ETV Bharat / state

ઢાંકવડ, બરૂપાડા અને નંદગામ વચ્ચે પાર નદીનો કોઝવે આ ચોમાસે પણ ધોવાતા લોકોને હાલાકી - Bridge washed in Valsad

વલસાડના ધરમપુર (Dharampur) અને કપરાડા તાલુકા વચ્ચેથી વહેતી પાર નદી (par river) ઉપર 5 વર્ષ પહેલાં બનેલો ચેકડેમ કમ કોઝવે આ વર્ષે પણ ધોવાઈ જતા બન્ને તરફ આવેલા 20 થી વધુ ગામોના લોકોને અવાગમન માટે દર ચોમાસે પડે છે. મુશ્કેલી જોકે વહીવટી તંત્ર દ્વારા ધોવાઈ ગયેલા બ્રિજની બન્ને છેડે માટી નાખી હાલ લોકોની સરળતા માટે દુરસ્ત કરવામાં આવ્યો છે. છતાં પણ કાયમી ધોરણે સમસ્યા દૂર કરવા કોઈ ઉપાય કરાયો નથી.

River across the checkdam cum causeway
River across the checkdam cum causeway
author img

By

Published : Aug 13, 2021, 7:45 PM IST

  • ઢાંકવડ, બરૂપાડા અને નંદગામ વચ્ચે પાર નદીનો કોઝવે આ ચોમાસે પણ ધોવાયો
  • બ્રિજ ધોવાઈ જતા 20 ગામોના લોકોને આવગામન માટે 20 કિમી ચકરાવો કાપીને જવાની પડે છે ફરજ
  • દર વર્ષે ચોમાસા દરમ્યાન પાર નદીમાં પુર આવતા બન્ને તરફ થઈ જાય છે ધોવાણ
  • તંત્ર દ્વારા દર વર્ષે માત્ર માટી પુરી કામ ચલાવી લેવાય છે

વલસાડ: ધરમપુર (Dharampur) ના પૂર્વ પટ્ટીમાં આવેલા ઢાંકવડ, બરૂપાડા અને નંદગામ વચ્ચેથી વહેતી પાર નદી (par river) ઉપર આજથી 5 વર્ષ પહેલાં લોકોને પડતી મુશ્કેલીને ધ્યાને લઇ ચેકડેમ કમ કોઝવેનું નિર્માણ સિંચાઈ વિભાગ (Irrigation Department) દ્વારા કરવામાં આવ્યું હતું. જેથી લોકોને નદી પાર કરવામાં મુશ્કેલી ન પડે પરંતુ ચોમાસા દરમ્યાન છેલ્લા 4 વર્ષથી કોઝવેની બન્ને તરફ વરસાદી પુરનું પાણી ફરી વળતા બન્ને તરફ ધોવાણ થઈ જતા બન્ને તરફના 20 થી વધુ ગામોના લોકોને વાહનો લઈને અવરજવર કરવાની મુશ્કેલી ઉભી થાય છે.

પાર નદીનો કોઝવે આ ચોમાસે પણ ધોવાયો

આ પણ વાંચો: Rain news: બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, વરસાદી પાણી ભરાતા લોકો ત્રાહિમામ

નંદગામના લોકોનો રોજગારી મેળવવા માટે ધરમપુર જવાનો મુખ્ય માર્ગ

નંદગામ સહિતના 9 ગામોના લોકોને રોજગારી મેળવવા માટે ધરમપુર (Dharampur) વહેલી સવારથી જવું પડે છે. એ તમામ લોકો ઢાંકવડ થઈ કોઝવે પર થઈને જતા 20 કિમીનો ચકરાવો બચી જાય છે પરંતુ ચોમાસા દરમ્યાન જ્યારે કોઝવેનું ધોવાણ થઈ જાય છે. સ્થાનિકોને 20 કિમિ ચકરાવો કાપીને ધરમપુર કે કપરાડા તરફ જવાની ફરજ પડે છે. વાહનો પણ લઈ જઈ શકાતા નથી. દર વર્ષે ધોવાઈ જતા બ્રિજ ઉપર તંત્ર દ્વારા માટી નાખી કામગીરી પૂર્ણ કરવામાં આવે છે.

