ETV Bharat / state

વાપીમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો - બેરોજગાર યુવાનો

વાપીઃ વાપીમાં છીરી વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત કુરિયર ડિલિવરી એક્ઝિક્યુટિવ, CRM ડોમેસ્ટિક વોઈસ, સેલ્સ એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ મેળવનાર 360 વિદ્યાર્થીઓએ પરીક્ષાના 45 દિવસ બાદ પણ સર્ટિફિકેટ નહીં મળતા અને સેન્ટર બંધ થવાનું હોવાની વાતને લઈને હોબાળો મચાવ્યો હતો. સ્કિલ ઇન્ડિયા હેઠળ ચાલતા આ સેન્ટરમાં મોટાપાયે ગેરરીતી થતી હોવાના આક્ષેપ પણ વિદ્યાર્થીઓએ કર્યા હતાં.

pmkvy
author img

By

Published : Aug 29, 2019, 10:50 AM IST

દેશના શિક્ષિત બેરોજગાર યુવાનોને યોગ્ય તાલીમ આપી તેમનામાં રહેલી કુશળતાને બહાર લાવી રોજગારી પુરી પાડવા માટે દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) શરૂ કરવામાં આવી છે. આ યોજના નેશનલ સ્કિલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દિલ્હી હેઠળ સમગ્ર દેશમાં વિવિધ એજન્સી સાથેના કરાર આધારિત ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મૂળ ગુરગાંવમાં હેડઓફિસ ધરાવતી સુરતની AITMC ventures નામની એજન્સી દ્વારા વાપીમાં શરૂ કરવામાં આવેલ સ્કિલ ઇન્ડિયા સેન્ટરના 360 વિદ્યાર્થીઓએ વાપીના છીરી સ્થિત સેન્ટર ખાતે સર્ટિફિકેટ અને સેન્ટર બંધ થવાના મામલે હોબાળો મચાવ્યો હતો.

વાપીમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો
આ અંગે અહીં ટ્રેનિંગ માટે આવતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સેન્ટરમાં તેઓ કુરિયર ડિલિવરી એક્ઝિક્યુટિવ, CRM ડોમેસ્ટિક વોઈસ, સેલ્સ એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ મેળવવા આવતા હતાં અને ત્યાર બાદ ટ્રેનિંગ મેળવી ઓનલાઈન પરીક્ષા પાસ કરી હોવા છતાં નિયમ મુજબ 45 દિવસ પછી જે સર્ટિફિકેટ મળવું જોઈએ તે મળ્યું નથી અને બીજા 60 દિવસ રાહ જોવી પડી છે. આજે સેન્ટર પર બધા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા અને ત્યારે જાણવા મળ્યું કે સેન્ટર બંધ થાય છે. જો સેન્ટર બંધ થઈ જશે તો અમે અહીં 3 થી પાંચ મહિના જે ટ્રેનિંગ લીધી છે. તેનું શું થશે? માતાપિતાને શું જવાબ આપીશું તે ડરથી ટ્રેનર્સ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. હાલ તો ટ્રેનર્સે આશ્વાસન આપ્યું છે કે આગામી દિવસોમાં સર્ટિફિકેટ મળી જશે. પરંતુ ડર છે કે સરકારની ગમે ત્યારે બદલતી નીતિ મુજબ અમારો સમય વેડફાઈ ચુક્યો છે.જો કે ટ્રેનર્સની આ વાત ગળે ઉતરે તેવી નથી. કેમ કે સેન્ટરના રજીસ્ટરમાં 360 વિદ્યાર્થીઓને બદલે 720 વિદ્યાર્થીઓ રજીસ્ટર છે. તે ઉપરાંત દરેક વિદ્યાર્થીઓને ટ્રેનિંગ દરમિયાન આપવામાં આવતા પુસ્તકો, PMKVYના ટી-શર્ટ, ટોપીની સામગ્રીમાંથી એકપણ સામગ્રી આપવામાં આવી નથી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અહીંના ટ્રેનર્સનો પગાર પણ અટકેલો પડ્યો છે. જેના કારણે 5 જેટલા ટ્રેનર્સ એક જ ટ્રેનિંગ બેચમાં નોકરી છોડીને જતા રહ્યા છે. જે જોતા આ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના ઓથા હેઠળ એજન્સી બધું જ ધુપ્પલ ચલાવી વિદ્યર્થીઓની જિંદગી સાથે રમત રમી રહી છે

દિલ્હીના NSDC દ્વારા વિવિધ એજન્સી નીમી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ આ પ્રકારના ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ યોજનામાં 17 વર્ષથી 35 વર્ષના શિક્ષિત બેરોજગાર યુવાનોને વિવિધ ટ્રેનિંગ આપી રોજગારી આપવાનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રીએ કર્યો છે. જે હાલ કેટલીક લેભાગુ એજન્સીઓની મેલી મુરાદમાં વિસરાઈ રહ્યો છે.

Intro:Story approved by vihar sir......
વાપી :- વાપીમાં છીરી વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં કુરિયર ડિલિવરી એક્ઝિક્યુટિવ, CRM ડોમેસ્ટિક વોઈસ, સેલ્સ એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ મેળવનાર 360 વિદ્યાર્થીઓએ પરીક્ષાના 45 દિવસ બાદ પણ સર્ટિફિકેટ નહીં મળતા અને સેન્ટર બંધ થવાનું હોવાની વાતને લઈને હોબાળો મચાવ્યો હતો. સ્કિલ ઇન્ડિયા હેઠળ ચાલતા આ સેન્ટરમાં મોટાપાયે ગોબચારી આચરાતી હોવાનો આક્ષેપ પણ વિદ્યાર્થીઓએ કર્યો હતો.

