ETV Bharat / state

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં, સમગ્ર વલસાડ જિલ્લામાં વરુણદેવની મેઘમહેર - valsad rain update

વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોમાસાની શરૂઆતમાં દુષ્કાળના એંધાણ દૂર થયા હતા. વલસાડ જિલ્લામાં સરેરાશ સિઝનનો 99 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સંઘપ્રદેશમાં સિઝનના કુલ વરસાદ સામે 17 ટકા જેટલો વધુ વરસાદ વરસ્યો હોવાથી ધરતીપુત્રોમાં ખુશીની હેલી છવાઈ છે. ગુજરાતી ગીત ‘વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં’ની માફક ચારેકોર નદી નાળા છલકાયા છે.

heavy rain in gujarat
સમગ્ર વલસાડ જિલ્લામાં વરુણદેવની મેઘમહેર
author img

By

Published : Aug 30, 2020, 6:38 PM IST

વાપી : વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરુણદેવની મહેર યથાવત જોવા મળી રહી છે. જેના કારણે જિલ્લાના ખેડૂતોમાં વ્યાપેલી દુષ્કાળની દહેશતને દૂર થઇ છે. વલસાડ જિલ્લામાં 30 ઓગસ્ટ સુધીમાં 1776 MM વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં 30મી ઓગસ્ટના સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ઉમરગામમાં 38 MM, કપરાડામાં 82 MM, ધરમપુરમાં 94 MM, પારડીમાં 41 MM, વલસાડમાં 83 MM અને વાપીમાં 46 MM વરસાદ નોંધાયા બાદ હજુ પણ સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

heavy rain in gujarat
સમગ્ર વલસાડ જિલ્લામાં વરુણદેવની મેઘમહેર
આ જ રીતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ અત્યાર સુધીના કુલ વરસાદ સામે 17 ટકા વધુ વરસાદ નોંધાયો છે. દાદરા નગર હવેલીમાં સરેરાશ 1789.8 MM વરસાદ સામે 30 ઓગસ્ટ સુધીમાં 2090.8 MM વરસાદ વરસી ચૂક્યો છે. દમણમાં 1547 MM વરસાદ નોંધાયો છે.
heavy rain in gujarat
નદીનાળા છલકાયા
વલસાડ જિલ્લામાં અત્યાર સુધી વરસેલા વરસાદી આંકડા તાલુકા મુજબ જોઇએ તો,
  • ઉમરગામ - 81 ઇંચ
  • કપરાડા - 73 ઇંચ
  • ધરમપુર - 67 ઇંચ
  • પારડી - 57 ઇંચ
  • વલસાડ - 76 ઇંચ
  • વાપી - 63 ઇંચ

    વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સતત મેઘમહેરથી તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. મધુબન ડેમમાં પણ 26,098 ક્યૂસેક પાણીની નવી આવક થઈ રહી છે. જેના કારણે જળસપાટી 75.95 મીટરે સ્થિર રાખવા ડેમના 4 દરવાજા 1.30 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. જેના દ્વારા 25,813 ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
    સમગ્ર વલસાડ જિલ્લામાં વરુણદેવની મેઘમહેર

તમને જણાવી દઇએ કે, ભારે વરસાદના કારણે જિલ્લાના રોડ-રસ્તાઓ ધોવાયા છે. પરિણામે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ વલસાડ જિલ્લામાં માર્ગો વરસાદી પાણીમાં ધોવાઈ જતા વાહન ચાલકોને હાલાકી

  • વલસાડ જિલ્લામાં ચોમાસુ શરૂ થતાંની સાથે જ જાણે વિવિધ માર્ગો વરસાદી પાણીમાં ધોવાઈ જાય છે, અને કોન્ટ્રકટર દ્વારા કરવામાં આવેલી નિષ્ઠા પૂર્વકની કામગીરીની ચાડી ખાય છે. વલસાડ પાલિકા વિસ્તારમાં ઉનાળામાં ગટર લાઇન નાખવાને કારણે કેટલાક વોર્ડમાં રોડની માઠી હાલત બની છે. તો RNBમાં આવતા સ્ટેટ હાઇવે રોડ ઉપર પણ અનેક ઠેકાણે ખાડા પડી જતા વાહનો ધીમી ગતિએ ચાલતા ટ્રાફિક જામની સમસ્યા ઉદ્દભવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.