપી ટોલ પ્લાઝા પર વસુલતા ટોલ ટેક્સ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. આમાં ગંભીર આક્ષેપ કરાયા હતા.

ટેક્સ બંધ નહીં થાય તો આંદોલન કરાશે વાપીમાં બગવાડા ટોલ પ્લાઝા (Bagwada Toll Plaza) ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશને આક્ષેપ કર્યા હતા કે, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે ટોલ પ્લાઝાની મુદત પૂરી થઈ ગઈ છે. અને હવે 100 ટકા ટેક્ષમાંથી માત્ર 40 ટકા ટેક્સ જ વસુલવાને બદલે છેલ્લા એક વર્ષથી સરકાર અને નેશનલ હાઇવે આથોરિટી ઓફ ઇન્ડિયા (national highways authority of india) દ્વારા 100 ટકા ટોલટેક્સ લઈ મહિને 500 કરોડ જેટલા પૈસાની લૂંટમાર કરી ટ્રાન્સપોર્ટરો અને અન્ય વાહનચાલકો સાથે ધોખાધડી કરી છે. જે બંધ થાય અને મુદત પૂર્ણ થયેલ 7 જેટલા ટોલ નાકા પર 21 દિવસની અંદર સરકાર 40 ટકા ટોલ લેવાની ફરજ પાડે જો તેમ કરવામાં નહિ આવે તો, ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ટોલ પ્લાઝા (Illegal Toll tax Collection by NHAI) પર ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન, ચક્કાજામ સહિતના કાર્યક્રમો આપશે.

સરકાર સજાગ બની ટ્રાન્સપોર્ટરોના કરોડો રૂપિયા બચાવવામાં મદદ કરે બગવાડા ટોલ પ્લાઝા (Bagwada Toll Plaza) નજીક ભારતના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એકત્ર થઈ યોજેલા પ્રચંડ મોરચા કાર્યક્રમમાં કૉંગ્રેસ પર ટોલ પ્લાઝા ઊભા કરી કરોડોની કમાણી કરવાની દાનત હતી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને અપીલ કરી હતી કે, મોદી સરકાર આ બાબતે સજાગ બની ટ્રાન્સપોર્ટરોના કરોડો રૂપિયા બચાવવામાં મદદરૂપ થાય.

દર મહિને 400 થી 500 કરોડની લૂંટ થઈ રહી છે કાર્યક્રમમાં AIMT દિલ્હી એસોસિએશનની કોર કમિટીના (Core Committee of AIMT Delhi Association) ચેરમેન બાલ મલકિત સિંહે જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (national highways authority of india) અને ભારત સરકારે આ લૂંટ માર કરી છે.

પૂર્વ PM વાજપેયીના કાયદા મુજબ વસૂલાત થાય ટ્રાન્સપોર્ટ એસોસિએશને આ અંગે રજૂઆત કરી છે કે, જે કાયદો બનાવવામાં આવ્યો છે. તે કાયદા હેઠળ ટોલટેક્સ વસૂલવામાં આવે. અમે ફક્ત રજૂઆત કરી રહ્યા છીએ કે, જે ટોલ પ્લાઝાની મુદત પૂરી થઈ ગઈ છે, ત્યાં 100 ટકા ટેક્સ વસૂલવાને બદલે 40 ટકા વસૂલવાની જોગવાઈ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ કરી હતી. તે મુજબ ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલવામાં આવે. અમારી લડાઈ હકની લડાઈ છે. જો તેનો ઉકેલ નહીં આવે તો અમે આગામી દિવસમાં ધરણા વિરોધ પ્રદર્શન કરીશું. હાલમાં દર મહિને 400થી 500 કરોડની લૂંટ થઈ રહી છે.

વડાપ્રધાન મોદી ઇન્કવાયરી બેસાડે અને ન્યાય અપાવે તો જનરલ સેક્ટ્રેટરી સરમુગપ્પાભાઈએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (national highways authority of india) અને સરકારે 15 વર્ષથી ટોલ લેવાની મુદત નક્કી કરી હતી, જે ટોલ પ્લાઝા પર મુદત પૂરી થઈ ચૂકી છે તેવા ટોલ પ્લાઝા પર હજી પણ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. જે સો ટકા ને બદલે 40 ટકા લેવાનું વિધાન છે. આના વિરોધમાં અમે 21 દિવસની મુદત આપતું આવેદનપત્ર સુપરત કર્યું છે.

કરોડોનું કૌભાંડ તેમણે જણાવ્યું હતું કે, ટોલ પ્લાઝા પર કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયું છે. દેશમાં અંદાજિત 640 ટોલ પ્લાઝા છે જેમાંથી 400 જેટલા ટોલ પ્લાઝા મુદત મુજબ બંધ થઈ ચૂક્યા છે. સરકાર તે અંગે યોગ્ય નિર્ણય લે તેમજ સરકારને વર્ષે દહાડે મેન્ટેનન્સ પેટે ટોલ પ્લાઝા પરથી 60 કરોડ રૂપિયા મળે છે. ટોલ પ્લાઝા પરથી 65 લાખ વાહનો દોડી રહ્યા છે. ત્યારે સરકાર જો વન ટાઈમ વન ટોલની નવી નીતિ અપનાવે અને આ જે કૌભાંડ આચરાયું છે તે અંગે વડાપ્રધાન મોદી ઇન્કવાયરી બેસાડે અને ન્યાય અપાવે તેવી માંગ છે.Conclusion:વિરોધ પ્રદર્શન સહિતના જલદ કાર્યક્રમો આપી સરકારને ઘરેશે.

21 દિવસમાં યોગ્ય રજૂઆત કરવા આવેદનપત્ર આપ્યું ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં વાપી નજીકના બગવાડા ટોલ (Bagwada Toll Plaza) પ્લાઝા, સહિત 7 ટોલ પ્લાઝા પર ટેક્સ વસુલાતની મુદત પૂરી થયા બાદ 40 ટકા ટેક્સ વસુલવાનો હતો. તેમ છતાં ટોલ પ્લાઝા પર 100 ટકા ટેક્સ વસુલતો હોય એક ટ્રક પાછળ 3 હજાર રૂપિયા ખર્ચવા પડતા હતા. જે હાલમાં નિયમ મુજબ 1 હજાર થાય એ રીતે ટોલ પ્લાઝા પર એક વર્ષમાં કરોડો રૂપિયા ઉઘરાવી લીધા છે. જેના વિરોધમાં ટ્રાન્સપોર્ટરોએ હાલમાં 21 દિવસમાં યોગ્ય કરવાની રજુઆત કરતું આવેદનપત્ર આપ્યું છે. અને જો તેનો યોગ્ય નિર્ણય નહિ આવે તો, ટોલ પ્લાઝા પર ધરણા, વિરોધ પ્રદર્શન સહિતના જલદ કાર્યક્રમો આપી સરકારને ઘરેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.