ETV Bharat / state

કોરોના બાદ તિથલના દરિયા કિનારાની રોનક ફિક્કી પડી... જુઓ વિશેષ અહેવાલ - tithal beach

વલસાડના દક્ષિણે આવેલો તિથલનો દરિયો મુંબઈ અને સુરતના પ્રવાસીઓ માટે વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. હાલ કોવિડ-19ની પરિસ્થતિ વચ્ચે પર્યટકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે દિવાળીના તહેવાર પર લોકો પરિવારજનો સાથે દરિયા કિનારે પ્રકૃતિ અને ઘૂઘવતા સમુદ્ર કિનારે આવી રહ્યા છે.

કોરોના બાદ તિથલના દરિયા કિનારાની રોનક ફિક્કી પડી

author img

By

Published : Nov 15, 2020, 4:55 PM IST

વલસાડ: શહેરથી 7 કિલોમીટર દૂર તિથલ ખાતે આવેલો અરબી સમુદ્રનો દરિયા કિનારો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. દરિયા કિનારે એક તરફ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે. બીજી તરફ દરિયા કિનારે સાઈ બાબાનું મંદિર પણ આવેલું છે. બે ધાર્મિક સ્થળ તિથલ ખાતે આવેલા હોવાથી અનેક લોકો અહીં આવી ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ધન્યતા અનુભવે છે.

પર્યટકોને ધ્યાનમાં રાખી વિશેષ સુવિધાઓ
પર્યટકો માટે અહીં અનેક પ્રકારની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. નાના બાળકો માટે અનેક રાઈડ્સ મુકવામાં આવી છે. અહીં ખાણી પીણીની લારીઓ પણ ઉપલબ્ધ છે. જેથી બહારથી આવનારા પર્યટકો દરિયા કિનારાનો આનંદ લઇ શકે. નજીકમાં જાહેર શૌચાલય પણ બનાવવામાં આવ્યા છે.

કોરોના બાદ તિથલના દરિયા કિનારાની રોનક ફિક્કી પડી
કોરોના મહામારીને પગલે બીચ થયો હતો બંધકોવિડ 19ને પગલે દરેક જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. જેમાં તિથલ બીચનો પણ સમાવેશ થયો હતો. સ્થળ ઉપર પોલીસ પોઇન્ટ મુકવામાં આવ્યા હતા જેથી કોઈ પણ વ્યક્તિ બીચ ઉપર ફરી શકે નહીં. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.અનલોકડાઉન બાદ કોવિડના નિયમોના પાલન સાથે બીચ ખુલ્લો મુકાયોસરકારે નવી ગાઈડલાઈન જાહેર કર્યા બાદ સતત ત્રણ માસ તિથલ બીચ બંધ રહ્યો હતો. અહીં ખાણીપીણીની લારી મૂકી રોજગારી મેળવતા 40થી વધુ પરીવાર 3 માસ બેરોજગાર રહ્યા બાદ બીચ શરૂ થતાં તેઓને ફરીથી રોજગારી મળવાની શરૂ થઈ છે. અહીં આવનારા તમામ પર્યટકોએ માસ્ક પહેરીને જ બીચ ઉપર પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.હોટલ ઇન્ડસ્ટ્રીઝ પર કોવિડ 19નું ગ્રહણ તિથલ બીચની મજા પોતાના પરિવાર સાથે માણવા માટે આવતા મુંબઈ સુરતના સહેલાણીઓ મોટા ભાગે તિથલમાં આવેલી અનેક હોટલોમાં દિવાળી પૂર્વે જ એડવાન્સ બુકીંગ કરતા હતા. પણ આ વખતે કોવિડ 19ને પગલે હાલની પરિસ્થિતિ એવી છે કે હોટલોમાં હજુ સુધી કોઈ બુકિંગ થયુ નથી. તમામ રૂમ ખાલી પડ્યા હોવાનું હોટલના મેનજર જણાવી રહ્યા હતા.

દિવાળીના તહેવારોને પગલે પર્યટકોની સંખ્યા મહદ અંશે વધારો થયો
અનલોકડાઉન બાદ તિથલ બીચ ખુલ્લો મુકાયો હોવાની જાહેરાત થતાની સાથે જ વલસાડ વાસીઓની સાથે સાથે સાંજ ઢળતા જ પર્યટકો પોતાના પરિવાર સ્વજનો સાથે મોઢે માસ્ક બાંધીને દરિયા કિનારે પહોંચતા જોવા મળી રહ્યા છે. સામાન્ય દિવસોમાં દરિયા કિનારે 3000થી વધુ લોકો તહેવારોમાં આવતા હોય છે. પરંતુ કોવિડ બાદ પર્યટકોની સંખ્યામાં મહદઅંશે ઘટાડો જોવા મળી રહ્યો છે.

તહેવારોમાં રોનક ફરી પાછી ફરશે એવી સ્થાનિકોને આશા
દર વર્ષે દિવાળી નૂતન વર્ષ દરમિયાન અનેક પર્યટકો પોતાના પરિવાર સાથે દરિયા કિનારે આવતા હોય છે. કોવિડ બાદ અનલોક અમલમાં મુકવામાં આવ્યું છે છતાં લોકો તહેવારોમાં પરિવાર સાથે આવશે એવી આશા લોકો વ્યક્ત કરી રહ્યા છે અને અગાઉની જેમ તિથલ બીચની રોનક પણ પરત ફરશેનું તેઓ માની રહ્યા છે.

- વલસાડથી તેજસ દેસાઈનો અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.