વલસાડઃ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ઉમરગામ તાલુકામાં 14 ઇંચ, કપરાડા તાલુકામાં 3 ઇંચ, વાપી તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.
જિલ્લામાં મોસમનો કુલ વરસાદની વિગત જોઇએ તો ઉમરગામ તાલુકામાં 1134 મી.મી (44 ઇંચ), કપરાડા તાલુકામાં 787 મી.મી (30 ઈંચ), ધરમપુર તાલુકામાં 547 મી.મી (21 ઇંચ), પારડી તાલુકામાં 490 મી.મી (19 ઇંચ), વલસાડ તાલુકામાં 809 મી.મી (31 ઇંચ) અને વાપી તાલુકામાં 708 મી.મી (27 ઇંચ) વરસાદ નોંધાયો છે. જિલ્લામાં તમામ તાલુકાનો મળી મોસમનો કુલ 172 ઇંચ વરસાદ નોંધાયો છેે.
જ્યારે બુધવારના રોજ સવારે 6થી 4 વાગ્યા સુધીમાં ઉમરગામ તાલુકામાં 30 મી.મી, કપરાડા તાલુકામાં 22 મી.મી, ધરમપુર તાલુકામાં 10 મી.મી, પારડી તાલુકામાં 00 મી.મી, વલસાડ તાલુકામાં 9 મી.મી અને વાપી તાલુકામાં 6 મી.મી વરસાદ નોંધાયો છે.
મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં જ્યાં મોસમનો સૌથી વધુ 100થી 150 ઇંચ જેટલો વરસાદ નોંધાય છે. એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં સિઝનના કુલ વરસાદ પર નજર કરીએ તો કપરાડામાં માત્ર 30 ઇંચ અને ધરમપુરમાં 21 ઇંચ સુધી વરસાદ પડ્યો છે, જે ખેડૂતો માટે ખૂબ ચિંતાજનક કહી શકાય.