વલસાડ: અરબી સમુદ્રમાં સક્રિય થયેલું નિસર્ગ વાવાઝોડું ધીરે-ધીરે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર ખૂબ સતર્ક બન્યું છે અને વલસાડ જિલ્લાના દરિયાકાંઠે આવેલા અનેક ગામોમાં રહેતા ત્રણ કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારના કાચા ઘરોમાં રહેનારા લોકોને શેલ્ટર હોમમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
વલસાડ તાલુકાના જગલાલામાંથી 202 લોકો, માગોદ ડુંગરીથી 200, સુરવાડા 95, ભાગલ 169, દાંતી 490, તિથલ 62, કોસંબા 62 અને દાંડી માંથી 50 લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મંગળવારે વલસાડના હિંગળાજ ખાતે આવેલા વેકરિયા નજીકના 40 ઘરોમાં રહેતા લોકોને નાયબ મામલતદાર પ્રજ્ઞેશભાઈ, PSI કિરણ પાટીલ અને સરપંચ સમજાવતા જોવા મળ્યા હતા.