ETV Bharat / state

વલસાડના બલીઠામાં કોરોનાના 11માંથી 3 કેસ નેગેટિવ, 8 રિપોર્ટ પેન્ડિંગ - કોરોના

જિલ્લાના બલીઠા ખાતે તસેલ અહમદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા 11 લોકોમાંથી ત્રણ લોકોના સેમ્પલ નેગેટિવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જ્યારે હજુ 8 રિપોર્ટ પેન્ડિંગ છે. ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામના મેમણ પરિવારની મહિલા બાળકો સાથે મહારાષ્ટ્રથી ગામમાં પરત ફર્યા બાદ આરોગ્ય વિભાગની તપાસમાં તાવના લક્ષણો દેખાતા તેને વાપીની કોવિડ હોસ્પિટલમાં ખસેડાયો છે. જેને કારણે અફવા બજાર ગરમ થયું હતું.

કોરોના કેસના 11માંથી ત્રણ સેમ્પલ નેગેટિવ

author img

By

Published : May 5, 2020, 1:50 PM IST

વાપી : જિલ્લા નજીકના બલીઠા ખાતે આવેલી ત્રિવેણી સોસાયટીમાં રહેતા તસેલ એહમદ ચૌધરી તેની પત્નીની સારવાર માટે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ગયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું અને તેની અંતિમ ક્રિયા બાદ એક સંબંધીને ત્યાં પાંચ દિવસ રહ્યા બાદ પરત આવી વલસાડ સિવિલમાં સારવાર માટે દાખલ થયો હતો. ત્યાં તેને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર વાપી અને જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

કોરોના કેસના 11માંથી ત્રણ સેમ્પલ નેગેટિવ
બલીઠા ગામને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો હતો અને તેના સંપર્કમાં આવેલા 11 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ લોકોના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જ્યારે આઠ લોકોના સેમ્પલ પેન્ડિંગ છે. જે આગામી દિવસોમાં લેવામાં આવશે. જો કે હાલના સેમ્પલથી વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. તો આ તરફ મહારાષ્ટ્રના જવાર ખાતે પિયર જઇ પરત થયેલા ઉમરગામ તાલુકાની ખતલવાડા ગામની મહિલાનું તાપમાન વધુ જણાતા મહિલાને પરિવાર સહિત જનસેવા કોવિડ-19 હોસ્પિટલ ખાતે દાખલ કરી સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામના બજારમાં અનાજ કરીયાણાનો સ્ટોર ધરાવતા મેમણ પરિવારની વહુ ફરીદાબેન સાહિલ મેમણ બે બાળકો સાથે મહારાષ્ટ્રના જવાર ખાતે પિયર ગઈ હતી અને lockdownમાં ત્યાં જ રહી ગત બુધવારના રોજ ખતલવાડા પરત થયા હતા.દરમિયાનમાં સોમવારે તેને તાવ રહેતા આરોગ્ય વિભાગની ટીમે ફરીદાબેન સાહિલ મેમણને તેના પતિને અને બે બાળકોને વાપીની જનસેવા કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે ખતલવાડા ગ્રામ્ય વિસ્તારમાં અને તાલુકામાં અફવાએ જોર પકડ્યું હતું. જોકે આવી અફવાથી સાવચેત રહેવા આરોગ્ય વિભાગે અને વહીવટી તંત્રે લોકોને અપીલ કરી હતી. મહારાષ્ટ્રમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉમેરો થઈ રહ્યો છે, ત્યારે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મહિલાનો પરિવાર કિરાણાની દુકાન ધરાવતો હોય અને લોકો દુકાન પર ગ્રાહક તરીકે આવ્યા હોવાથી કોરોના હોવાની અફવાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.