પાર નદીનો કોઝવે આ ચોમાસે પણ ધોવાયો
પાર નદીનો કોઝવે આ ચોમાસે પણ ધોવાયો

આ પણ વાંચો: banaskantha rain Update: પાલનપુરમાં લડબી નદીનો કોઝવે તૂટતા વાહન વ્યવહાર ખોરવાયો

દર વર્ષે ચોમાસામાં નંદગામ સહિત 9 ગામોના લોકો માટે નદી પાર કરવી મુશ્કેલ બને છે

કપરાડા, ધરમપુરને ચોમાસા દરમ્યાન ચેરાપુંજી ગણવામાં આવે છે. અહીં 100 ઇંચ કરતા પણ વધુ વરસાદ થતો હોવાથી નદીઓ ચોમાસા દરમ્યાન બન્ને કાંઠે જ વહે છે. નીંચાણવાળા કોઝવે બન્ને તરફ દર વર્ષે ધોવાઈ જવાની સમસ્યા આમ છે અને સ્થાનિકોની રજૂઆત બાદ માત્ર માટી પુરાણ કરવામાં આવે છે અને ફરી ચોમાસુ આવતા ધોવાણ થઈ જાય છે. આમ દર વર્ષે ચોમાસા દરમ્યાન ધોવાણ થતા લોકોની સ્થિતિ દયનિય બને છે.

પાર નદીનો કોઝવે આ ચોમાસે પણ ધોવાયો
પાર નદીનો કોઝવે આ ચોમાસે પણ ધોવાયો

તંત્ર સુધી કોઝવેને સ્થાને નવો ઊંચાઈવાળો બ્રિજ બનાવવા માટે નથી આવી કોઈ રજૂઆત

ધરમપુરના TDO એચ.બી.પટેલે જણાવ્યું કે, ઢાંકવડ, નંદગામ વચ્ચેનો કોઝવે ધોવાઈ જવા અંગેની ફરિયાદ અમારી સમક્ષ આવી હતી. જે બાદ બ્રિજને બન્ને છેડે માટી પુરાણ કરી હાલ લોકોને રાહત રહે તે માટે દુરસ્તીનું કાર્ય કરવામાં આવ્યા બાદ આવગામન શરૂ થયું હતું. નીંચાણવાળો કોઝવે હોવાથી નદીનું પાણી ફરી વળતા દર વર્ષે બન્ને તરફ ધોવાણ થાય છે. જોકે અમારા સુધી નવો ઊંચાઈવાળો બ્રિજ બનાવવા અંગે કોઈ રજૂઆત આવી નથી. જો રજૂઆત આવશે તો ચોક્કસ પણે લાગતા વળગતા વિભાગને રજૂઆત પહોંચતી કરવામાં આવશે.

પાર નદીનો કોઝવે આ ચોમાસે પણ ધોવાયો
પાર નદીનો કોઝવે આ ચોમાસે પણ ધોવાયો

કયાં કયાં ગામના લોકોને થાય છે અસર

કાપરડાના નંદગામ, ભવાડા, ચીચપાડા, માની, રાહોર, ઘોટણ, બોરપાડા, ટોકરપાડ જેવા ગામના લોકોનો જ્યારે સામે છેડે ઢાંકવડ ગામના મોહનાકૌચાળી, ખોબા, ભુતરુણ, વાંસદા જંગલ, ખપાટિયા, મોટી કોરવડ, નાની કોરવડ જેવા ગામોના લોકોને ચોમાસા દરમ્યાન મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચોમાસા દરમ્યાન ઢાંકવડ ગામના લોકોને કોઝવે ઉપરથી નદીનું પાણી ફરી વળતા સંપર્ક તો કપાઈ જાય છે પણ પુરનું પાણી ઓસર્યા બાદ બ્રિજ પણ બન્ને તરફ ધોવાઈ જતા ખૂબ મુશ્કેલી પડે છે. વાહનો લઈ જવા પણ મુશ્કેલી પડતી હોવાથી સ્થાનિકોની માગ છે કે, ઊંચાઈવાળો બ્રિજ બનાવવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.