ETV Bharat / state

દમણમાં રેતી ભરેલા ડમ્પરે પલ્ટી મારતા ઝાડ ધરાસાઈ થયું તેમજ વીજ વાયરને થયું નુકસાન - light news

દમણમાં સોમવારે એક રેતી ભરેલા ડમ્પરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ટેન્કર રોડ કિનારે ઝાડ સાથે અથડાઈ પલ્ટી મારી ગયું હતું. જેમાં ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થઈ હતી. ડમ્પર જે ઝાડ સાથે અથડાયું તે ઝાડને ધરાશાયી થયું હતું. આ ઉપરાંત વીજ વાયરને તોડી પાડ્યા હતા.

અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ પહોંચી

author img

By

Published : Apr 20, 2021, 3:41 PM IST

  • વડ ચોકી સર્કલ નજીક ડમ્પર ઝાડ સાથે અથડાયું
  • ઝાડ ધરાશાયી થયું, વીજ લાઈન તૂટી
  • અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ પહોંચી

વાપી: દમણ વડ ચોકી સર્કલ નજીક એક પુરપાટ ઝડપે આવતું ડમ્પર ઝાડ સાથે અથડાયું હતું, જેને કારણે ઝાડ ધરાશાયી થયું હતું. જ્યારે નજીકથી પસાર થતી વીજ લાઈન તૂટી જતાં વીજ વિક્ષેપ સર્જાયો હતો. અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વડ ચોકી સર્કલ નજીક ડમ્પર ઝાડ સાથે અથડાયું

આ પણ વાંચો: કાંકરેજના ઉણ ગામ પાસે જીપ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત:એકનું મૃત્યું

ડમ્પરને રોડ કિનારે આવેલા ઝાડ સાથે અથડાવ્યું

નાની દમણથી રેતી ભરીને પુરપાટ ઝડપે આવતા ડમ્પરચાલકે વડ ચોકી સર્કલ નજીક અકસ્માત સર્જ્યો હતો. ડમ્પરચાલક વડ ચોકી પાસે ડમ્પરને ટર્ન મારી નહીં શકતા ડમ્પરને રોડ કિનારે આવેલા ઝાડ સાથે અથડાવ્યું હતું.

ઝાડ ધરાશાયી થયું, વીજ લાઈન તૂટી

ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ

જોરદાર ટક્કરને કારણે ડમ્પર પલ્ટી મારી જતા ડમ્પરમાં ભરેલી રેતી રોડ પર પથરાઈ ગઈ હતી. જોકે સદ્નસીબે આ અકસ્માતમાં ડમ્પરચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. તેને નાની મોટી ઈજાઓ થતા પ્રાથમિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: કટીહારમાં બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 3 લોકોનાં મોત

વીજ લાઈનનો વાયર તૂટી ગયો

જ્યારે ડમ્પરની જોરદાર ટક્કરથી ઝાડ ધરાસાઈ થયું હતું. જેમાં નજીકથી પસાર થતી વીજ લાઈનના વાયર પણ તૂટી ગયા હતાં. જે અંગે પોલીસે GEBને જાણ કરતા તેમની ટીમ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.