વલસાડ : વલસાડ જિલ્લામાં જરૂરિયાતમંદ મહિલાઓને પર્સનલ લોન આપવાની લાલચ (Valsad Fraud Case) આપી એક કથિત ફાયનાન્સ કંપનીના સંચાલકો રાતોરાત ગાયબ થઇ ગયા છે. મહિલા દિઠ રૂપિયા 3000 થી વધુને ઉઘરાણી કરી લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવી ગયાના સમાચાર સામે આવ્યા છે. 50થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી કરીનો બનાવ સામે આવ્યો છે. લાખોની ઉઠાંતરી કરી કંપની સંચાલકો ઓફિસને તાળુ મારી ગાયબ થઇ જતાં છેતરાયેલી મહિલાઓએ વલસાડ સીટી પોલીસનું શરણ લીધું હતું. મહિલાઓએ પોતાની સાથે થયેલી છેતરપિંડીની લેખિત રજૂઆત કરીને ન્યાય અપાવવાની માંગ કરી હતી.
ફાઇનાન્સ કંપનીએ 10 મહિલાનું ગ્રુપ બનાવ્યું - વલસાડના હાલર રોડ પર આવેલા આવાબાઈ શોપિંગ કોમ્પલેક્ષમાં સહયોગ માઈક્રો ફાઈનાન્સ (Finance Company Fraud in Valsad) નામથી કેટલાક લેભાગુ થોડા દિવસ અગાઉ એક ઓફિસ શરૂ કરી હતી. ઓફિસમાં બેસતાં સંચાલકો અને સ્ટાફ વલસાડના વિવિધ વિસ્તારોમાં ફરી અને મહિલાઓનું 10..10 નું ગ્રુપ બનાવી અને તેમને 50 હજારથી લઈ એક લાખ રૂપિયાની પર્સનલ લોન આપવાની લાલચ આપી હતી.
આ પણ વાંચો : Online Fraud Ahmedabad: ઓનલાઇન છેતરપિંડી કરનારાં 2 આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયાં
મહિલાનો વિશ્વાસ કેળવવા સરકારી યોજનાની જેમ ફોર્મ ભરાવ્યા - શરૂઆતમાં મહિલાઓનો વિશ્વાસ કેળવવા તેઓએ સરકારની કોઈ યોજના હોય એવી રીતે લોન માટે ફોર્મ ભર્યા હતા. ત્યારબાદ જરૂરિયાતમંદ અને મહિલાઓ પાસે પ્રત્યેક મહિલા દીઠ રૂપિયા 3000 ની ફી વસૂલતી હતી. નજીવી રકમમાં 50 હજારથી 1 લાખ રૂપિયાની પર્સનલ લોન મેળવવાની લાલચે વલસાડ શહેર અને જિલ્લાની અસંખ્ય જરૂરિયાત મંદ મહિલાઓએ આ સહયોગ માઈક્રો ફાઈનાન્સ નામની કંપનીને અઢીથી ત્રણ હજાર રૂપિયાની ફી ચૂકવી હતી ..અને ગણતરીના કલાકોમાં પોતાના ખાતામાં 50 હજાર થી લઈ 1 લાખ રૂપિયાની લોનની (Loan Fraud in Valsad) રકમ જમા થઈ જશે તેની રાહ જોઈ રહ્યા હતા.
ફાઇનાન્સ કંપનીમાં વાયદા મુજબ પૈસા જમા ન થયા - જોકે કંપની સંચાલકો એ આપેલા વાયદા પ્રમાણે બેંકમાં રકમ નહીં જમા થતાં મહિલાઓ કંપનીની ઓફિસ પહોંચી અને રજૂઆત કરી હતી. આથી કંપની સંચાલકોએ સર્વરમાં ખામી હોવાનું જણાવી બીજા દિવસે લોનની રકમ જમા થશે તેવું આશ્વાસન આપ્યું હતું. આથી મહિલાઓએ ઘરે ગઈ હતી. અને બીજા દિવસે પોતાનું ખાતું ચેક કરતા એક પણ રૂપિયો જમા ન થયો હતો.
પૈસા જમા ન થતા મહિલાઓ ઓફિસ પર તાળા દેખાયા - રજૂઆત કરવા આવા આવા બાઈ શોપિંગમાં (Valsad Awabai Shopping) આવેલી સહયોગ માઈક્રો ફાઈનાન્સ કંપનીની ઓફિસે પહોંચી હતી. જોકે ઓફિસે પહોંચતા જ દ્રશ્ય જોયા તે જોઈને મહિલાઓ ચોંકી ગઈ હતી. કારણકે જે કંપની નજીવી ફી લઇ અને 50 હજારથી 1 લાખ રૂપિયાની લોન આપવાની લાલચ આપી હતી. તે કંપનીની ઓફિસમાં જ ખંભાતી તાળા લાગેલા હતા. આથી મહિલાઓએ ફોન પર કંપની સંચાલકોને કરવા પ્રયાસ કરતાં સંપર્ક પણ નહીં થઇ શકતા. આખરે પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા મહિલાઓ વલસાડ સીટી પોલીસના (Valsad City Police) શરણે પહોંચી હતી. તેને લઈને વલસાડ સીટી પોલીસે પણ મહિલાઓની અરજી લઇ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.