વલસાડઃ જિલ્લામાં લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને વતન લઈ જવા વધુ એક ટ્રેન વલસાડ સ્ટેશનેથી બપોરે ત્રણ વાગ્યે રવાના થઈ હતી. વલસાડ જિલ્લામાં GIDCમાં કામ કરતા અનેક શ્રમિકો જે બેરોજગાર અને તેઓની પરિસ્થિતિ ખૂબ દયનિય બની હતી એક તરફ ઘર માલિક ઘરના ભાડા માટે વારંવાર દબાણ કરતા હતા તો બીજી તરફ કંપની સંચાલકો પગાર ન આપી રહ્યા હતા. જેના કારણે ઘરમાં રાશન ખૂટી પડ્યું અને આર્થિક સ્થિતિ દયનિય બનતા અનેક શ્રમિકો પોતાના વતન જવા માટે મન બનાવી રાખ્યું હતું. જેને પગલે શુક્રવારે વલસાડ જિલ્લામાંથી વલસાડ ગુંદલાવથી 400, પારડીથી 617, અને વલસાડ પાલિકાથી 128 મળીને 1200થી વધુ લોકો આજે વલસાડથી જતી જોનપુર ટ્રેનમાં રવાના કરવામાં આવ્યા હતા.
વલસાડથી શ્રમિકોને લઈ ટ્રેન જૌનપુર માટે રવાના - latest news of Valsad
વલસાડ જિલ્લામાંથી શુક્રવારના રોજ વધુ એક ટ્રેન જોનપુર માટે રવાના કરવામાં આવી છે. જેમાં વલસાડના પારડી અને વલસાડ પાલિકા વિસ્તારના અનેક શ્રમિકો બપોરે 3 વાગ્યે વલસાડ સ્ટેશનેથી ઉપડેલી ટ્રેનમાં રવાના થયા હતા. જોકે તે પૂર્વે વલસાડ પાલિકાએ 128 જેટલા રજીસ્ટ્રેશન થયેલ તમામ વતન જનારા લોકોને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં એકઠા કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને નાસ્તો અને ભોજન કરાવ્યા બાદ બસ મારફતે વલસાડ સ્ટેશન ઉપર રવાના કરવામાં આવ્યા હતા.