ETV Bharat / state

વલસાડની ચણવાઈ બેઠક ઉપર ટિકીટ નહીં મળતા પૂર્વ તાલુકા ઉપ પ્રમુખે મુંડન કરી વિરોધ નોંધાવ્યો - Shaved protests against not getting tickets

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ-તેમ અનેક ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈ રહ્યા છે, ત્યારે વલસાડ તાલુકા પંચાયતની વલસાડની ચણવાઈ બેઠક ઉપર ટિકીટ નહીં મળતા પૂર્વ તાલુકા ઉપ પ્રમુખે મુંડન કરી વિરોધ નોંધાવ્યો બેઠક ઉપર ભાજપ તરફથી ટિકિટ લેવા માટે 6 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તેના વફાદાર અને 35 વર્ષથી કામ કરતા કાર્યકરને ટિકિટ નહીં આપી અન્યને ટીકીટ આપતા નારાજ થયેલા તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને માજી સરપંચ ગણપત પટેલે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે, તેમણે માથે મુંડન કરાવીને આ સમગ્ર બાબતનો વિરોધ કર્યો છે. સાથે સાથે વલસાડના ધારાસભ્ય સામે પણ તેમણે આક્ષેપો કર્યા છે કે તેમના કારણે જ તેમની ટિકિટ કપાઈ છે.

વલસાડની ચણવાઈ બેઠક ઉપર ટિકીટ નહીં મળતા માજી તાલુકા ઉપ પ્રમુખે મુંડન કરી વિરોધ નોંધાવ્યો

author img

By

Published : Feb 11, 2021, 7:55 PM IST

Updated : Feb 11, 2021, 8:55 PM IST

  • ટિકિટ નહીં મળતા મુંડન કરી અનોખો વિરોધ
  • ગણપત પટેલને ટિકિટ નહીં મળતા મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો
  • વલસાડ તાલુકા પંચાયતની બેઠક ઉપર 6 લોકોએ ભાજપ તરફથી ઉમેદવારી કરવા માટે ટિકિટ માગી હતી

વલસાડઃ વલસાડ તાલુકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સરપંચ રહી ચૂકેલા ગણપત પટેલે આ વખતે તાલુકા પંચાયતની બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે મૂડ બનાવી લીધો હતો. જોકે તેમની સાથે અન્ય 6 જેટલા લોકો પણ ભાજપ તરફથી ઉમેદવારી કરવા માટે ઇચ્છુક હતા. ત્યારે તેમના સેન્સ લેવાયા બાદ આ 6 પૈકી માત્ર એકને ટિકિટ આપવામાં આવતા નારાજ થયેલા પાર્ટીના વફાદાર એવા સૌથી જૂના કાર્યકરોમાં ગર્ભિત રીતે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગણપત પટેલે પોતાનું રોષ અલગ રીતે વ્યક્ત કરી તેમના માથાના તમામ વાળ ઉતારી મુંડન કરી વિરોધ નોંધાવ્યો છે,

છેલ્લા 35 વર્ષથી સતત વફાદાર રહીને કામગીરી કરી

વલસાડ તાલુકાના ચણવઈ, બીનવાડા અને રાબડા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી માટે છેલ્લા 35 વર્ષથી સતત વફાદાર રહીને કામગીરી કરી રહેલા તાલુકાના પૂર્વ પ્રમુખ ગણપત પટેલે ટિકિટ નહીં મળતાં ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના કેટલાક સ્થાનિક હોદ્દેદારોને કારણે જાણીતા લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે, જેના કારણે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને તેની અસર જોવા મળશે. તેઓએ માથે મુંડન કરાવીને અનોખો વિરોધ કર્યો છે. ETV ભારતની ટીમે તેમની મુલાકાત લીધી હતી, ત્યારે ગણપત પટેલે કહ્યું કે, તેઓ ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા વફાદાર રહ્યા છે અને રહેશે પરંતુ સ્થાનિક કેટલાક લોકોએ તેમને ટિકિટ આપવા માટે જીદ પકડી હતી અને જેના કારણ રૂપ મારી ટિકિટ કપાઈ ગઈ હોવાનું મને લાગી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ કારણે તેમણે વિરોધ દર્શાવવા માથે મુંડન કરાવ્યું છે.

આ બેઠક પર કુલ 8800 મતદારો

વલસાડ તાલુકા પંચાયતની ચણવાઈ બેઠક ઉપર 6 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ટિકિટ લેવા માટે ભાજપ તરફથી ઇચ્છુક હતા. આ ઉમેદવારોમાં ગણપત પટેલ, વિપુલ રતિલાલ ભાઈ પટેલ, કાંતિ નાનુભાઈ, રાજુ નાગરભાઈ, દિવ્યેશ પટેલ, અમિત રામુભાઇ પટેલ છે. વલસાડ તાલુકા પંચાયતની ચણવાઈ બેઠક ઉપર ત્રણ ગામ આવેલા છે. જેમાં બિનવાડા, રાબડા અને ચણવાઈનો સમાવેશ થાય છે. જેમાં કુલ 8800 મતદારો છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આગામી દિવસમાં આવી રહેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજનીતિ રમીને અનેક લોકોને ટિકિટો આપવામાં આવી રહી છે. જેને લઇને અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે, પાર્ટીને વફાદાર રહેલા અને કાર્યકરોને પાર્ટીએ કેટલાક કારણો જણાવી સાઇડ ઉપર મૂકી દીધા છે, જેને લઇને આંતરિક રોષ પણ જોવા મળી રહ્યો છે.

Last Updated : Feb 11, 2021, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.