ETV Bharat / state

ધરમપુરના ખાનપુર પાસે ગમખ્વાર અકસ્માત, આર્મી જવાનનું મોત - Armyman

વલસાડ: જિલ્લામાં આવેલા ધરમપુર રોડ પર ખાનપુર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઈકો અને બાઈક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ભાવનગરના આર્મીજવાનનું મોત હોસ્પિટલમાં મોત દરમિયાન નિપજ્યું હતું.

ધરમપુરના ખાનપુર પાસે ગમખ્વાર અકસ્માત, આર્મીજવાનનું મોત
author img

By

Published : Jul 14, 2019, 2:08 PM IST

ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા પ્રકાશ ધંધુકીયા હાલ રજા લઈને પોતાના વતન આવ્યા હતા. ત્યારબાદ નવસારીના વાંસદા ખાતે રહેતી તેની બહેન અને બનેવી સંજય વરિયાને ત્યાં આવ્યા હતા. તેઓ તેમના બનેવીની બાઈક લઈને કામ અર્થે ધરમપુર ખાતે આવ્યા હતા. પોતાનું કાર્ય પૂર્ણ કરી પરત વાંસદા તરફ જઈ રહ્યાં હતા.

તે સમય દરમિયાન વાંસદા નજીકમાં આવેલા ખાનપુર ચોકડી પાસે સામેથી આવતી એક ઇકો કારે ટક્કર મારતા બાઇક પર સવાર પ્રકાશ ધંધુકિયાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ સારવાર માટે પ્રથમ ધરમપુર અને તે બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

આ સમગ્ર ઘટના બાબતે મૃતકના બનેવી સંજય વરિયાએ વલસાડ સીટી પોલિસમાં ફરિયાદ નોંધી હતી. આ અંગ પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

Intro:વાંસદા ધરમપુર રોડ પર આવેલા ખાનપુર પાસે ઇકો અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં આર્મી જવાનું નું સારવાર દરમ્યાન થયું મોતBody:ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા અને હાલ રજા લઈ પોતાના વતન ભાવનગર પાલીતાણા ના ભૂતિયા ગામમાં આવેલ પ્રકાશ વનમાલી ધન્ધુકીયા મહેમાન તરીકે નવસારી જિલ્લાના વાંસદા ખાતે રહેતી એની બહેન અને બનેવી સંજય ભાઈ પોપટ ભાઈ વરિયા ને ત્યાં આવ્યા હતા જેઓ તેમના બનેવીની બાઇક નમ્બર જી જે 21 સી 5848 લાઇ કામ અર્થે ધરમપુર ખાતે આવ્યા પોતાનું કાર્ય પૂર્ણ કરી પરત વાંસદા તરફ જઈ રહ્યા હતા ત્યારે વાંસદા નજીકમાં આવેલ ખાનપુર ચોકડી પાસે સામે થી આવતી એક ઇકો કાર નંબર જી જે 21 ડબ્લ્યુ 0546 એ ટક્કર મારતા બાઇમ ઉપર સવાર પ્રકાશ ધંધુકિયા ને માથા ના ભાગે ગંભીર ઇજો થતા સારવાર માટે પ્રથમ ધરમપુર અને તે બાદ વલસાડ સિવિલ માં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તબીબે તેને મૃત જાહેર કર્યો હતોConclusion:સમગ્ર ઘટના બાબતે મૃતક ના બનેવી સંજય વરિયા એ વલસાડ સીટી પોલિસ માં ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી આગળ ની તપાસ શરૂ કરી છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.