ETV Bharat / state

અનાદિકાળથી ચાલી આવતી આયુર્વેદ પદ્ધતિ આજે પણ એટલી જ કરાગર - Ayurvedic

અનાદિકાળથી ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદનું ખૂબ મહત્વ રહ્યું છે, ત્યારે કોરોનામાં પણ લોકો આયુર્વેદ તરફ વળ્યા છે આવા સમયે અનેક ઔષધિનો ઉપયોગ કરી કપરાડાના નાનકડા ગામ નિલોસીમાં લોકોને આયુર્વેદ પદ્ધતિનો ઉપયોગ કરી લાકડાના બોક્ષમાં બનાવવામાં આવેલા સ્ટીમબાથ આપી હાડકા તેમજ નાડીઓના રોગોને દૂર કરતા માત્ર ચાર ચોપડી પાસ વૈદ્ય પાસે અનેક લોકો આવી રહ્યા છે.

આયુર્વેદ
આયુર્વેદ
author img

By

Published : Aug 23, 2021, 3:09 PM IST

  • આજે પણ વન ઐષધીઓ એટલી જ કારગર છે હઠીલા રોગોમાં
  • ઔષધિયુક્ત વરાળ દ્વારા આપવામાં આવતું સ્ટીમ બાથ લેવા અનેક લોકો આવે છે
  • નાડી અને લકવા જેવા રોગોના દર્દીઓ આયુર્વેદિક સારવારથી થઈ રહ્યા છે સાજા

વલસાડ: અનાદિકાળથી ઋષિમુનીના સમયથી આયુર્વેદિક પદ્ધતિ દ્વારા ઉપચાર કોઈ પણ રોગ માટે ખૂબ કારગર સાબિત થયા છે, જો કે, હાલમાં એલોપેથી દવાઓ દ્વારા લોકો સારવાર પર વધુ વિશ્વાસ રાખે છે, પરંતુ હઠીલા રોગોને જલમુળથી નાશ કરવા માટે આજે પણ આયુર્વેદ પદ્ધતિ એટલી જ સટિક અને કારગર છે.

આ પણ વાંચો- આયુર્વેદિક ઉપાયોથી કરો ડાયાબિટીસને નિયંત્રિત

શનિ-રવિ લોકો મોટી સંખ્યામાં આયુર્વેદિક દવા અને ચિકિત્સા લેવા માટે આવે છે

અંતરિયાળ વિસ્તારમાં રહેતા અનેક વૈદ્ય ભલે અભ્યાસે ઓછું ભણતર હોય પણ ઔષધિની પરખ અને રોગોને દૂર કરવા માટે તેમનો અનુભવ આજે પણ એટલો જ સચોટ છે. આવા જ એક વૈદ્ય કપરાડા તાલુકાના નિલોસી ગામે રહે છે. એમને ત્યાં શનિવાર અને રવિવારના રોજ લોકો મોટી સંખ્યામાં આયુર્વેદિક દવા અને ચિકિત્સા લેવા માટે આવે છે.

આયુર્વેદ

ઔષધિઓમાં બોહળું જ્ઞાન ધરાવતા વ્યક્તિ પાસે આવે છે અનેક લોકો

કપરાડાના નિલોસી ગામે રહેતા સોનિયાભાઈ જેઓ પોતાના બાપ દાદાના સમયથી ઔષધિ દ્વારા દરેક રોગોના ઉપચાર કરતા આવ્યા છે. નાનપણથી જ પોતાના પિતા સાથે રહીને અનેક દવાઓ અને ઔષધિના ગુણોથી સંપૂર્ણ અને ઝીણવટ રીતે વાકેફ થયા હતા અને આજે તેઓ ગ્રામીણ કક્ષાએ હાથ વગી રહેતી અનેક ઔષધિઓ પોતાના ઘર આંગણે જ ઉગાડી છે, એટલું જ નહિ એનો ઉપયોગ પણ કરે છે.

હાડકાના રોગોના અનેક દર્દીઓ સારવાર લેવા આવે છે

તેમની પાસે લકવાગ્રસ્ત દર્દીઓને આયુર્વેદિક ચિકિત્સા અને અનેક ઐષધીઓ દ્વારા વરાળયુક્ત સ્ટીમબાથ આપીને સાજા કરવામાં મહારથ હાસિલ છે. વળી, હાડકાના રોગો તેમજ જોઈન્ટ પેઈન માટે તેમને ત્યાં અનેક દર્દીઓ આવે છે.

લાકડાના બોક્ષમાં સાદી પદ્ધતિ દ્વારા અપાય છે સ્ટીમ બાથ

નાડીના રોગો કે લકવાગ્રસ્ત રોગોના દર્દીઓ જેઓ હાથ-પગ કે મોઢેથી બોલતા પણ થોથરતા હોય એવા દર્દીઓ માટે 35થી વધુ ઔષધિઓના તેલનું માલિશ કર્યા બાદ લાકડાની બનાવેલી વિશેષ પેટીમાં બેસાડી દેશી પદ્ધતિ દ્વારા સ્ટીમ બાથ આપવામાં આવે છે. જેને લઈને અનેક દર્દીઓ સાજા થયા છે, સોનિયાભાઈના જણાવ્યા મુજબ ડાયાબીટીસ અને હાઇ બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ તેઓની ઐષધીઓ ખૂબ ઉપયોગી થઈ રહી છે.

સોનિયાભાઇ પર્યાવરણની જાળવણી માટે પણ સતત જાગૃત છે

સોનિયાભાઈએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું કે, દર 15 દિવસે તેમની આસપાસના તમામ વૈધો અને ઔષધિની જાણકારી ધરાવતા લોકો એકત્ર થાય છે અને અરસપરસ વિગતો આપ લે કરે છે. એટલું જ નહિ જ્યારે પણ જંગલોમાંથી ઔષધિ લેવાની થતી હોય, ત્યારે આખે આખું ઝાડ નથી કાપી લેતા. કારણ કે, જો તેમ કરવામાં આવે તો સમય જતાં આવી ઐષધિઓ લુપ્ત થઈ જાય પણ આવી વનસ્પતિમાંથી જરૂરી હોય એટલી જ ઔષધિ લીધા બાદ તેનું માવજત અને સંરક્ષણ કેવી રીતે કરવું તે અંગે પણ તમામ લોકોને જાગૃત કરી રહ્યા છે અને સમજણ આપી રહ્યા છે.

આ પણ વાંચો- બાબા રામદેવના વિવાદ વચ્ચે ગુજરાતમાં એલોપેથીની સાથે આયુર્વેદિક સારવાર કોવિડ માટે કારગત નીવડી

સોનિયાભાઈના આયુર્વેદ પર લોકોને આજે પણ અતૂટ વિશ્વાસ

આમ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારના નાનકડા ગામમાં માત્ર સામાન્ય અભ્યાસ કર્યા બાદ પોતાના પેઢી દર પેઢી ચાલી આવેલા ઔષધિય ચિકિત્સા પદ્ધતિ દ્વારા લોકોને સારવાર આપતા સોનિયાભાઈના આયુર્વેદ પર આજે પણ અતૂટ વિશ્વાસ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.