- એસ. એમ. એસ. એમ હાઈસ્કૂલમાં વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ
- 500 વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ
- તમામ વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સના પ્રમાણ પત્ર આપવામાં આવ્યાં
વલસાડઃ આર્મર માર્શલ આર્ટના સહયોગથી ધરમપુર ખાતે આવેલી એસ. એમ. એસ. એમ. હાઈસ્કૂલમાં 50થી વધુ વિદ્યાર્થિનીઓને 15 દિવસની ટ્રેનિંગ બાદ માર્શલ આર્ટના વિવિધ દાવેપેચનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં તેઓ કેવી રીતે સ્વંય પોતાની સુરક્ષા કરી શકે અને અન્યનો પણ જીવ બચાવી શકે તે શીખાડવામાં આવ્યું હતું. આ તાલીમ પૂર્ણ થતા ધરમપુરના PSI એ. કે. દેસાઈની હાજરીમાં તમામ વિદ્યાર્થિનીઓને પ્રમાણ પત્રક આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં કરાટે કોચ દ્વારા 4,000 બાળાઓને કરાટેની તાલીમ આપવાનું આયોજન
વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપીને સક્ષમ કરવામાં આવી
સામાન્ય રીતે સ્કૂલ, કોલેજમાં જતી વિદ્યાર્થિનીઓની છેડતીના વધતા જતા કિસ્સાને રોકવા માટે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપીને સક્ષમ કરવામાં આવી હતી. જેથી આવતા જતા માર્ગમાં જો કોઈ અસામાજિક તત્વ છેડતી કરે કે અન્ય રીતે હેરાન કરે તો તેવા સમયે યુવતી આવા તત્વને પાઠ ભણાવી શકે. આમ વલસાડ જિલ્લાના દરેક તાલુકામાં આવેલી સ્કૂલોમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી વિદ્યાર્થિનીઓને સ્વંયની સુરક્ષા માટે સક્ષમ કરવામાં આવી હતી. જેમાં અનેક યુવતીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.