ETV Bharat / state

વલસાડમાં ગૌવંશ ભરેલા ટેમ્પાને અજાણ્યા ઇસમોએ સળગાવ્યો, પોલીસ ફરિયાદ નોંધાઇ

પારડી તાલુકાના ચિવલ ગામે વહેલી પરોઢિયે 4:30 ટેમ્પોમાં ગૌવંશ ભરીને આવતા એક ટેમ્પોને પીછો કરી 12થી 15 જેટલા લોકોએ ટેમ્પોને અટકાવ્યો હતો. જે બાદ ટેમ્પો ચાલકને નીચે ઉતારી પૂછપરછ કરતા ટેમ્પોચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જ્યારે ક્લીનર તેમના હાથમાં આવી જતા ક્લીનરને માર મારી વાહન સળગાવી દીધું હતું.

author img

By

Published : Jul 1, 2020, 7:20 PM IST

ગૌવંશ લઈ જતા ટેમ્પો ને અજાણ્યા લોકોએ અટકાવી ક્લીનરને માર મારી ટેમ્પો સળગાવી દીધો, ઈસમો સાથે ચાલકો વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ

વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના ચિવલ ગામે ઘટનાની જાણ સ્થાનિકોએ પારડી પોલીસને કરતા પારડી પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને માર ખાઈ રહેલા ક્લીનરને ત્યાંથી બચાવી સારવાર માટે વલસાડ સિવિલમાં ખસેડ્યો હતો. જો કે આ ઘટનામાં પોલીસે અજાણ્યા 10થી 15 ઈસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જ્યારે ત્રણ જેટલી ગાય લઇ જતા ટેમ્પો ચાલક અને ક્લિનરને સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

બુધવારે વહેલી સવારે જીવનથી પારડી રોડ ઉપર ટેમ્પોમાં ત્રણ જેટલી ગાયો ભરીને એક ટેમ્પો નંબર ડીડી 01 K 9258 પૂરપાટ ઝડપે પારડી તરફ આવી રહ્યો હતો. ત્યારે દસથી બાર જેટલા ઈસમોએ આ ટેમ્પો ચાલકને ચિવલ મરીમાતા નજીકમાં રોકીને ચાલકની પૂછપરછ કરી હતી. જો કે તે પૂછપરછમાં કંઈ બોલે તે પહેલાં જ ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને આ 10થી 15 જેટલા ઈસમોએ ક્લીનરને પકડી પાડી ઢોર માર માર્યો હતો. સાથે જ આ ગાય ક્યાંથી લાવો છો અને ક્યાં લઈ જાવ છો એવા સવાલો પણ કર્યા હતા.

વલસાડ જિલ્લામાં ગૌવંશ ભરેલો ટેમ્પોને અજાણ્યા લોકોએ અટકાવી ક્લીનરને માર મારી ટેમ્પો સળગાવી દીધો

જો કે, આ જ સમયે ઉશ્કેરાઈ ગયેલા 10થી 15 જેટલા ઇસમો પૈકીના કેટલાક લોકોએ ટેમ્પોમાંથી ગાયને ઉતારી લીધા બાદ ટેમ્પોમાં આગ ચાપી દીધી હતી. જેને લઇને જોતજોતામાં ટેમ્પો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. વહેલી પરોઢે બનેલી આ ઘટનાને લઇને આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકોએ પારડી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ક્લીનરને લોકો પાસેથી હેમખેમ બચાવી વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ પારડી પોલીસે આ સમગ્ર મામલે 10થી 15 જેટલા અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાયદો હાથમાં લેવાના સબ ફરિયાદ દાખલ કરી છે. જ્યારે ગૌવંશની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવા બદલ ટેમ્પો ચાલક અને ક્લિનરને સામે પણ પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

વહેલી પરોઢિયે બનેલી આ ઘટનાને પગલે પારડી PSI ઝાલા વલસાડ DySp એમ.એન.ચાવડા તેમજ મોટી સંખ્યામાં પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો આગને કાબૂમાં લેવા માટેએ ફાયર ફાઈટરનું એક વાહન પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોઈ પોલીસે સમગ્ર બાબતે તપાસનો દોર શરૂ કર્યો છે.

મહત્વનું છે કે, યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગૌવંશને બચાવવા માટે 10 વર્ષ સજાનો કાયદો બનાવ્યા બાદ જોવાનું રહ્યું કે, ગુજરાતમાં આજે પણ ઘણી જગ્યાએ કતલખાના ચાલી રહ્યા છે, તેને જોતા આ ગાયને ક્યા લઇ જવામાં આવી રહી હતી, તથા ટેમ્પોને રોકતા તેનો ડ્રાઇવર કેમ ભાગી ગયો તે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.