- રમેશચંદ્ર વશી શિક્ષક અને CCAના પ્રમુખ હતા
- કોરોના કાળમાં મૃત્યુ પામ્યા હતાં
- પત્નીએ પતિની સ્મૃતિમાં હોસ્પિટલમાં 75 લાખનું દાન આપ્યું
વાપી: વાપી સિનિયર સિટીઝન એસોસિએશનના પ્રમુખનું થોડા મહિના અગાઉ કોરોનાથી મોત થયુ હતું. જેમની ધર્મપત્નીએ પતિની સ્મૃતિમાં વાપી જનસેવા હોસ્પિટલને 75 લાખનું દાન આપ્યું હતું. ટ્રસ્ટીઓએ હોસ્પિટલના મકાનની બી વિંગને રમેશચંદ્ર મણીભાઈ વશીનું નામકરણ કરી હોસ્પિટલની સુવિધામાં વધારો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રમેશચંદ્ર વશી હાઈસ્કૂલમાં વશી સાહેબના હુલામણા નામથી ઓળખાતા હતા. જે ઓળખ એમણે વાપી અને આજુબાજુના ગામોમાં જીવન પર્યંત જાળવી રાખી હતી. શાળામાંથી નિવૃત્તિ બાદ એમણે વાપી નગરપાલિકામાં નગરસેવક તરીકે (1 મુદત માટે) અને ત્યાર બાદ સિનિયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ તરીકે જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવા આપી હતી.