ETV Bharat / state

મુંબઇમાં ડૂબેલા જહાજના 4 ક્રુ મેમ્બરોની બોડી તિથલથી મળી આવી

તૌકતે વાવાઝોડામાં મુંબઇથી 175 કિમી દુર દરિયામાં એક જંગી જહાજ બાર્જ 305 ડુબી ગયું હતુ આ જહાજમાં સવાર 4 ક્રુ મેમ્બરોની લાશ વલસાડના તીથલ દરિયા કિનારે અને 1નો મૃતદેહ ભાગળ દરિયા કિનારે તણાઇ આવ્યો હતો. જેના પગલે વલસાડ સીટી પોલીસ દોડતી થઇ હતી.

મુંબઇમાં ડૂબેલા જહાજના 4 ક્રુ મેમ્બરોની બોડી તિથલથી મળી આવી
મુંબઇમાં ડૂબેલા જહાજના 4 ક્રુ મેમ્બરોની બોડી તિથલથી મળી આવી
author img

By

Published : May 23, 2021, 9:40 AM IST

  • વલસાડ તિથલના દરિયા કિનારે ચાર અજાણી લાશ મળી આવી
  • નાની ભાગળ દરિયા કિનારે મળી આવી હતી
  • જેટલી લાશ દરિયા કિનારે એક સાથે મળતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી

વલસાડ: વાવાઝોડા દરમિયાન મુંબઈના મધદરિયે મેમ્બરો સાથે દરિયામાં ડૂબી ગયું હતું. જેના ક્રૂ મેમ્બરોની લાશ દરિયા કિનારે તણાઈ આવી હતી. ડી કમ્પોઝ થયેલી લાશના કપડાં શિપ પર કામ કરતા કામદાર જેવા હોવાથી પોલીસ હાલ પ્રાથમિક ધોરણે બાર્જ 305ના મેમ્બરો હોવાનું મનાઈ રહ્યું છે. જે વલસાડ તીથલ સ્વામિનારાયણ મંદિર પાસે આજે 3 મૃતદેહ તણાઇ આવ્યા હતા. જેમણે જહાજના ક્રુ મેમ્બર જેવા કપડા પહેર્યા હતા જેના કારણે આ મૃતદેહ મુંબઇના દરિયામાં ડૂબેલા બાર્જ 305 જહાજની જ હોવાનું પ્રાથમિક તારણ પોલીસે કાઢ્યું છે.

અન્ય એક લાશ ભાગળ ગામે તણાઈ આવી હતી

આ સિવાય એક મૃતદેહ ભાગળ ગામેના દરિયા કિનારેથી પણ મળી આવ્યો હતો. જેને લઇ ડુંગરી પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. વલસાડમાં આ મૃતદેહ મળી આવતાં ભારે દોડધામ મચી ગઇ હતી. પોલીસનો મોટો કાફલો તીથલ દરિયા કિનારે ગયો હતો. જોકે, આ મૃતદેહની ઓળખ મોડી સાંજ સુધી થઇ શકી ન હતી.

આ પણ વાંચો: બાર્જ P 305ના 60 વ્યક્તિઓને બચાવાયા

એક સાથે લાશ મળતા SPએ સ્થળ મુલાકાત લીધી

દરિયાકિનારે અચાનક એક સાથે પાંચ જેટલી અજાણ્યા મૃતદેહ દરિયામાં તણાઈ આવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. વલસાડ જિલ્લા SP રાજદીપસિંહ ઝાલા DYSP મનોજ સિંહ ચાવડા તેમજ પોલીસ ટીમનો કાફલો દરિયાકિનારે પહોંચી ગયો હતો. જોકે, તે પૂર્વે ગામના સરપંચ તલાટી અને તેમની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી સમગ્ર બાબતની જાણકારી પોલીસને આપવામાં આવી હતી.

મુંબઇમાં ડૂબેલા જહાજના 4 ક્રુ મેમ્બરોની બોડી તિથલથી મળી આવી

આ પણ વાંચો: નેવીએ તોફાનમાં ફસાયેલા બાર્જ P305 પર સવાર 146 લોકોને બચાવ્યા

દરિયાકિનારે તણાઈ આવેલી લાશના મૃતકો એ life jacket પહેરેલા હતા

વલસાડના તિથલ દરિયા કિનારે આજે ચાર જેટલી મૃતદેહો મળી આવ્યા હતા. આ મળી આવેલા તમામ માણસોએ પોલીસે તપાસ કરતા પ્રાથમિક ધોરણે અમૃતા કોએ પોતાના શરીરે કેસરી કલરના લાઈફ જેકેટ પહેરેલા હતા. જેના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવતું હતું કે, આ મૃત લોકો પોતાનો જીવ બચાવવા માટે લાઇફ જેકેટ પહેરીને દરિયામાં ઝંપલાવ્યુ હશે. આમ વાવાઝોડામાં મુંબઈમાં 175 નોટિકલ માઈલ ઉપર ડૂબી ગયેલા જહાજના ક્રૂ મેમ્બરોના મૃતદેહ વલસાડ ખાતે દરિયા કિનારે તણાઈ આવી હોવાનું મનાઈ રહ્યું છે.

અરબી સમુદ્રના કાંઠે શનિવારે ચાર મૃતદેહો મળી આવ્યા

ગુજરાતના વલસાડ જિલ્લામાં અરબી સમુદ્રના કાંઠે શનિવારે ચાર મૃતદેહો મળી આવ્યા હતા. વલસાડના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ કહ્યું, "ચાર મૃતદેહો પરના ગણવેશ અને લાઇફ જેકેટ્સ જોતા લાગે છે કે, તે બધા મુંબઇ કિનારે નજીક ડૂબી રહેલા બાર્જનાં સભ્યો છે." પોલીસે જણાવ્યું હતું કે, તિથલ બીચ પર ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. જ્યારે એક મહારાષ્ટ્રની નજીકના દક્ષિણ ગુજરાતના જિલ્લાના ડુંગરી ગામે બીચ પર મળી આવ્યો હતો. ઝાલાએ કહ્યું હતું કે, અમે અકસ્માત મોતનો કેસ નોંધ્યો છે અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમની ઓળખ અજમાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, કંટ્રોલરૂમ દ્વારા મૃતદેહ અંગે સંદેશાઓ મુંબઇ અને અન્ય સ્થળોએ મોકલવામાં આવી રહ્યા છે.

ઉંચા પવન દરિયાઇ મોજાને કારણે બાર્જ ડૂબી ગયું હતું

તેલ અને ગેસ કંપની ONGC દ્વારા P 305નો સ્ટાફ રાખવામાં આવ્યો હતો. ઉંચા પવન દરિયાઇ મોજાને કારણે સોમવારે સાંજે મુંબઇના દરિયાકાંઠે આ બાર્જ ડૂબી ગયું હતું. દિવસની શરૂઆતમાં નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દિવસની પ્રગતિ થતાં P 305 દુર્ઘટનામાં મૃત્યુઆંક 66 પર પહોંચી ગયો હતો. છ વધુ મૃતદેહો મળી આવ્યા હતા. જ્યારે નવ કર્મચારી હજી ગુમ છે. ઘટના સમયે P 305માં સવાર 261 જવાનોમાંથી 186 લોકોને બચાવવામાં આવ્યા હતા અને 66 લોકો મૃત્યુ પામ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.