વલસાડ: જિલ્લામાં મંગળવારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ (Gram Panchayat Election Result 2021) જાહેર થયું હતું, જેમાં ડુંગરી નજીકમાં આવેલી રોલા ગ્રામ પંચાયતનું પરિણામ (Roll Village Gram Panchayat Election) પણ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સરપંચ પદ માટે ઉભેલા મહિલા ઉમેદવાર (Women burnt in Valsad with firecrackers) પૈકી પ્રિયંકા પાર્થિવ પટેલનો વિજય થયો હતો. આશા દિપકભાઈ પટેલની હાર થઈ હતી, જેને પગલે પ્રિયંકા પટેલના સમર્થકો દ્વારા ગામમાં વિજય રેલી કાઢી હતી. જેમાં આતશબાજી (firecrackers valsad) કરતા મામલો બીચકાયો હતો.
આશાબેનના આંગણે આતશબાજી જાણી બુઝીને કરાઈ હતી
સરપંચ પદમાં હારી ગયેલા આશા પટેલના ઘર આંગણે રાત્રે વિજેતા સરપંચના સમર્થકોની વિજય રેલી નિકળી અને તેમના જ ઘર આંગણે ફટાકડા (firecrackers valsad) અને આતશબાજી કરવામાં આવી હતી, જે જાણી બુઝીને કરવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું. એ જ દરમિયાન કોઈ યુવકો દ્વારા રોકેટ આડુ પકડીને ફોડી દેતા તેજ ગતિથી નીકળેલું રોકેટ આશાબેનની સામે આવતા તેઓ પાછળ ફરી જતા રોકેટ પીઠના ભાગે ફૂટ્યું અને તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.
ગંભીર રીતે દાઝી જતા આશાબેનને સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા
આશાબેનને અચાનક રોકેટને કારણે દાઝી (Women burnt in Valsad with firecrackers) જતા તેમને પ્રથમ સારવાર માટે ડુંગરી સરકારી હોસ્પિટલમાં અને તે બાદ વલસાડ સિવિલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ડ્રેસિંગ કરીને રજા આપી દેવામાં આવી હતી પરંતુ તેમની સાથે આ કૃત્ય કરનારા સામે પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી.
ભોગ બનેલા મહિલાએ ડુંગરી પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
પીઠના ભાગે દાઝી જતા આશાબેને ડુંગરી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે અક્ષય ચંદુ પટેલ અને જિમી કિશોરભાઈ પટેલ સામે બેદરકારી પૂર્વક જાહેરમાં ફટાકડા ફોડી (Women burnt in Valsad with firecrackers) અન્યને ફટાકડાથી દઝાડવાનું કૃત્ય કરવા બદલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: Gram Panchayat Election Result 2021: બનાસકાંઠાના માધપુરા ગામે હારેલા ઉમેદવારનું અનોખું સન્માન