- બી.આર.એસ કોલેજના 100થી વધુ વિદ્યાર્થીઓ ધરણાં પ્રદર્શન ઉપર
- વિદ્યાર્થીઓ છેલ્લા 48 કલાકથી દિવસરાત કોલેજ પરિસરમાં બેઠા છે
- નાનુભાઈએ શરૂ કરેલી સંસ્થાના મંડળ દ્વારા જૂના બિલ્ડિંગો હજી સુધી સમારકામ પણ કરાયા નથી
- વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સમર્થન આપી વિદ્યાર્થીઓ સાથે આખી રાત બેસી વિરોધ કર્યો
- જર્જરિત બાથરૂમને લઈ વિદ્યાર્થિનીઓની હાલત કફોડી
- મહિલા વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રશ્ને પણ સવાલ
વલસાડઃ ધરમપુર તાલુકાના બિલપુડી ખાતે આવેલી બી.આર.એસ કોલેજમાં (Students of Dharampur BRS College protest) વિવિધ પ્રશ્નો ન ઉકેલાતા વિધાર્થીઓ દિવસ રાત કોલેજ પરિસરમાં મૌન અને ધરણાં (Students of Dharampur BRS College protest) કરી રહ્યા છે. તેમની માંગ મંડળ હટાવો, કોલેજનું જર્જરિત બિલ્ડીંગનું સમારકામ અને મહત્ત્વનું બહેનો માટે બનાવેલા બાથરૂમના સમારકામ (Demand for arranging bathrooms for women) જેવા મુદ્દાઓ સાથે છેલ્લા 48 કલાકથી 100થી વધુ વિદ્યાર્થીઓ ગાંધી ચીંધ્યા માર્ગે ધરણાં (Protest of students regarding various demands) કરી રહ્યા છે. દિવસ-રાત દરમિયાન બેસીને તેઓ મંડળની વિરુદ્ધ અનેક પ્રશ્નોની પસ્તાળ પાડી છે. તેમની અનેક સમસ્યા હોવાને લઈને વિદ્યાર્થીઓની માગ છે કે, મંડળ હટાવવામાં આવે.
આ પણ વાંચોઃ Gujrat Medical Education and Research Society: ગોત્રી GMERS મેડિકલ કોલેજના ડોક્ટરોએ અસહકારની ચીમકી ઉચ્ચારી
વર્ષ 1975માં નાનુભાઈ મગનલાલ દેસાઈના હસ્તે આ કોલેજનું નિર્માણ અને સ્થાપના થઈ હતી
ધરમપુરના બિલપુડી ખાતે બનેલી બી.આર.એસ કોલેજની સ્થાપના સ્વ. નાનુભાઈ મગનલાલ દેસાઈના હસ્તે વર્ષ 1975માં કરવામાં આવી હતી, જ્યાં ગાંધી વિચારધારા સાથે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હતા અને ત્યારબાદ આ તમામ સંસ્થામાં અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે, પરંતુ આ સંસ્થાને આજે ઘણા વર્ષો વીતવા છતાં હજી સુધી 1975માં બનેલા મકાન બાદ મકાનોમાં સમારકામ કે સુધારો કરવામાં આવ્યો નથી કે, નવા મકાનો પણ બનાવવામાં આવ્યા નથી. આના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિદ્યાર્થીઓના ચાલી રહેલા આ સત્યાગ્રહમાં આદિવાસી સમાજના અગ્રણીઓએ સમર્થન આપ્યું છે
ધરમપુર બીલપુડી ખાતે આવેલી બી. આર. એસ કોલેજમાં છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા સૌથી વધુ વિદ્યાર્થીઓના મૌન અને વિવિધ પ્રશ્નો અંગે સત્યાગ્રહ (Students of Dharampur BRS College protest ) કરી રહ્યા હોય. ત્યારે આ વિદ્યાર્થીઓને સહયોગ આપવા માટે આદિવાસી સમાજના અગ્રણીઓ પણ તેમને સહયોગ જાહેર કર્યો છે અને સમર્થન આપ્યું છે, જેમાં ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ, આદિવાસી વિકાસ પરિષદ ધરમપુરના પ્રમુખ કમલેશ પટેલ સહિતના લોકો વિદ્યાર્થીઓને સમર્થન કરી રહ્યા છે.
