ETV Bharat / state

31st ઈફેક્ટ: પકડાયેલા પિયક્કડોને રાખવા જિલ્લા પોલીસ દ્વારા મેરેજ હોલ સહિતની જગ્યાઓ ભાડે રાખવામાં આવી - Celebrating Thirty First

આગામી દિવસમાં આવી રહેલી થર્ટી ફસ્ટને લઈને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. દારૂનો નશો કરીને પકડાતા લોકોને લોકઅપમાં રાખવાથી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય એવી શક્યતાઓ છે. જેને પગલે જિલ્લા પોલીસ દ્વારા આ વખતે દરેક પોલીસ મથકની નજીકમાં એક મોટા હોલ કે વિશેષ ખુલ્લી જગ્યાઓ નક્કી કરાશે. એટલું જ નહીં પકડાયેલા લોકોનો કોરોના ટેસ્ટ કરાવવા માટે નજીકના સરકારી હોસ્પિટલમાં લાવવા લઈ જવામાં ઘણો સમય નીકળી જતો હોય છે. આ તમામ સમસ્યાને દૂર કરવા માટે જિલ્લા કલેકટરના આદેશ અનુસાર આરોગ્ય વિભાગની વિશેષ ટીમ પોલીસ સ્ટેશનના આંગણે રાખવામાં આવશે અને દારૂમાં પકડાયેલા લોકોનો ટેસ્ટ સ્થળ ઉપર જ ટેસ્ટ કરાશે.

જિલ્લા પોલીસ
જિલ્લા પોલીસ
author img

By

Published : Dec 25, 2020, 6:36 PM IST

  • પિયક્કડોને રાખવા જિલ્લા પોલીસ દ્વારા જગ્યાઓ ભાડે રાખવામાં આવી
  • આરોગ્ય વિભાગની વિશેષ ટીમ પોલીસ સ્ટેશનના આંગણે રાખવામાં આવશે
  • દારૂમાં પકડાયેલા લોકોનો સ્થળ ઉપર જ કરાશે કોરોના ટેસ્ટ

વલસાડ: આગામી દિવસમાં આવી રહેલી થર્ટી ફસ્ટને લઈને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. દારૂનો નશો કરીને પકડાતા લોકોને લોકઅપમાં રાખવાથી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય એવી શક્યતાઓ છે. જેને પગલે જિલ્લા પોલીસ દ્વારા આ વખતે દરેક પોલીસ મથકની નજીકમાં એક મોટા હોલ કે વિશેષ ખુલ્લી જગ્યાઓ નક્કી કરાશે. એટલું જ નહીં પકડાયેલા લોકોનો કોરોના ટેસ્ટ કરાવવા માટે નજીકના સરકારી હોસ્પિટલમાં લાવવા લઈ જવામાં ઘણો સમય નીકળી જતો હોય છે. આ તમામ સમસ્યાને દૂર કરવા માટે જિલ્લા કલેકટરના આદેશ અનુસાર આરોગ્ય વિભાગની વિશેષ ટીમ પોલીસ સ્ટેશનના આંગણે રાખવામાં આવશે અને દારૂમાં પકડાયેલા લોકોનો ટેસ્ટ સ્થળ ઉપર જ ટેસ્ટ કરાશે.

પકડાયેલા પિયક્કડોને રાખવા જિલ્લા પોલીસ દ્વારા મેરેજ હોલ સહિતની જગ્યાઓ ભાડે રાખવામાં આવી

પોલીસે બનાવ્યો વિશેષ એક્શન પ્લાન

સુરતથી દમણની સહેલગાહ માટે આવીને નવા વર્ષની ઉજવણી કરનારાઓ આ વખતે ચેતી જજો. કારણકે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વર્ષ 2020માં દારૂનો નશો કરીને પકડાયેલા લોકોને રાખવા માટે વિશેષ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જે માટે જિલ્લા પોલીસે જે તે પોલીસ મથકની નજીકમાં મેરેજ હોલ કે અન્ય મોટી જગ્યાઓ જ્યાં એક સાથે 100થી વધુ લોકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે રાખી શકાય તે માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પકડાયેલ આરોપીના કોવિડ ટેસ્ટ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ

દમણથી દારૂનો નશો કરીને પરત આવતાં અને પોલીસના હાથે પકડાઈ જતા લોકો માટે આ વખતે વલસાડ જિલ્લા પોલીસે કોવિડ ટેસ્ટ કરાવવા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરી છે. સામાન્ય રીતે કોઈ પણ આરોપી પકડાય તો હાલના સમયમાં તેને કોરોના ટેસ્ટ કરાવવા માટે નજીકમાં આવેલા સરકારી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડે છે. એ કામગીરીમાં ઘણો સમય વિતી જાય છે. ત્યારે થર્ટી ફર્સ્ટના દિવસે પકડાયેલા આરોપીઓને કોરોના ટેસ્ટ કરાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા આ વખતે પોલીસ સ્ટેશનની બહાર જ આરોગ્ય વિભાગની એક વિશેષ ટીમ ડેસ્ક બનાવીને બેસાડવામાં આવશે. જ્યાં પકડાયેલા તમામ આરોપીનો સ્થળ ઉપર જ ટેસ્ટ કરવામાં આવશે.

સામાન્ય જનતાને જિલ્લા પોલીસ વડાએ કરી અપીલ

થર્ટી ફર્સ્ટના તહેવારને લઈને વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ વલસાડની જનતાને અપીલ કરી છે કે, ગુજરાતમાં દારૂબંધી છે અને પોલીસ આ વખતે પણ દારૂનો નશો કરી ગુજરાતમાં પ્રવેશતા લોકો સામે કાર્યવાહી કરશે. સાથે જ કોરોના જેવી મહામારી છે ત્યારે ખૂબ ભીડભાડવાળી જગ્યાઓ ઉપર જવું ન જોઈએ. જેથી કરીને પોતે તો બચી શકે પરંતુ સાથે સાથે બીજાને પણ કોરોનાનો ચેપ લગતા અટકાવી શકાય. એટલે કે એકસાથે ભેગા થઈ કોઈપણ ફાર્મ હાઉસ કે કોઈ પણ જગ્યા ઉપર દારૂની પાર્ટીઓ કરવી પણ વર્જિત છે અને જો આમ કરતા પકડાશે તો પોલીસ તેમના ઉપર કાયદાકીય પગલાં ભરશે અને તે માટે પોલીસ અત્યારથી જ કટિબદ્ધ છે.

18 જેટલી ચેકપોસ્ટ પર પોલીસ તૈનાત

વલસાડ જિલ્લા પોલીસ વડાએ સંઘપ્રદેશથી જોડાયેલી તમામ સરહદો જ્યાં 18 જેટલી ચેકપોસ્ટ આવેલી છે. આ તમામ જગ્યા ઉપર વિશેષ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. જેના દ્વારા આવતા-જતા વાહનોનું સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે. સાથે સાથે એસ.ઓ.જી અને એલસીબી જેવી પોલીસની શાખાઓ દ્વારા પણ થર્ટી ફર્સ્ટની રાત્રે ફાર્મ હાઉસ કે અન્ય જગ્યાઓ પર પાર્ટીઓ ન થાય તે માટેની વિશેષ તકેદારી રાખશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.