- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે સંકલ્પ લઈ કરાવ્યો પ્રારંભ
- 1 લાખ આહુતિ અને 50 બ્રાહ્મણો દ્વારા પાઠત્મક મહાયજ્ઞ પ્રારંભ
- મહાદેવ ત્રિયોદશ જ્યોતિર્લિંગના સાનિધ્યમાં 2025 સુધી કાર્યક્રમ ચાલશે
વલસાડ: ધરમપુર નજીકમાં આવેલા બરૂમાળ (Dharampur Barumal ) ખાતે આવેલા ભગવાન ભાવ ભાવેશ્વર મહાદેવ મંદિરે આજથી પાંચમો પાઠાત્મક લક્ષ્યચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્વામી વિદ્યાનંદએ જણાવ્યું કે લક્ષ્યચંડીયજ્ઞનું ફળ કળી કાળમાં તુરંત પ્રાપ્ત થાય છે. વિશ્વના શાંતિ સ્થપાય અને કોરોના જેવી બીમારી દૂર થાય એવા ઉમદા હેતુસર આજથી મહાયજ્ઞ (Lakshyachandi Mahayagna at Dharampur Barumal)નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મીડિયા સમક્ષ કોઈપણ નિવેદન આપવાનું ટાળ્યું
સી.આર પાટીલ (Bjp State President CR Patil) આજે ધરમપુર ખાતેના મહાયજ્ઞના સંકલ્પ બાદ મીડિયા કર્મીઓ સમક્ષ કોઈ પણ પ્રકારનું નિવેદન આપવા સુધ્ધાં રોકાયા ન હતા અને તેમના અન્ય કાર્યક્રમમાં તુરંત રવાના થઈ ગયા હતા.
આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી પહેલા અનેક ધારાસભ્યો બદલાઈ શકે છે, સાબરકાંઠામાં CR Patilના નિવેદનથી હડકંપ મચ્યો
આ પણ વાંચો: પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆરપાટીલ જૂનાગઢની મુલાકાતે, 2022ના ભણકારા વાગ્યા