Body:દેશના શિક્ષિત બેરોજગાર યુવાનોને યોગ્ય તાલીમ આપી તેમનામાં રહેલી કુશળતાને બહાર લાવી રોજગારી પુરી પાડવા માટે દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) શરૂ કરવામાં આવી છે. આ યોજના નેશનલ સ્કિલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દિલ્હી હેઠળ સમગ્ર દેશમાં વિવિધ એજન્સી સાથેના કરાર આધારિત ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મૂળ ગુરગાંવમાં હેડઓફિસ ધરાવતી સુરતની AITMC ventures નામની એજન્સી દ્વારા વાપીમાં શરૂ કરવામાં આવેલ સ્કિલ ઇન્ડિયા સેન્ટરના 360 વિદ્યાર્થીઓએ વાપીના છીરી સ્થિત સેન્ટર ખાતે સર્ટિફિકેટ અને સેન્ટર બંધ થવાના મામલે હોબાળો મચાવ્યો હતો.

આ અંગે અહીં ટ્રેનિંગ માટે આવતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સેન્ટરમાં તેઓ કુરિયર ડિલિવરી એક્ઝિક્યુટિવ, CRM ડોમેસ્ટિક વોઈસ, સેલ્સ એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ મેળવવા આવતા હતાં. અને એ બાદ ટ્રેનિંગ મેળવી ઓનલાઈન પરીક્ષા પાસ કરી હોવા છતાં નિયમ મુજબ 45 દિવસ પછી જે સર્ટિફિકેટ મળવું જોઈએ તે મળ્યું નથી. અને બીજા 60 દિવસ રાહ જોવી પડી છે. 

આજે સેન્ટર પર બધા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવેલા અને ત્યારે જાણવા મળ્યું કે સેન્ટર બંધ થાય છે. જો સેન્ટર બંધ થઈ જશે તો અમે અહીં 3 થી પાંચ મહિના જે ટ્રેનિંગ લીધી છે. તેનું શું થશે? માતાપિતાને શુ જવાબ આપીશું એ ડર થી ટ્રેનર્સ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. હાલ તો અમને ટ્રેનર્સે આશ્વાસન આપ્યું છે કે આગામી દિવસોમાં સર્ટિફિકેટ મળી જશે. પરંતુ અમને ડર છે કે સરકારની ગમે ત્યારે બદલતી નીતિ મુજબ અમારો સમય વેડફાઈ ચુક્યો છે.

 તો, સેન્ટરના ટ્રેનર્સ સૂરજ સુથારે જણાવ્યું હતું કે આ માત્ર અફવા છે. સેન્ટર બંધ નથી થવાનું અમે અહીં 360 વિદ્યાર્થીઓને જે 3 કોર્ષની ટ્રેનિંગ આપી છે. તેના સર્ટિફિકેટ્સ ચોક્કસ આપીશું પણ આ સેન્ટર ડિસેમ્બર 2018માં શરૂ કર્યા બાદ પૂરતા વિદ્યાર્થીઓના અભાવે પહેલી બેચ ભરાઈ નહોતી હવે ભરાઈ છે. અને પહેલી બેચનું રિઝલ્ટ હોય સમગ્ર પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. 

જો કે ટ્રેનર્સની આ વાત ગળે ઉતરે તેવી નથી. કેમ કે સેન્ટરના રજીસ્ટરમાં 360 વિદ્યાર્થીઓને બદલે 720 વિદ્યાર્થીઓ રજીસ્ટર છે. એ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓને ટ્રેનિંગ દરમ્યાન આપવામાં આવતા પુસ્તકો, PMKVY ના ટી-શર્ટ, ટોપીની સામગ્રી માંથી એકપણ સામગ્રી આપવામાં આવી નથી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અહીંના ટ્રેનર્સનો પગાર પણ અટકેલો પડ્યો છે. જેના કારણે 5 જેટલા ટ્રેનર્સ એક જ ટ્રેનિંગ બેચમાં નોકરી છોડીને જતા રહ્યા છે. જે જોતા આ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના ઓથા હેઠળ એજન્સી બધું જ ધુપ્પલ ચલાવી વિદ્યર્થીઓની જિંદગી સાથે રમત રમી રહી છે. 

Conclusion:ઉલ્લેખનીય છે કે દિલ્હીના NSDC દ્વારા વિવિધ એજન્સી નીમી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ આ પ્રકારના ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ યોજનામાં 17 વર્ષથી 35 વર્ષના શિક્ષિત બેરોજગાર યુવાનોને વિવિધ ટ્રેનિંગ આપી રોજગારી આપવાનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રીએ કર્યો છે. જે હાલ કેટલીક લેભાગુ એજન્સીઓની મેલી મુરાદમાં વિસરાઈ રહ્યો છે.

Bite :- પ્રીતેશ દુબે, ટ્રેનિંગ મેળવનાર વિદ્યાર્થી

Bite :- સુરજ સુથાર, ટ્રેનર્સ, AITMC VENTURES, 

Story approved by vihar sir......

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.