ETV Bharat / state

વલસાડ: ફ્રેઈટ કોરિડોરની કામગીરીનું D.R.Mએ નિરીક્ષણ કર્યું, અનેક રજૂઆત કરાઇ - પશ્ચિમ રેલવે

પશ્ચિમ રેલવે દ્વારા ચાલી રહેલા ફ્રેઇટ કોરિડોર અંગે વલસાડ રેલવેની મુલાકાતે મુંબઈ ડિવિઝનના ડીઆરએમની ટીમ આવી પહોંચી હતી. જેમાં વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ અને શાસક પક્ષ નેતા દ્વારા જાગૃત નાગરિક, સભ્યોએ રેલવેની હદમાં પપિંગ સ્ટેશન, રેલવે ક્રોસિંગ રેમેસ વોટર સપ્લાય, પાલિકાનો બાકી નીકળતો ટેક્સ તેમજ છીપવાડ રેલવે બ્રિજને નીચો કરવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી.

VALSDA
ફ્રેઈટ
author img

By

Published : Mar 19, 2020, 8:43 AM IST

વલસાડઃ શહેરના રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવે દ્વારા ફ્રેઈટ કોરિડોરની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અંગે રેલવે પશ્ચિમ રેલવેના વિભાગના મુંબઈના ડિવિઝનલ રેલવે મેનેજર સત્યેન્દ્ર કુમાર વલસાડ રેલવે સ્ટેશન વિસ્તારમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા. જે દરમિયાન વલસાડ નગરપાલિકા ટીમ, માજી પાલિકા પ્રમુખ અને શાસક પક્ષ નેતા સોનલબેન સોલંકીએ રેલવેના ડીઆરએમને રેલ્વેની હદમાં આવતી પમ્પિંગ સ્ટેશનની પરવાનગી સાથે રેલવે ક્રોસ લાઈન, ડ્રેનેજ વોટર સપ્લાય તેમજ વલસાડ નગરપાલિકાનો બાકી નિકળતા સર્વિસ ટેક્સના હિસ્સા અંગેની રજૂઆત કરવામાં હતી.

મુંબઈ ડિવિઝનની ડીઆરએમ ટીમ વલસાડ રેલવે સ્ટેશન પહોંચી

રેલવે કમિટીના માજી સભ્ય અને શહેરના જાગૃત નાગરિક કૈલાશનાથ પાંડેએ ડીઆરએમને વલસાડના છીપવાડ રેલવે ગરનાળા અંગે રજૂઆત કરી કે, વલસાડ-ખેરગામના મુખ્ય રસ્તા પરથી દરરોજ આશરે 15,000 જેટલા વાહનોની અવરજવર થતી હોય છે. રેલવે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા છીપવાડ રેલવે ગરનાળું નંબર 330 વચ્ચે ટેકરો રાખવામાં આવ્યો હોવાથી જેના કારણે વાહનચાલકો અને ખાસ કરીને વરસાદી પાણીનો ભરાવો થવાની શક્યતા હોય છે. જેથી આ બ્રિજ પાસેનો ટેકરો નીચો કરવાથી વાહન ચાલકો અને વરસાદી પાણીની સમસ્યા હલ થઇ શકે તેમ છે.વધુમાં જણાવ્યું હતું કે, વલસાડ નગરપાલિકા દ્વારા રેલવેની મિલકતોમાં ડ્રેનેજ વેરા, રેલવે કોલોની, સહિત રેલવે પાસેથી ઘણા સમયથી વેરો વસૂલાત કરવાની બાકી હોવાથી પાલિકાએ અનેકવાર બાકી નિકળતી રકમ આ અંગે વારંવાર નોટિસ અને મૌખિક રજૂઆતો મુંબઇ ડિવીઝનમાં રૂબરૂ રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી વેરો જમા કરવામાં નહીં આવ્યો નથી. આ અંગેની દરખાસ્ત પાલિકા સભ્ય જાકીર પઠાણીએ કરી હતી અને પાલિકા સભ્ય નિતેશ વશીએ તેમને ટેકો આપ્યો હતો.

મુંબઈ રેલવેના ડીઆરએમને વલસાડ નગરપાલિકા માજી પ્રમુખ અને શાસક પક્ષ નેતા સોનલબેન સોલંકી, શહેર ભાજપ પ્રમુખ કંદર્પ દેસાઈ, પાલિકાની એન્જિનિયર હિતેશ પટેલ, પાલિકાના હાઉસ ટેક્સ સુપ્રિટેન્ડન્ટ રમણભાઈ રાઠોડે મૌખિક અને લેખિત રજૂઆતો કરી હતી. જેને ડીઆરએમએ સાંભળ્યા બાદ નિવારણ કરવાની ખાતરી આપી હતી. ડીઆરએમ વલસાડ રેલવે સ્ટેશનની મુલાકાતે આવતા સ્ટેશન માસ્તર સહિત રેલવેના અધિકારીઓ દોડતા થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.