ETV Bharat / state

ધરમપુરની પાર નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ, અનેક ગામના લોકો મુશ્કેલીમાં મૂકાયા - નદી પરના પુલ પાણીમાં ગરકાવ થતા વાહનચાલકોની મુશ્કેલી

વલસાડના ધરમપુર તાલુકામાં અનેક એવા ગામો આવેલા છે, ત્યાં રહેતા લોકોને ચોમાસાના ચાર માસ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ચાર માસ દરમિયાન સ્થાનિક લોકોએ ઘણીવખત નદીમાં ઉતરીને જીવના જોખમે પસાર થવું પડે છે.

low level birdge in valsad
ધરમપુરની પાર નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ
author img

By

Published : Aug 20, 2020, 4:47 PM IST

  • સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં ભારે વરસાદ
  • ધરમપુરની પાર નદી પરનો પુલ પાણીમાં ગરકાવ
  • દર ચોમાસાની ઋતુમાં ગ્રામજનોનો એક જ પ્રશ્ન આજદિન સુધી યથાવત
  • ધરમપુર તાલુકાના અનેક ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયાં
  • તંત્રમાં અનેક રજૂઆતો છતા આજદિન સુધી કોઇ પગલા લેવાયા નહીં

વલસાડઃ સમગ્ર રાજ્ય સહિત જિલ્લાના ધરમપુર તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો છે. ધરમપુર તાલુકાના એવા ઘણા ગામ છે, ત્યાંના લોકોને ચોમાસાની ઋતુ દરમિયાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જિલ્લામાં નીચાણવાળા પૂલ પર વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકોને જીવના જોખમે પસાર થવું પડતું હોય છે. તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આવા નીચાણવાળા બ્રિજને ઊંચો બનાવવા માટે આજદિન સુધી કોઈપણ કામગીરી ન કરતાં પરિસ્થિતિ ચોમાસા દરમિયાન ગંભીર બને છે.

low level birdge in valsad
પાર નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ

ધરમપુર તાલુકાના ધામણી અને કુંડા ગામ વચ્ચેથી વહેતી પાર નદી પર બનેલો નીચાણવાળો બ્રિજ દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદ આવતા જ ડૂબી જતો હોય છે. જેના કારણે ૨૦થી ૨૫ જેટલા ગામના લોકોને આવન-જાવન માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલ છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને પગલે સતત ત્રણ દિવસથી આ પૂલ પાણીમાં ગરકાવ થયો છે.

પાર નદી પર બનેલો નીચાણવાળો બ્રિજ કમ કોઝવે પર સામાન્ય વરસાદમાં જ પાણી ફરી વળે છે. જેના કારણે સામે પાર આવેલા ધામણી, મેણઘા, તામછડી, નંદગાવ, વેરી ભવાડા જેવા ગામના લોકોને કુંડા તરફ આવી શકાતું નથી, તો કુંડા તરફ આવેલા નળીમધની, કુંડા, આરણાઈ, ઓઝરડા, મોટી વહિયાળ અને ખરેડી જેવા ગામોના લોકોને 40 કિલોમીટર ચકરાવો કાપીને ફરીને જવું પડે છે. આ ગામના તમામ લોકો દ્વારા વારંવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેમ છતાં પણ તમામ રજૂઆતોને કોઇ સાંભળનાર વ્યક્તિ મળ્યું નથી.

ધરમપુરની પાર નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ

સતત વરસી રહેલા વરસાદને કારણે આ માર્ગનો ઉપયોગ હાલ સદંતર લોકોએ બંધ કરી દીધો છે અને લોકો 40 કિલોમીટરનું અંતર કાપી પોતાના ગંતવ્ય સ્થાને જઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.