ETV Bharat / state

ધરમપુરમાં દિવાસાના દિવસે રમાતી નારિયળની રમતને કોરોનાનું સંકટ નડ્યું

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે, જેથી લોકો સ્વૈચ્છિક રીતે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે આવા સમયમાં આદિવાસી સમાજમાં પ્રચલિત એવી શ્રીફળથી રમાનારી ટપ્પા દાવની રમત પણ આ વર્ષે અમાસના દિવસે ધરમપુરમાં મોકૂફ રહી હતી અને લોકો સ્વયં જ બજારમાં આવ્યાં ન હતા. જેને કારણે આ વખતે ધરમપુરમાં રમાનારી ટપ્પા દાવની રમત બંધ રહી હતી.

Divasa in Dharampur
ધરમપુરમાં દિવાસાના દિવસે રમાતી નારિયળની રમતને કોરોનાનું સંકટ નડ્યું
author img

By

Published : Jul 20, 2020, 8:43 PM IST

વલસાડઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે, જેથી લોકો સ્વૈચ્છિક રીતે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે આવા સમયમાં આદિવાસી સમાજમાં પ્રચલિત એવી શ્રીફળથી રમાનારી ટપ્પા દાવની રમત પણ આ વર્ષે અમાસના દિવસે ધરમપુરમાં મોકૂફ રહી હતી અને લોકો સ્વયં જ બજારમાં આવ્યાં ન હતા. જેને કારણે આ વખતે ધરમપુરમાં રમાનારી ટપ્પા દાવની રમત બંધ રહી હતી.

Divasa in Dharampur
ધરમપુરમાં દિવાસાના દિવસે રમાતી નારિયળની રમતને કોરોનાનું સંકટ નડ્યું

મહત્વનું છે કે આદિવાસી સમાજમાં ડાંગરના પાકની રોપણી થયા બાદ શ્રાવણ મહિનાના આગલા દિવસે અમાસના રોજ ધરમપુર નગરમાં એક ઉત્સવનો માહોલ હોય છે અને તે દરમિયાન લોકો નારિયળ ફોડીને ટપ્પા દાવની રમત રમે છે.

દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં વસવાટ કરતા આદિવાસી સમાજમાં દિવાસાના પર્વને ધામધુમથી ઉજવવામાં આવે છે. જેને લોકો ગટર અમાસ તરીકે પણ ઉજવે છે. ચોમાસુ શરૂ થયા બાદ આદિવાસી સમાજના લોકો ખેતરોમાં ડાંગરના પાકની રોપણી શરૂ કરે છે અને તેઓની આ રોપણી પૂર્ણ થયા બાદ અમાસના દિવસે તેઓ વિવિધ ખાનપાન અને વિવિધ રમતો દ્વારા તેની ઉજવણી કરતા હોય છે. જે માટે ધરમપુરમાં દિવાસાના દિવસે શ્રીફળથી રમાનારી ટપ્પા દાવની રમત આદિવાસી સમાજમાં જ નહીં પરંતુ અન્ય સમાજમાં પણ ખૂબ જ પ્રચલિત છે.

ધરમપુરમાં દિવાસાના દિવસે અનેક જગ્યાએથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે, પરંતુ આ વર્ષે બજારો સાવ સુમસામ જોવા મળી હતી. વૈશ્વિક મહામારી કોરોનાની અસરને કારણે લોકો સ્વૈચ્છિક રીતે બજારમાં મહદ અંશે ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યાં હતા.

ગ્રામીણ કક્ષાએ પણ અમાસના રોજ દિવાસાની ઉજવણી ખૂબ જ જૂજ પ્રમાણમાં થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ધરમપુર પાલિકા વિસ્તારના સીઓએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને કારણે ધરમપુર નગરમાં આ વર્ષે ટપ્પા દાવની રમત રમવા કોઈ સ્વૈચ્છિક રીતે જ આવ્યા ન હતા, કોરોનાનું સંકટ આ વખતે લોકોને નડયું છે.

નોંધનીય છે કે દર વર્ષે દિવાસાના દિવસે ધરમપુર નગરમાં લાખોની સંખ્યામાં શ્રીફળનું વેચાણ થાય છે, તેની પાછળનું કારણએ છે કે અહીંના આદિવાસી સમાજના લોકો વહેલી સવારથી જ દિવાસાના દિવસે એક બીજાના હાથમાં નારીયેળ પકડીને દોડવાની રમત વર્ષોથી રમતા આવ્યાં છે, પરંતુ આ વર્ષે આ રમતને કોરોનાનું સંકટ નડયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.