બી.આર.એસ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે અને સુરક્ષા અંગે અનેક સવાલો
ધરમપુર બીલપુડી ખાતે આવેલી બી.આર.એસ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અને તેમની સુરક્ષા અંગે અનેક સવાલો હોવાનું વિદ્યાર્થિનીઓ જણાવી રહી છે. તેઓએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી મંડળને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે કે, તેમના સ્નાનાગૃહમાં (Demand for arranging bathrooms for women) કેટલીક દિવાલ તૂટેલી છે અને તેના દરવાજા પણ નથી, જેના કારણે બહારથી આવતા જતા લોકો તેમના સ્નાનગૃહ પાસે આવીને ડોકિયા કરતા હોય છે ત્યારે તેમની સુરક્ષા માટે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
ટ્રસ્ટી મંડળનો સંપર્ક કરતા પ્રમુખે આ બાબતે કંઈ પણ બોલવા માટે ચુપ્પી સાધી હતી
બીઆરએસ કોલેજના ટ્રસ્ટી મંડળના પ્રમુખ માધુભાઈ રાઉતે સાથે ટેલીફોનીક સંપર્ક કરવાની વારંવાર કોશિશ કર્યા બાદ તેમણે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલમાં કોલેજમાં વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોય રજા આપી દેવામાં આવી છે. જોકે, વિદ્યાર્થીઓ મૌન ધારણ કરી પ્રતીક ધરણાં ઉપર બેઠા હોય તે અંગે પૂછતાં તેમણે કંઈ પણ બોલવા ચુપ્પી સાધી હતી.
આદિવાસી નેતા અને વાસદાના ધારાસભ્યએ વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું
આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ (Vansada MLA Anant Patel in support of students) અને સમગ્ર બાબતની જાણકારી મળતા તેઓ પણ ધરમપુરના બિલપુડી બી.આર.એસ કોલેજ ઉપર દોડી આવ્યા હતા અને આદિવાસી વિદ્યાર્થીઓના હિતમાં વિદ્યાર્થીઓ સાથે બેસી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેમને સમર્થન જાહેર કરી તેમની સાથે રાત વિતાવી હતી.
બપોર બાદ ધારાસભ્ય અરવિંદ પટેલે પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળ્યા હતા
બી.આર.એસ કોલેજ ઉપર છેલ્લા 48 કલાકથી મૌન અને પ્રતિક ધરણા પ્રદર્શન પર ઉતરેલાં 500થી વધુ વિદ્યાર્થીઓને મળવા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પણ પહોંચ્યા હતા. અહીં તેમણે વિદ્યાર્થીઓ સાથે તેમના પ્રશ્નો અને તેમની માગ સાંભળી હતી અને તેને પૂર્ણ કરવા તેઓ મદદરૂપ થશે. તે અંગે જાણકારી આપી હતી, પરંતુ મંડળ દૂર કરવાની માગ સામે તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, મંડળ દૂર કરવાની સત્તા માત્ર ચેરિટી કમિશનર પાસે હોય છે. આથી મંડળ દૂર થઈ શકે તેમ નથી. જ્યારે જર્જરીત બિલ્ડિંગના પ્રશ્નો અને અન્ય પ્રશ્નોને દૂર કરવા માટે તેઓ મંડળના પ્રમુખ સાથે વાતચીત કરી પ્રશ્નોનું નિરાકરણ લાવશે એમ જણાવ્યું હતું. આમ, આજે 48 કલાક પૂર્ણ થવા છતાં પણ હજી સુધી વિદ્યાર્થીઓ પાસે મંડળના પ્રમુખ કે, કોઈ પણ જવાબદાર વ્યક્તિ તેમની માગ સાંભળવા સુધા કોલેજ પરિસરમાં પહોંચ્યા નથી. જોકે, વિદ્યાર્થીઓ હજી પણ મંડળ દૂર કરવાની માગ સાથે પ્રતિક ધરણાં પર બેસવા માટે અડગ મન બનાવી લીધું છે.