ETV Bharat / state

ઇન્ટિરિયર ડિઝાઇનરે ઘરમાં જ બનાવ્યું ગાંધી મ્યુઝિયમ - Gandhi Museum at home

ગાંધીજી દ્વારા પરોપકારની વૃત્તિ અને અન્ય માટે સત્ય અને અહિંસાની રાહે પોતાનું જીવન સમર્પિત કરી દેવું એ જ એમના જીવનમાં જ ઉદ્દેશ ઝળકે છે, ત્યારે મહાત્મા ગાંધીજીનો ગુરૂવારે નિર્વાણ દિવસ છે. એમની દરેક વાતો અને સિદ્ધાંતો આજે પણ એટલા જ સચોટ અને સાચા છે. ત્યારે વર્તમાન સમયમાં ગાંધીવિચારોની ખૂબ જરૂરિયાત છે. આવા સમયે વલસાડના એક ઇન્ટિરિયર ડિઝાઇનર પોતાના ઘરને ગાંધી મ્યુઝિયમમાં તબદીલ કર્યું છે. ગત 30 વર્ષ કરતાં વધુ સમયથી તેમને ગાંધીજી સાથે જોડાયેલી અનેક દુર્લભ ચીજ વસ્તુઓની લાવી પોતાના ઘરમાં મૂકી એક આખું મ્યુઝિયમ તૈયાર કર્યું છે.

ગાંધી મ્યુઝિયમ
ગાંધી મ્યુઝિયમ
author img

By

Published : Jan 30, 2021, 3:31 PM IST

  • ગાંધીજીથી પ્રભાવિત થયેલા ઇન્ટિરિયર ડિઝાઇનરે ઘરને બનાવ્યું મ્યુઝિયમ
  • પોતાના બંગલાને ગાંધીજીની દુર્લભ ચીજવસ્તુઓ સાથે સાંકળી ઘરમાં મ્યુઝિયમ બનાવ્યું
  • વિશ્વના વિવિધ દેશો દ્વારા ગાંધીજી માટે બનાવવામાં આવેલી અનેક સ્ટેમ્પ ટિકિટ પણ અહીં જોવા મળે છે

વલસાડ : શહેરમાં ઇન્ટિરિયર ડિઝાઈનર તરીકે જાણીતા ધનસુખ મિસ્ત્રી છેલ્લા 29 વર્ષથી અનેક ડિઝાઈનો બનાવવાની સાથે સાથે તેમને ચીજો એકત્ર કરવાનો શોખ હતો. એમાં વળી એમને ગાંધીજી સાથેની કેટલીક ચીજો મળીને એમના વિશેના કેટલાક પુસ્તકોનું વાંચન કર્યા બાદ, એમને મહાત્મા ગાંધીના વિચારો અને મૂલ્યોનું ધેલું લાગ્યું હતું. જે બાદ એમને ગાંધીજી સાથે જોડાયેલી ચીજો એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ આજે એમની પાસે ગાંધીજીને લગતી અનેક ચીજો એકત્ર કરી છે. લાકડી, ચરખો, ટોપી, સિક્કા ઇન્ક પેન ઘડિયાળ, સહિત અનેક એવી દુર્લભ ચીજો એમના પાસે ઉપલબ્ધ છે. એટલું જ નહીં એમને પોતાના ઘરને જ ગાંધી મ્યુઝિયમમાં તબદીલ કરી દીધું છે.

ઇન્ટિરિયર ડિઝાઇનરે ઘરમાં જ બનાવ્યું ગાંધી મ્યુઝિયમ

વલસાડના રઘુ સરિતા બંગલો બન્યો ગાંધી મ્યુઝિયમ

ધનસુખ મિસ્ત્રીએ એકત્ર કરેલા ફોટો સહિત અનેક ચીજોનો ખજાનો એક જગ્યાએ રાખવો મુશ્કેલ હોવાથી એમને પોતાના બંગલાના એક આખા માળના ચાર રૂમને ગાંધી મ્યુઝિયમમાં તબદીલ કઈ દીધા છે. એમની પાસે અનેક દુર્લભ ચીજો છે.

Gandhi Museum

ધનસુખના મ્યુઝિયમમાં અનેક દુર્લભ ચીજો

ધનસુખભાઈએ એકત્ર કરેલી ચીજોમાં સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી મહાત્મા ગાંધીજીની વિવિધ ટપાલ ટિકિટ્સ, ગાંધીજી સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓની તે સમયની તસવીરો, ગાંધીજી તંત્રી હતા, તે સમયના નવજીવ ન્યૂઝ પેપરો, ચરખો, તક્તિ, રેઝર, ટોપી, લાકડી, ચપ્પલ સહિતની વસ્તુને લોકો સ્પર્શ કરીને નિહાળી શકે છે.

Gandhi Museum
પોતાના બંગલાને ગાંધીજીની દુર્લભ ચીજવસ્તુઓ સાથે સાંકળી ઘરમાં મ્યુઝિયમ બનાવ્યું

મુખ્યપ્રધાન અને વડાપ્રધાન સમક્ષ ETV BHARATના માધ્યમથી કરી અરજ

ધનસુખભાઈ મિસ્ત્રીએ ETV BHARATના માધ્યમથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અરજ કરી છે કે, એમનું આ મ્યુઝિયમ સમગ્ર દુનિયા જોઈ શકે એ માટે એમને કેવડિયા કોલોની ખાતે મ્યુઝિયમ લગાવવા માટે ભલામણ કરી આપે. જેથી ત્યાં આવનારા દરેક વ્યક્તિ ગાંધી વિચારો અને મૂલ્યો જોઈ અને જાણી શકે છે.

Gandhi Museum
બંગલાના એક આખા માળના ચાર રૂમને ગાંધી મ્યુઝિયમમાં તબદીલ કઈ દીધા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.